ગૃહિણી હોવા છતાં સ્ટ્રૉન્ગ વિલપાવરના બળે એક ઍથલીટ જેવું કામ કરી બતાવ્યું

૧૧ કલાક, ૨૩ મિનિટ અને ૫૬ સેકન્ડમાં ૭૫ કિલોમીટર

દોડીને રેકૉર્ડ બનાવ્યો હાઉસવાઇફે

MID-DAY

બોરીવલીમાં રહેતી ૩૦ વર્ષની દીપા કાતરોડિયાએ તાજેતરમાં બૅન્ગલોરની અલ્ટ્રા-મૅરથૉનમાં ભાગ લઈને ગૃહિણી હોવા છતાં સ્ટ્રૉન્ગ વિલપાવરના બળે એક ઍથ્લીટ જેવું કામ કરી બતાવ્યું!

deepa


સ્પેશ્યલ સ્ટોરી – રુચિતા શાહ

ડેઝિગ્નેશન હાઉસવાઇફની, સાથે છ વર્ષની દીકરીની મા. ઉંમર ૩૦ વર્ષ અને કોઈ બહોળો અનુભવ નહીં છતાં બોરીવલીમાં રહેતી દીપા પ્રદીપ શાહે લગાતાર ૧૧ કલાક, ૨૩ મિનિટ અને ૫૬ સેકન્ડમાં દોડીને ૭૫ કિલોમીટરનું અંતર કાપી બતાવ્યું છે.You Can Do It ૯ નવેમ્બરે બૅન્ગલોરમાં યોજાયેલી અલ્ટ્રા-મૅરથૉનમાં તેણે આ સિદ્ધિ હાંસલ કરેલી. આ મૅરથૉનમાં ૫૦, ૭૫ અને ૧૦૦ કિલોમીટર ઉપરાંત ૨૪ કલાક દોડવાની કૅટેગરી હતી. ૭૫ કિલોમીટર કૅટેગરીમાં તે એકમાત્ર મહિલા સ્પર્ધક હતી અને તેણે ગયા વર્ષનો ૧૧ કલાક ૫૧ મિનિટનો રેકૉર્ડ તોડ્યો હતો. સવારે પાંચ વાગ્યે દીપાએ દોડવાનું શરૂ કર્યું હતું તો સાંજે સાડાચાર વાગ્યા સુધી તે લગાતાર દોડી હતી. મૅરથૉનના રૂલ પ્રમાણે વચ્ચે ફૂડ-સપ્લાય અને પાણી મળે ત્યારે રનિંગની સ્પીડ ઘટાડી શકાય, પરંતુ ઊભા ન રહી શકાય અથવા વચ્ચે થોડો આરામ ન કરી શકાય.

આપણાં ગુજરાતી ઘરોમાં ક્રીએટિવલી સક્રિય હોમમેકર્સ મળી જશે, પરંતુ ફિઝિકલી ઍક્ટિવ હોય અને એમાં પણ કોઈ રેકૉર્ડ કાયમ કરી શકે એ લેવલ પર ઍક્ટિવ હોય એવા દાખલા જવલ્લે જ જોવા મળશે. દીપા એમાંની એક છે. અનાયાસ જ રનિંગ સાથે સંકળાઈ ગયેલી દીપા માટે હવે રનિંગ જીવનનો ઉત્સાહ અને ઝીલવો ગમે એવો એક પડકાર બની ગયો છે.

ઉલ્લેખનીય છે કે દીપા કોઈ ઍથ્લીટ નથી. તે એક સિમ્પલ ગુજરાતી હાઉસવાઇફ છે, જે પોતાની છ The Ultimate Training Guideવર્ષની દીકરી મિસરી, સાસુ રંજનબહેન અને હસબન્ડ સાથે રહે છે. ઘર સંભાળવું, બધાનું ધ્યાન રાખવાનું, રસોઈ બનાવવી, છ વર્ષની દીકરીનો ઉછેર કરવો જેવાં તેનાં કર્તવ્ય તે સરસ નિભાવી રહી હતી. એવામાં આ રનિંગનો ક્રેઝ તેનામાં કેવી રીતે જન્મ્યો, એ માટે ફિઝિકલી અને મેન્ટલી તે કેવી રીતે પ્રિપેર થઈ એની દાસ્તાન.

