ગરીબી દૂર કરવી હોય તો કઠોર પરિશ્રમ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

નારી શક્તિનું ઉત્તમ ઊદાહરણ

સફાઇ કામદારમાંથી માયાબહેન બન્યા મહીલા ઉદ્યોગ સાહસિક.

(અહેવાલ-તસવીર સૌજન્ય: દર્શન ત્રિવેદી,
માહિતી અધિકારી, રાજકોટ)
 

This slideshow requires JavaScript.

 

ખાખરાએ બદલી જિંદગી!

સરકારી સહાયથી પોતાની આર્થિક અક્ષમતાને માત આપના માયાબેન આજે અન્યો મહિલાઓને આપે છે રોજગારી
Handloom & Handicrafts of Gujaratલાખાપાદર ગામના મુળ વતની એવા માયાબેન નિમાવત નામના મહિલાએ પણ ગજબ સાહસ બતાવ્યું છે. તેમણે પોતે ખાખરા બનાવવાનો ઉદ્યોગ શરૂ કરી પોતે પગભર બની અન્ય મહિલાઓને પણ રોજગારી આપવાની પહેલ કરી છે. તેઓ બિઝનેસ વુમન બન્યા છે. રાજ્ય સરકારની આર્થિક સહાયથી તેમણે કઈ રીતે બિઝનેસ શરૂ કર્યો તે વાત ખુબ જ રસપ્રદ છે.

પોરબંદર નેશનલ હાઈવે પર શાપર પૂર્વે આવતા પારડી ગામ આસપાસ આમ તો અનેક નાની મોટી ઈન્ડસ્ટ્રીઝ છે. એમાં નદીમભાઈના ગોદામ પાછળ આવેલા એક નાના શેડમાં શ્રદ્ધા સખી મંડળ દ્વારા ખાખરાઉદ્યોગ ચલાવવામાં આવે છે. મંડળના પ્રમુખ માયાબેન જિતન્દ્રભાઈ નિમાવત છે. જે આ ઉદ્યોગનું સંચાલન કરે છે.

આ શેડમાં બારેક યુવતીઓ ખાખરા શેકવા, વણવા, લોટ બાંધવા, પેકિંગ વગેરેની કામગીરી કરી રહી હતી. કોઈ મશીન કરતા પણ વધારે વ્યવસ્થીત રીતે આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી હતી. વળી, સ્વચ્છતાનું પણ પુરૂ ધ્યાન રખવામાં આવે છે. ખાખરા શેકવાની સોડમથી જ તેની ઉચ્ચ ગુણવત્તાનો અણસાર આવી જાય!

ફક્ત ધોરણ 10 સુધી જ ભણેલા માયાબેન નિમાવત પોતાની સંઘર્ષગાથા વર્ણવતા જણાવે છે કે, વર્ષ 2000માં જિતેન્દ્ર સાથે લગ્ન કરીને બગસરા તાલુકાના કમિગઢ ખાતે સાસરે આવી. એ બાદ પતિ સુરતમાં હિરાના Rural Indiaકારખાનામાં કામ કરતા હતા. પણ પતિને આંખે તકલીફ થઈ ગઈ. તેમણે રાત્રે સુઝતુ ન હતું. દિવસે દ્રષ્ટિમાં ખામી આવતી હતી. એના કારણે સુરતમાં હિરાના કારખાનામાં વધુ કામ કરી શક્યા નહીં. એટલે રાજકોટ આવવાનો નિર્ધાર કર્યો.

રાજકોટ આવી ગયા બાદ પતિએ છૂટક કામ કરવાનું શરૂ કર્યુ. મેં પણ તેમને ટેકો કરવા કામ શરૂ કર્યુ. ‘હું મહિને સાતસો રૂપિયામાં સફાઈની કામગીરી કરતી.‘ આ રીતે ઘરના બે છેડા ભેગા કરવામાં પતિને મદદ કરતી. ગરીબી પણ કારમી હતી. એક દિવસ એવું બન્યું કે પતિને આંખના દર્દની સારવાર કરાવવાની હતી. આ સારવાર માટે પૈસા ક્યાંથી લાવવા એ યક્ષ પ્રશ્ન હતો. એટલે નાછૂટકે આભુષણો ગીરવે રાખી પૈસા લાવવા પડ્યાં. આ રીતે માંડ પતિની સારવાર કરાવી. ક્યારેક તો રાજકોટની સરકારી હોસ્પિટલે પણ જવા આવવાના પૈસા ન હોત એવી પરિસ્થિતિ ઉભી થતી.

