કારનાં એન્જિનની ક્ષમતા બમણી કરતી ટેક્નિક

http://www.sandesh.com/article.aspx?newsid=2888454

વૈજ્ઞાનિકોએ એક નવી ક્રાંતિકારી ટેકનિક વિકસાવી છે, જે ઓટોમોબાઇલ અને વિમાનનાં

એન્જિનની ઇંધણની ક્ષમતાબમણી કરે છે.

ટોકિયો

થર્મો-ફલૂઇડ ડાઇનેમિકલ થિયરી દ્વારા એન્જિનની થર્મલ કાર્યક્ષમતા વધારીને ઇંધણની બચત કરી શકાય છે

વાસેદા યુનિર્વિસટીની ફેકલ્ટી ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના પ્રો. કે. નોઇતોહ અને તેમના સાથીઓએ એક એવો ઊર્જાસંચય સિદ્ધાંત શોધી કાઢયો છે, જે પરંપરાગત એન્જિનની થર્મલ કાર્યક્ષમતા કરતાં સ્ટેન્ડ-એલોન એન્જિન સાથે બમણી ક્ષમતા ધરાવે છે.

જો આ સિદ્ધાંતનો ઉપયોગ કરી રહેલાં એન્જિન્સને વ્યવહારુ એપ્લિકેશન્સ સાથે ઉપયોગમાં લઇ શકાય તો તેના દ્વારા આજની ઊર્જાની સમસ્યા હલ થઇ શકે.નવી થર્મો-ફલૂઇડ ડાયનેમિક્સ થિયરી દ્વારા નવા કોમ્પ્રેસિવ કમ્બશનનો સિદ્ધાંત ફોર્મ્યુલેટ કરવામાં આવ્યો છે, જેમાં એન્જિનમાં પ્રજ્વલન પહેલાં ઇંધણનાં કદનું સંકોચન પ્રમાણ ઘટે છે, આમ પાયાનો સિદ્ધાંત એ કામ કરે છે કે હાઇ કોમ્પ્રેશન રેશિયો સિદ્ધ કરીને થર્મલ કાર્યક્ષમતા વધારી શકાય છે. આ પદ્ધતિ વેટ્ટરી કરતાં વધુ સસ્તી પડે છે અને અવાજ પણ ઘટાડી શકે છે તેમજ કૂલિંગ મિકેનિકની જરૃર રહેતી નથી.ઓટોમોબાઇલ માટેના હાલના ગેસોલિન એન્જિન્સની મહત્તમ થર્મલ કાર્યક્ષમતા ૩૦ ટકા જેટલી હોય છે, જે ઓછી સ્પીડના ડ્રાઇવિંગમાં ઘટાડીને ૧૫ ટકા કરી શકાય છે.આથી જો આ કારના સસ્તા, ઇંધણ કાર્યક્ષમ એન્જિન્સ ઓટોમોબાઇલ્સમાં બેસાડવામાં આવે તો ૬૦ ટકા સુધીની થર્મલ કાર્યક્ષમતા સિદ્ધ કરી શકાય છે અને જુદા જુદા પ્રકારના ડ્રાઇવિંગમાં તેનાથી વધુ ક્ષમતા હાંસલ કરી શકાય છે.

Link:

http://wheelsnshields.wordpress.com/

***

બાળકો માટે ના અદભૂત રમકડાંઓ. વધુ માટે અહીં ક્લિક કરો

Product Details

બાળકો માટે ના અદભૂત રમકડાંઓ. વધુ માટે અહીં ક્લિક કરો

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s