રનિંગ કરવાનું સૂઝ્યું ક્યાંથી?

મૂળ ઇન્દૌરની દીપાનાં ૧૦ વર્ષ પહેલાં બોરીવલીમાં રહેતા પ્રદીપ કાતરોડિયા સાથે લગ્ન થયાં. દીપા કહે છે, ‘લગ્ન પહેલાં તો પાંચ મિનિટ પણ ચાલવું પડે તો મને ભારે પડતું. જોકે લગ્ન પછી મુંબઈ આવી. પ્રદીપ હાર્ડકોર ટ્રેકર અને રનર. તેમને ક્લાઇમ્બિંગ, ટ્રેકિંગ, હાઇકિંગનો પુષ્કળ શોખ એટલે તેમની સાથે રહેતાં ધીમે-ધીમે મને પણ એમાં રસ પડવા લાગ્યો. પ્રેગ્નન્સી પછી હું થોડીક જાડી થઈ ગઈ હતી. એટલે વજન ઘટાડવા માટે મેં ડાયટમાં થોડો ફેરફાર કયોર્ હતો અને ચાલવાનું પણ શરૂ કર્યું હતું, જેને લીધે ૨૫ કિલો જેવું વજન ઘટu પણ હતું. જોકે ૨૦૧૨માં પ્રદીપ મુંબઈ મૅરથૉનનું હાફ મૅરથૉનનું ફૉર્મ લઈને આવ્યા અને મને કહે કે હું તો હાફ મૅરથૉન દોડવાનો છું. ૨૧ કિલોમીટર દોડવાની વાત મારા માટે થોડી વધુ પડતી હતી, પરંતુ તેઓ દોડવાના હતા એટલે મેં કહ્યું, હું પણ દોડીશ. અમે સાથે ફૉર્મ ભર્યું. અમારી પાસે ટ્રેઇનિંગ માટે છ મહિનાનો સમય હતો અને પહેલી વાર ગ્રાઉન્ડ લેવલથી મારી સેલ્ફ-ટ્રેઇનિંગ શરૂ થઈ હતી. મારી લાઇફમાં દોડવાનો આ પહેલો જ અનુભવ હતો અને પહેલી જ વારમાં હાફ મૅરથૉનમાં અમે બન્નેએ બે કલાક અને ૧૩ મિનિટમાં પૂરુ કર્યું હતું.’

એ પછીની મૅરથૉનમાં ફુલ મૅરથૉનના ૪૨ કિલોમીટર પણ બન્ને મિયાં-બિવી સાથે દોડ્યાં હતાં. દોડવાના ફીલ્ડમાં નવાં-સવાં હોવા છતાં તેમણે ખૂબ ઓછા સમયમાં આ અંતર પાર પાડ્યું હતું.

ગ્રેટ ચૅલેન્જ હતી
From Beginner to Finisher
દોડવામાં મજા આવવા લાગી અને દોડવાને કારણે મારો સ્ટૅમિના અને ઍનર્જી લેવલ વધી ગયું એટલે ઘરના કામમાં મારો ઉત્સાહ વધવા લાગ્યો અને પરિણામે પછી એ વસ્તુ મેં છોડી નહીં એમ જણાવીને દીપા કહે છે, ‘અમે લોકો નૅશનલ પાર્કમાં રોજ દોડવા જતાં.

ધીમે-ધીમે વિવિધ રનિંગ ગ્રુપના મેમ્બર્સ બની ગયા એટલે દોડવાની વધુ મજા આવતી. એવામાં મને અલ્ટ્રા-મૅરથૉન વિશે ખબર પડી. ૫૦ કિલોમીટર કે એના કરતાં વધુ અંતરની મૅરથૉનને અલ્ટ્રા-મૅરથૉન કહેવાય છે. મારે એમાં ભાગ લેવો હતો, પરંતુ મારે ૫૦ નહીં પણ એના કરતાં થોડા વધુ કિલોમીટર હોય એવો પડકાર લેવો હતો, કારણ કે ૪૨ તો હું દોડી ચૂકી હતી એટલે ૫૦ દોડું તો એમાં માત્ર આઠ કિલોમીટરનો જ ઉમેરો થાય અને એમાં પડકાર જેવું ન લાગે. એટલે મેં ૭૫ કિલોમીટરની મૅરથૉન માટે ફૉર્મ ભર્યું. આટલા કલાક દોડવાથી શરીરમાં શું પરિવર્તન આવે એનો સ્ટડી કરીને એ પ્રમાણે સજ્જ થવાનું હતું. એટલે એમાં કોચની નિગરાનીમાં ટ્રેઇનિંગ લેવાનું નક્કી કર્યું.