આ સંજોગોમાં માયાબેને એક સ્વૈચ્છીક સંસ્થામાં નોકરી શરૂ કરી. ત્યાંથી તેમને માહિતી મળી કે સખી મંડળના માધ્યમથી રોજગાર શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે. તેમણે પ્રથમ ખાખરા બનાવવાની Small-Scale Industries in India1તાલિમ લીધી. બાદમાં થોડો સમય સુધી અન્ય સંસ્થા સાથે કામ કર્યુ. અને પછી શ્રદ્ધાપૂર્વક શરૂ કર્યુ પોતાનું ‘શ્રદ્ધા સખી મંડળ.’ બારેક બહેનોએ ભેગા મળીને મહિને રૂપિયા પચાસની બચત કરવાનું નક્કી કર્યુ. આ બચતના આધારે રાજ્ય સરકાર દ્વારા તેને રિવોલ્વિંગ ફંડ આપવામાં આવ્યું. તેમણે સર્વ પ્રથમ પોતાના ઘરે ખાખરા બનાવવાની શરૂઆત કરી. પછી ધીમે ધીમે આર્થિક સ્થિતિ થોડી સધ્ધર થતા ઘરની પાસે આવેલો શેડ ભાડે રાખી તેમાં ઉદ્યોગ શરૂ કર્યો. તેની વ્યવસ્થા પણ સમજવા જેવી છે. ત્યાં કામ કરતા બહેનોને ખાખરાના વજન દિઠ એટલે કે કિલો દિઠ મહેનતાણું મળે છે. જેમાં વણવાના રૂ.૨/-, લોટ બાંધવાના રૂ.૨/-, શોર્ટિંગના રૂ.૨/-, શેકવાના રૂ.૧૬/- અને વ્યવસ્થાપકના રૂ.૨/- આપવામાં આવે છે. આ ઉપરાંત જે નફો થાય તે તમામ બહેનો વચ્ચે સરખે ભાગે વહેંચી લેવામા આવે છે.

આ ઉદ્યોગ બહેનોને અનુકુળ સમયે જ ચલાવવામાં આવે છે. બપોરે રિસેસ રાખવામાં આવે છે અને સાંજે સાડા પાંચ વાગ્યે કામગીરી આટોપી લેવામાં આવે છે. આમ કરીને મંડળની બહેનો મહિને ચારથી પાંચ હજારની આવક કરી લે છે. ક્યાં સફાઈકામના રૂપિયા સાતસો અને ક્યાં આ ધિકતી કમાણી?

માયાબેન અને તેના સખી મંડળની બહેનો સાથે મળીને કુલ ૧૪ પ્રકારના સ્વાદીષ્ટ ખાખરા બનાવે છે. તે પોતાના ખાખરાનું બ્રાન્ડિંગ નથી કરતા. ઓર્ડર મુજબ ખાખરા બનાવી આપે છે. કેટલીક પેઢીઓ સાથે તેમનું જોડાણ છે. તેઓ રોજના ૮૦ કિલો સુધી ખાખરાનું ઉત્પાદન કરે છે.

Right to Work and Rural India: Working of the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme(એમેઝોન પરથી પુસ્તક માટે અહીં ક્લિક કરો.)

વળી, આ બહેનોને ખાખરાના ઉત્પાદનમાં કોઈ પુરૂષની મદદ પણ ભાગ્યે જ લેવી પડે છે. આ પ્રવૃત્તિના કારણે માયાબેનના જીવનસ્તરમાં આમુલ પરિવર્તન આવી ગયું છે. આજે તેઓ પોતાના સંતાનો, દિકરી જ્યોતિ અને મિલનને સારી રીતે ભણાવી શકે છે. વળી, પરિવારજનોની મદદથી ઘર પણ લઈ લીધુ છે.

માયાબહેન નિમાવતનું કહેવું છે કે “ગરીબી દૂર કરવી હોય તો કઠોર પરિશ્રમ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.”

મંડળના બહેનો પણ પગભર થયાનો માયાબેનને આનંદ છે.

બ્લોગની મુલાકાત બદલ આભાર!

***

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s