પગ વડે ભરત ગૂંથણ

પગ વડે ભરત ગૂંથણ કામ થઈ શકે છે

brave

હાથ ન હોય તો શું, જિંદગીને ખુમારીથી જીવું છું

પગ વડે ભરત કામ કરતી ઈલા સાચાણી કાઠીયાવાડી, કચ્છી વર્ક, રબારી પોશકનું ગૂંથણ વર્ક,

An Interactive Biography of Helen Kellerહાથે અપંગતા હોય તો સોઈ કેમ પરોવવી તેવા પ્રશ્નોનાં જવાબ ઈલા સાચાણીને જોશો તો મળી જશે, બન્ને હાથની ખોટ આપી છે છતાં આટલું સુંદર ભરતકામ કરી શકે તેવી કલ્પના કરી શકો નહીં. કુદરતી વિટંબણાનો ભોગ બની તો ક્યારેક આકસ્મિક કારણોસર શારીરિક ક્ષતિગ્રસ્ત બનેલા માનવ આખરે તો એક ઈન્સાન છે, સમાજમાં જીવવાનો અપંગતાને કારણે ક્ષોભ અનુભવવો પડે એ સમાજ માટે શરમજનક ગણાય. સમાજની હુંફ અને સહૃદયતાનો સાથ મળે તો આવા નિસહાય માનવીઓ ઘણું બધું કરી શકે છે.

ઈલા સાચાણી મૂળ અમરેલી જિલ્લાના લાઠી ગામના વતની છે. ઈલાના પિતા ધીરુ સાચાણી કહ્યું કે ઈલાનો જન્મ થયો ત્યારે પારિચારિકાની કોઈક ભૂલને કારણે તેના બાવડાની નસો ગળા પાસેના No Longer Crippledભાગથી ગંભીરપણે ખેંચાઈ ગઈ હતી. પછી તો એ જેમ-જેમ મોટી થતી ગઈ તેમ તેમ અમને જાણ થઈ કે એનો હાથ જરાય કામ કરતો નથી, એ ચાલતા નહીં શીખે ત્યાં સુધી તો એના ઉછેરમાં ખૂબ તકલીફ પડતી, ચાલતા શીખવામાં ખૂબ જ તકલીફોનો સામનો કર્યો હતો.
ઈલા સાચાણી કહ્યું કે, હવે તો હું એવી ટેવાઈ ગઈ છું કે મારા હાથ નથી એવી મને ખબર નથી જ પડતી. હું ઘરના લગભગ બધા જ કામ પગથી આસાનીથી કરી શકું છું. જ્યારે ઈલા સાચાણીને પૂછવામાં આવ્યું કે બધાં જ કામો કરી શકે છે. એટલે ક્યાં કામ તો કામની યાદી બહુ જ લાંબી છે, જેમાં પગ વડે સમારી શકું છું, ઝાડું મારી શકું છું, ચિત્રોમાં રંગ પુરી શકું છું. કપડા ધોઈ શકું છું. અન્ય સામાન્ય વિદ્યાર્થીઓ જેટલી ઝડપ વડે લખી શકે છે. ઈલા ચિત્રકામ સારી રીતે કરી શકે છે.

ઈલાનાં ઈલાજ કરાવવા માટે કુટુંબીજનોએ કોઈ કસર બાકી રાખી નથી, ડૉક્ટરો પાસે ઘણી બધી The Crippleસલાહ લીધી, ડૉક્ટરોનું કહેવું એ છે કે ઈલાજ માટે મગજનું ઓપરેશન કરવું જરૃરી છે અને એમાં જોખમ ઘણાં છે. જોખમો સમજીને ઈલા અને તેના કુટુંબીજનો મગજનું ઓપરેશન ન કરાવવાનો નિર્ણય લીધો.

 

ઈલા ભરત ગૂંથણ કરીને મહિને ૧૨૦૦૦થી ૧૫૦૦૦ હજાર રૃપિયા કમાય છે.

 I Am Not a Handicap

પાંચમાં ધોરણનાં પુસ્તકમાં ‘ ઈલા સાચાણીનાં જીવન પર વિદ્યાર્થીઓ પાઠ ભણે છે.રાજ્ય સ્તરથી માંડીને નેશનલ સ્તરેની ભરત ગૂંથણ સ્પર્ધામાં ઈલા સાચણીએ ભાગ લીધેલો છે.

કુદરતે પગ હાથ ભલે ન આપ્યાં હોય પરંતુ  મહેનત અને મક્કમ મનોબળથી બધૂંજ આસાન બની શકે છે. જે વાતને ઈલા સાચાણીએ સાચા અર્થમાં પૂરવાર કર્યું છે. દરેક માટે પ્રેરણા સ્ત્રોત બની રહેવા માટે તેમનું આ કર્ય હિમ્મત અને કર્મ પ્રત્યે જીવન જીવવાનો રાહ પણ બતાવે છે.

modi

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s