New Rules of Marathon and Half-marathon Nutrition

દર અઠવાડિયાનો અમને ટાર્ગેટ અપાતો. અઠવાડિયાના ૫૦ કિલોમીટર દોડવાનું હોય. એમાં પણ શનિ-રવિનો અલગ ટાર્ગેટ રહેતો. આ બે દિવસે ત્રણ કલાક અને ચાર કલાક સતત દોડવાની ટ્રેઇનિંગ આપતા, જેને લીધે થાકી ગયા હોઈએ તો પણ દોડી શકીએ એવો સ્ટૅમિના બિલ્ડ-અપ કરવાનો હતો. બોરીવલીમાં નૅશનલ પાર્ક, ત્ઘ્ કોલોની, લિન્ક રોડ, આરે કોલોની આ બધા એરિયામાં હું પ્રૅક્ટિસ માટે દોડવા જતી. શનિ-રવિમાં મેં એકસાથે ૨૧, ૩૨, ૪૨ અને છેલ્લે ૫૮ કિલોમીટર જેટલું અંતર કાપવાની ટ્રેઇનિંગ લીધી હતી. પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટનો ઇન-ટેક ડાયટમાં વધાર્યો હતો અને કોલ્ડ-ડ્રિન્ક અને તળેલું ખાવાનું ઓછું કરી દેવાનું હતું. બાકી રૂટીનમાં કોઈ ફેરફાર નહોતો.’

મન મક્કમ હોય તો

એકસાથે આટલા બધા કલાક દોડવાનું હોય તો શરીરને ઘસારો તો પહોંચે જ એમ જણાવી દીપા કહે છે, ‘એમ છતાં અડધી ગેમ તો તમે મનથી જીતી જાઓ છો. આ આખી માઇન્ડની ગેમ છે. એક વાર મનમાં દૃઢતાપૂર્વક નક્કી કરો કે મારે ૭૫ કિલોમીટર દોડવું જ છે તો ધીમે-ધીમે આપોઆપ શરીરમાં એ સ્ટૅમિના ઊભો થઈ જાય છે. તમારુ મન મક્કમ હોવું જોઈએ.’

પરિવારના સપોર્ટ વિના અશક્ય

હાઉસવાઇફ તરીકે પરિવારનો સપોર્ટ ન મળે તો આ શક્ય જ નહોતું એમ જણાવીને દીપા કહે છે, The Last Marathon‘વહેલી સવારે ત્રણ વાગ્યે દોડવા જવાનું હોય ત્યારે મારા હસબન્ડ મારી સાથે આવતા, કારણ કે આટલા અંધારામાં એકલી લેડીએ નીકળવું સેફ નહોતું, એટલે મારા માટે તે પણ વહેલા ઊઠી જતા. મારાં સાસુએ પણ મને પુષ્કળ સપોર્ટ કયોર્ છે. હું પ્રૅક્ટિસ પર હોઉં ત્યારે મારી છ વર્ષની દીકરીનું સંપૂર્ણ ધ્યાન તેઓ રાખતાં. માત્ર ને માત્ર મારા પરિવારના પુષ્કળ સપોર્ટને કારણે હું આમ ઑફબીટ કહી શકાય એવા ક્ષેત્રમાં આગળ વધી શકી છું. આ ૭૫ કિલોમીટરની મૅરથૉનમાં પણ અમને બન્નેને જવું હતું, પરંતુ જો બન્ને જતા રહીએ તો અમારી દીકરી અને મમ્મી એકલાં પડી જાય એટલે મારા માટે તેમણે સૅક્રિફાઇઝ કર્યું અને મને જવા માટે મોટિવેટ કરી.’

– તસવીર : અમિત જાધવ

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s