સરકારી પ્રાથમિક શાળાના બાળકો લેપટોપથી ભણે છે
– ગાંધીનગર પાસે બોરુ ગામના વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી ‘અપડેટ’ કરાયા
આ સવાલનો ઉત્તમ નમુનો માણસા પાસેના બોરુ ગામની પ્રાથમિક શાળાનો જયા પ્રાઈવેટ કંપનીના સહયોગથી સ્કૂલના બાળકોને લેપટોપ આપવામા આવ્યા છે જેના કારણે આ ગ્રામ્ય વિસ્તારની સ્કૂલના બાળકો ટેકનોલોજીના લિટલ માસ્ટર બની ગયા છે.
માણસા તાલુકા બોરુ ગામમાં આવેલી આ સ્કૂલમાં ઘોરણ ૭ અને ૮ માં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ ટેકનોલોજીની મદદથી આપવામા આવે છે.સ્ટૂડન્ટોને લેપટોપમાં શિક્ષણના પાઠ ભણાવવામાં આવે છે.ગામડાની સ્કૂલના બાળકો પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે અને પોતાનો વિકાસ શહેરના બાળકોની માફક કરી શકે આવા ઉદેશ્ય સાથે આ સ્કૂલમાં લેપટોપ આપવામા આવ્યા છે.
બાળકોને ગણિત, વિજ્ઞાાન, અંગ્રેજી જેવા વિષયો લેપટોપમાં ભણાવવામા આવે છે.
સ્ટૂડન્ટોને આપવામાં આવેલા આ તમામ લેપટોપએ કલાર્સના ટિર્ચરના મેન લેપટોપ સાથે કન્ટેકટ કરવામા આવ્યા છે જેથી લેપટોપમાં જો કોઈ વિધાર્થી અન્ય શિક્ષણ સિવાની પ્રવૃતિ કરે તો મેન લેપટોપ ઓપરેટ કરતા ટીર્ચરને ખબર પડી જાય છે તેવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે.
સમગ્ર સ્કૂલ સી.સી ટીવી કેમેરાથી સજ્જ
બાળકોની ગતિવિધી પર ધ્યાન રાખવા માટે તથા સ્કૂલની તમામ બાબતો પર નિરિક્ષણ રાખવા માટે સ્કૂલમાં સી.સી ટીવી કેમેરા મુકવામાં આવ્યા છે જેની મદદથી આખી સ્કૂલમાં દેખરેખ રાખી શકાય છે.
ફકત ત્રણ સેકેન્ડમાં પરીક્ષાના પરિણામ
બોરુની આ પ્રાથમિક શાળામાં સ્ટુડન્ટોને પરિક્ષાના લીધાના ફકત ત્રણ સેકન્ડમાં રિઝલર્ટ મળી જાય છે બાળકો લેપટોપમાં પરિક્ષા આપે છે અને જયારે પેપર પુરુ થઈ જતા લેપટોપમાં સબમીટ બટન પર કલીક કરતા રિઝર્લટ આપી શકાય છે.