‘નાસા’ એ તૈયાર કર્યો એસ્ટરોઇડ મિશન માટે નવો સ્પેસસૂટ

સંદેશ

વોશિંગ્ટન,16 ડિસેમ્બર

નાસાએ અંતરિક્ષયાત્રીઓ નાના ગ્રહો પર(એસ્ટરોઇડ)સ્પેસવોક કરી શકે તે માટે વધુ હળવો અને મોબાઇલ જન-નેક્સ્ટ સ્પેસસૂટ તૈયાર કર્યો છે.સ્પેસ શટલના અંતરિક્ષયાત્રીઓ દ્વારા સ્પેસ શટલના લોન્ચ દરમિયાન પહેરવામાં આવેલ એડવાન્સ્ડ ક્રૂ એસ્કેપ સિસ્ટમના(ACEAH) મોડિફાઇડ વર્ઝનનું નાસાના એન્જિનિયરો પરીક્ષણ કરી રહ્યાં છે. ભવિષ્યમાં ઓરિયન સ્પેસક્રાફટમાં અંતરિક્ષયાત્રીઓના ઉપયોગ માટે પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

એસ્ટરોઇડ મિશન માટે નવો સ્પેસસૂટ

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સ્પેસવોક માટે ક્રૂ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સ્પેસસૂટ વધુ ભારે છે અને સ્પેસક્રાફટમાં લઇ જઇ શકાતા નથી, આથી ‘નાસા’ અવકાશયાનની અંદર અને બહાર સ્પેસસૂટના ઉપયોગ માટે એડવાન્સ્ડ ક્રૂ એસ્કેપ સિસ્ટમમાં સૂટમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છે.

આ સૂટનું કવચ યથાવત્ રાખવામાં આવ્યું છે પરંતુ ઓરિયનની અંદર પમ્બિંગ સાથે કામ કરવા માટે અમે તેમાં આંતરિક ફેરફાર કર્યા છે એવું ક્રૂસર્વાઇવલ સિસ્ટમ્સના મેનેજર ડસ્ટિન ગોદમર્ટે જણાવ્યું હતું.નાસા આ માટે વિસ્તૃત આઇડિયાઝ અને ટેકનિક્સનો અભ્યાસ કરી રહ્યું છે. આ માટે માનવસંશોધન, સ્પેસ ટેકનોલોજી અને સાયન્સવર્કનો સમન્વય કરવામાં આવી રહ્યો છે, જેથી અંતરિક્ષયાત્રીઓ ચંદ્રની નજીકની સ્થિર ભ્રમણકક્ષા પર એસ્ટરોઇડનો અભ્યાસ કરી શકે. નાસા આ માટે તેના પૂર્વ અનુભવનો ઉપયોગ કરી રહ્યું છે જેથી ક્રૂની સુરક્ષા વધે એવા સૂટ તૈયાર કરી શકાય.

એમેઝોન પરથી ખરીદ્યો : રોબોટ વિષેની સરસ આબાલવૃધ્ધ,

સૌ કોઇને પસંદ પડે એવી પુસ્તિકા…

keepers of the earth

પૃથ્વીનો વિનાશ થઈ રહ્યો હોવાથી મનુષ્યજાતિ પોતાની સલામતી માટે બીજા ગ્રહ પર વસી ગઇ, પણ જતાં જતાં પૃથ્વી પર એક એવો શક્તિશાળી યંત્રમાનવ(રોબોટ) છોડતાં ગયા કે જે; પૃથ્વીની આખરી ક્ષણોનો અભ્યાસ કરી ને એનો રેકોર્ડ રાખી શકે. જો કે આ પ્રલયમાં યંત્રમાનવ બચી ગયો અને એણે પૃથ્વીને ફરી થી બચાવી ને રહેવા લાયક, સ્વર્ગ જેવી બનાવી અને પોતાની વસાહતો ઉભી કરી અને પૃથ્વીના માલિક બની બેઠાં. જ્યારે મનુષ્યો પૃથ્વી પર પરત આવ્યાં ત્યારે એમને કોઇ જુદો જ અનુભવ થયો. હવે પૃથ્વીને યંત્રમાનવોથી કેવી રીતે મુક્ત કરવી?(વધુ માટે અહીં ક્લિક કરો…)

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s