વ્યકિત જ્યારે પુરી પ્રમાણિકતાથી કામ કરે છે, ત્યારે તેનો સારો પુરસ્કાર મળે જ છે!

હિરા ઘસતાં હિરાઓને મળી અનોખી ભેટ…લાખેણી કાર

logo

સુરતની DTC સાઇટ હોલ્ડર કંપની શ્રીહરિક્રિષ્ણા ડાયમંડ એક્સપોર્ટનાં ચેરમેન સવજીભાઈ ધોળકીયાએ 70કારીગરોને એક જ કંપનીની કાર ભેટમાં આપી છે.
ડાયમંડ કંપનીએ એક વર્ષ પહેલાં 100કારીગરોની યાદી તૈયાર કરી હતી.એવા કારીગરો જે હીરા બનાવવામાં પારંગત હોય,જે કંપનીનાં વિકાસમાં હમેંશા મદદરૂપ બન્યા હોય.સમય પાલન,નિયમિતતા,વેલ્યુ-એડીશન કે વફાદાર હોય.કંપનીએ આ કારીગરોને ઇન્સેન્ટીવ આપવાનું નક્કી કર્યુ હતું,પણ કારીગરોને જાણ કરવામાં આવી નહોતી.. તેમની સામટી રકમ ભેગી થઈ એટલે રકમની ફાળવણી કરવાનું નક્કી થયું.કંપનીના ચેરમેને કારની પ્રાયોરીટી ત્રીજા ક્રમે રાખી હતી.જે કારીગરો ભાડે રહેતા હોય અને જેમની પાસે ઘર હોય પણ પત્ની પાસે ઘરેણાં ન હોય તેમને કાર આપવાને બદલે રોકડ આપી દેવામાં આવી હતી.આવા 30લોકો હતા.જ્યારે 70લોકોને કાર આપવાનું નક્કી થયું હતું.
cars
જોકે સુરતના હીરાઉદ્યોગમાં આવું કયારેય બન્યું નથી.સાથે સાથે ડાયમંડ કંપની માં જે થોડા દિવસ પહેલા બાઈક ઉપર આવતાં રત્ન કલાકારો આજે કાર લઈને હીરા ઘસવાનું કામ કરવા આવતા નજરે ચડે છે.વર્ષે દિવસે રૂપિયા 4,૦૦૦ કરોડનાં હીરા નિકાસ કરતી અને 2000 કર્મચારીઓ જયાં કામ કરે તેવી શ્રીહરિક્રિષ્ણા ડાયમંડ એક્સપોર્ટ માંથી રત્ન કલાકારો ને સરપ્રાઈઝ ગીફ્ટ મળતા ખુશીનો પાર રહ્યો નહોતો અને કંપની હજુ વધુ પ્રગતિ કરે તેવી પ્રાર્થના રત્નકલાકારોએ કરી છે.

રત્નકલાકારોને સ્વપ્ને પણ ખ્યાલ ના હતો કે તેમને ઇન્સેન્ટીવ માં લાખેણી કાર મળશે.જો કે કાર મળતાં રત્ન કલાકારોની હિંમત બેવડાઈ છે અને તેઓએ પુરા જોશ સાથે કામ કરવાનો નિર્ધાર કરી લીધો છે.

દરેક વ્યકિત જ્યારે પુરી પ્રમાણિકતાથી કામ કરે છે, ત્યારે કુદરતનાં નિયમ પ્રમાણે તેને અવશ્ય તેનો સારો પુરસ્કાર સમયાંતરે મળે જ છે.

+Quick and Simple Car Wash

+કાર રીપેરીંગ: તમારો મિકેનીક તમને છેતરતો તો નથી ને? ઓછા ખર્ચ માં કાર રીપેર કરાવો. આ ચોપડી દરેક કર માલિકો એ રાખવી જ જોઇએ!

+ કારનું એર ફિલ્ટર કેવી રીતે બદલવું?

+ઓછામાં ઓછો ગેસ વપરાય એમ ગાડી કેવી રીતે ચલાવવી?

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s