ગુગલે પોતાનો એન્ડ્રોઇડ ફોન નેક્સસ 5 ભારતીય બજારોમાં લોન્ચ કર્યો

SANDESH

 નવી દિલ્હી, 20 નવેમ્બર

સ્માર્ટ ફોનમાં એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને આઈ ફોનની વચ્ચે રસાકસી ચાલી રહી છે ત્યારે ગુગલે પોતાનો એન્ડ્રોઇડ ફોન નેક્સસ 5 ભારતીય બજારોમાં લોન્ચ કર્યો છે. ગુગલ એન્ડ્રોઇડની એક નવી સીરિઝના ફોન નેક્સસ 5 ની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી જે હવે ભારતીય બજારોમાં લોન્ચ થઈ ગયો છે. નેક્સસ સીરિઝ માટે ગુગલ ફોનના હાર્ડવેર બનાવવા એલજી કંપની સાથે કરાર કરેલો છે માટે ભારતમાં જો આ ફોન ખરીદવો હોયતો એલજી આઉટલેટ પરથી મળી શકશે.

This slideshow requires JavaScript.

 આ ઉપરાંત ગુગલ પ્લે સ્ટોર પર ઓર્ડર કરવાથી પણ ફોન ખરીદી શકાશે. આ ફોનની ખાસિયત પર નજર કરીએ તો તેનો ડિસ્પ્લે 5 ઇંચનો છે જયારે 2 જીબી રેમ અને 8 મેગા પિક્સેલ કેમેરા સાથે 16 અને 32 જીબી ઇન બિલ્ટ મેમેરી સ્ટોરેજ છે. નેક્સસ 5 એ એન્ડ્રોઇડની નવી ઓએસ કિટકેટ 4.4 પર આધારિત છે અને ફોનમાં 2.3 ગીગા હર્ટઝ ક્વાર્ડ કોર ક્વાલ્કોમ સ્નેપ્ડ્રેગન 800 પ્રોસેસર છે જેના કારણે ફોન અન્ય ફોન કરતા ઝડપી ચાલી શકશે.

Clock for Smart Phones,prices and more…

આ ફોન સફેદ અને કાળા રંગમાં ઉપલબ્ધ છે નેક્સસ 5 ફોન ના 2 મોડલ અવેલેબલ છે જો તમે 16 જીબી મેમેરી વાળો ફોન ખરીદશો તો તમારે 28,999 રૂપિયા અને 32જીબીના ફોન માટે 32,999 રૂપિયા ચૂકવવા પડશે. જોવાનુ રહેશે કે હાલમાં લોન્ચ થયેલા આઈફોન 5 એસ અને સેમસંગના અન્ય એન્ડ્રોઇડ ફોન, નોટ અને ગેલેક્ષી સીરિઝને આ ફોન કેવી ટક્કર આપે છે.

MG

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s