યુ.કે.ના ૪ વર્ષના બાળકનો આઇ. ક્યુ. આઈન્સ્ટાઈન જેટલો!

ઇન્ટેલિજન્સ ટેસ્ટમાં વિક્રમી ૧૬૦નો સ્કોર હાંસલ કર્યા બાદ લોકો

આ બાળકને આઈન્સ્ટાઈન જેટલો બુદ્ધિશાળી માનવા લાગ્યા છે.

ગુજરાતી વર્તમાનપત્ર સંદેશમાંથી સાભાર!

ગુજરાતી વર્તમાનપત્ર સંદેશમાંથી સાભાર!

લંડન, 15 ડિસેમ્બર

Smart UK Kid

બ્રિટનમાં ચાર વર્ષના એક બાળક અંગે એવું કહેવામાં આવે છે કે તેની આઇક્યૂનું (ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ) લેવલ મહાન ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેટલું છે. ઇન્ટેલિજન્સ ટેસ્ટમાં વિક્રમી ૧૬૦નો સ્કોર હાંસલ કર્યા બાદ લોકો આ બાળકને આઈન્સ્ટાઈન જેટલો બુદ્ધિશાળી માનવા લાગ્યા છે.

બાર્વસ્લે સાઉથ યોર્કશાયરના શેરવીન સરાબીએ વેક્સ્લેર સ્કેલ પર આઇક્યૂ ટેસ્ટમાં સંભવિત સર્વોચ્ચ ૧૬૦નો સ્કોર કરીને મનોવૈજ્ઞાનિકોને અચંબામાં નાખી દીધા હતા.

શેરવીનની આઇક્યૂ આઈન્સ્ટાઈન, બિલ ગેટ્સ અને સ્ટીફન હોકિંગની સમકક્ષ છે, એવું ડેઈલી એક્સ્પ્રેસના એક અહેવાલમાં જણાવાયું હતું.

જો કે આઈન્સ્ટાઈને કટ્ટી આઇક્યૂ ટેસ્ટ આપ્યો નહોતો, કારણ કે તેમના સમયમાં આધુનિક ઇન્ટેલિજન્સ ટેસ્ટનું કોઈ અસ્તિત્વ જ નહોતું. નિષ્ણાતોનું માનવું છે કે, આ બાળકનો આઇક્યૂ ૧૬૦ની આસપાસ છે.

શેરવીન ૩ વર્ષની ઉંમરે જિનિયસ ક્લબનો સભ્ય બન્યો હતો, તેણે ૧૦ મહિનાની ઉંમરે પ્રથમ શબ્દો બોલીને પોતાના પિતાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે. ૨૦ મહિને આખા વાક્યો બોલવા લાગ્યો હતો.

શેરવીનની બુદ્ધિક્ષમતાનું ધોરણ ખૂબ જ ઊંચું છે અને તેને કુદરતી બક્ષિસ છે, તેનો શબ્દભંડોળ ભરપૂર છે, એવું શૈક્ષણિક મનોવિજ્ઞાાની ડો. પીટર કોંગડોને જણાવ્યું હતું.

ચાર વર્ષનાં બાળકો ભાગ્યે જ શાળાએ જતાં હોય છે. ત્યારે શેરવીન રાસ્ટ્રીક ઇન્ડિપેન્ડેન્ટ સ્કૂલ હડર્સફિલ્ડ ખાતે ૮ અને ૯ વર્ષની ઉંમરના બાળકો જેટલો અભ્યાસ કરે છે, તેની માનસિક વય તેની વાસ્તવિક ઉંમર કરતાં બમણાથી વધુ એટલે કે ૯ વર્ષ અને નવ મહિના જેટલી છે. તેની મમ્મીના જણાવ્યા પ્રમાણે તે સ્વસ્થ બાળક છે અને તેને વાતો કરવાનું ખૂબ ગમે છે. તેણે ૧૮૦થી વધુ પુસ્તકો વાંચ્યા છે, તેને એન્સાયકલોપેડિયા ખૂબ ગમે છે.

બાળકો(મોટાંઓને પણ..) ને ઉપયોગી અને રસ પડે એવી થોડીક બુક્સ…

The Wolf & the Seven Kids

ઇસપની બાળવારતાઓ વાંચવાથી બાળકોને મનોરંજન ઊપરાંત તેમની બ્રુધ્ધિ મત્તાનો વિકાસ પણ થાય એવી છે.દરેક માબાપએ વસાવવા જેવી પુસ્તિકા છે.

Tae Kwon Do for Kids

ટેક્વાંડો એક એવી આત્મરક્ષણની કળા છે, જે બાળકોને આત્મનિર્ભર તો બનાવે જ છે સાથે સાથે ચપળ પણ બનાવે છે તેમજ આત્મવિશ્વાસુ પણ બનાવે છે.

Children's Illustrated Encyclopedia

From computers to the natural world, help your child find out everything they need to know about anything with this fact-packed encyclopedia. They’ll find over 500 articles arranged from A-Z on subjects they need to know about, all illustrated with dramatic photos, cut-away, charts and maps.

 

 

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s