Ÿ ભારતે પોતાનું સુપરસોનિક ફાઇટર વિમાન વિકસાવ્યું

 
ગુજરાતી વર્તમાન પત્ર સંદેશમાંથી સાભાર!

શુક્રવારે બેંગલોરનાં આકાશમાં ભારતમાં જ બનાવવામાં આવેલું સુપરસોનિક ફાઇટર

વિમાન ‘તેજસ’ ઉડાન ભરશે ત્યારે આ ક્ષણ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાશે.

tejas

ભારતમાં જ વિકસાવવામાં આવેલાં લાઇટ કોમ્બેટ વિમાન તેજસને ભારતીય વાયુસેનામાં

સત્તાવાર રીતે ૨૦૧૫માં સામેલ કરવામાં આવશે.

રૂ. ૫૦,૦૦૦ કરોડના ખર્ચે આ યુદ્ધવિમાનો ભારતીય એરફોર્સના કાફલામાં સામેલ કરાશે. જાન્યુઆરી ૨૦૧૧માં તેજસની ડિઝાઈન બનાવવામાં આવ્યા પછી તેણે ૨૪૨૦ ટેસ્ટ ફ્લાઈંગ કર્યું છે જેમાં સફળતા મળ્યા બાદ તેને ભારતીય વાયુસેનામાં મિગ-૨૧ને સ્થાને સામેલ કરવાનો નિર્ણય લેવાયો છે. મિગ-૨૧ કરતાં અનેક બાબતોમાં આ યુદ્ધવિમાન ચડિયાતું પુરવાર થયું છે, જેની પ્રહારક્ષમતા અને શસ્ત્રો લઈ જવાની ક્ષમતા મિગ-૨૧ કરતાં ઘણી વધારે છે. તેજસ માર્ક-૧ પછી સેનામાં સામેલ થનાર તેજસ માર્ક-૨નું એન્જિન વધારે શક્તિશાળી છે જ્યારે તેમાં ગોઠવાયેલાં રડાર્સ તેમજ શસ્ત્રોની મારકક્ષમતા પણ ઘણી વધારે છે, જોકે તેજસ-૨ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં તૈયાર થશે તેમ વાયુસેનાના ઓફિસરે જણાવ્યું હતું. ડીઆરડીઓ, એડીએ તેમજ એચએએલ દ્વારા તેને સંયુક્તપણે બનાવવામાં આવ્યું છે.

એમેઝોન પરથી રમકડાં ખરીદવાં અહીં કલિક કરો…

This slideshow requires JavaScript.

શસ્ત્રવહનની ક્ષમતા

તેજસની શસ્ત્રવહનની ક્ષમતા ઘણી વધારે છે, તે ૨૩ એમએમની તોપો, રોકેટ્સ, બીવીઆર મિસાઈલ્સને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત કોઈ પણ સમયે હવામાં જ તેમાં ઈંધણ ભરી શકાય તેવી સુવિધા છે. કલોઝ રેન્જનાં આર-૨૩ એર-ટુ-એર મિસાઈલ્સ અને હવામાંથી જમીન પર છોડી શકાય તેવો બોમ્બ લઈ જવાની તેની ક્ષમતા છે.

તેજસનો ખર્ચ

તેજસને દેશમાં જ વિકસાવવા માટે રૂ. ૧૭,૨૬૯ કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. એક વિમાન બનાવવાનો ખર્ચ આશરે રૂ. ૨૧૦થી ૨૫૦ કરોડ જેટલો થાય છે, તેને વિકસાવતાં ૩૦ વર્ષ લાગ્યાં છે, આમ ભારતીય એરફોર્સમાં ૧૨૦ તેમજ નેવીમાં ૪૦ તેજસ વિમાનો સામેલ કરવાનો કુલ ખર્ચ રૂ. ૩૫,૦૦૦ કરોડ અંદાજાયો છે.

આમ છતાં તેજસ યુદ્ધવિમાનને વિશ્વમાં ઓછામાં ઓછા ખર્ચે તૈયાર થયેલું જેટ ફાઈટર ગણવામાં આવે છે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s