દેશના લઘુ અને મધ્યમ કદના એકમોની નાણાભીડ હળવી કરવા રિઝર્વ બેંક સક્રિય!

http://www.sandesh.com/article.aspx?newsid=2885020

દેશના લઘુ અને મધ્યમ કદના એકમોની નાણાભીડ હળવી કરવા રિઝર્વ બેંક સક્રિય બની છે.

જેના ભાગરૂપ બે મહત્વના પગલાં જાહેર કરવામાં આવ્યા છે.

small sector industries in india

  • રૂ.૫૦૦૦ કરોડની ખાસ ‘રિફાઇનાન્સ’ સુવિધા જાહેર

મધ્યમ કદના એકમોને બેંકો તરફથી જે વધારાનું કે ઇન્ક્રીમેન્ટલ ધિરાણ અપાય તેને પ્રાયોરિટી સેક્ટર કે અગ્રીમ ધિરાણમાં ગણાશે. ઇન્ક્રીમેન્ટલ ક્રેડિટનો બેઝ ૧૩ નવે.૨૦૧૩ રહેશે. અને આ છૂટછાટ ૩૧ માર્ચ, ૨૦૧૪ સુધી અમલી રહેશે. અર્થાત ૧૩ નવે.ના રોજ બેન્કોના ચોપડે મધ્યમ કદના એકમોને અપાયેલા ધિરાણનો જે આંકડો હતો. તેમાં જે કાંઇ વૃદ્ધિ થશે તે, અગ્રીમ ધિરાણને પાત્ર ગણાશે.

Financing For Small Scale Industries in India

In this era of globalization the old grounds for small scale industries promotion like employment creation and balanced regional development are losing their relevance….[more]

બીજુ પગલું નાના અને લઘુ એકમો માટે લેવાયું છે. રિઝર્વ બેંકે તેમના લાભાર્થે રૂ.૫૦૦૦ કરોડની ખાસ રિફાઇનાન્સ ફેસિલિટી ઉભી કરી છે. ‘સીડબી’ મારફત તેનો લાભ અપાશે. આ યોજના અનુસાર, આ સેક્ટરને ૧૪ નવે.૨૦૧૩ના રોજ તેના નિકાસ કમાણી સહિતના જે કાંઈ ‘રિસિવેબલ્સ’ આઉટ સ્ટેન્ડિંગ છે, તેની સામે બેન્કો, સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન્સ તેમજ પાત્રતા ધરાવતી નોન- બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ તરફથી જે ધિરાણ અપાય તે, બદલ ‘રેપો રેટ’ના પ્રવર્તમાન દરથી રિફાઇનાન્સ મળી શકશે.

આ સુવિધા ૯૦ દિવસ સુધી ચાલુ રહેશે. ૧૪ દિવસની સ્પેશિયલ રેપો રેટ હેઠળની આ સુવિધા હેઠળ જે વિડ્રોઅલ થાય તેનું રોલ ઓવર પણ થઈ શકશે. આ બંને પગલાંથી નાના, લઘુ અને મધ્યમ કદના એકમોની નાણાભીડ હળવી થવાની ગણતરી રખાય છે.

Small-Scale Industries in India

Small-scale Industries are considered a harbinger of economic progress and have stemmed and grown out of India’s own skills, resources, enterprise and culture…[more]

લઘુ અને મધ્યમકદના ઉદ્યોગો દેશના સાચા ઉદ્યોગો

દેશની લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો દેશના અર્થતંત્રમાં 45 ટકા જેટલો ધરખમ હિસ્સો ઔદ્યોગિક ક્ષેત્રે ધરાવે છે. જ્યારે 40 ટકા હિસ્સો એક્સપોર્ટમાં ધરાવે છે. અંદાજે 6 કરોડ જેટલાં લોકોને રોજગારી દેશના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો પૂરી પાડે છે. તેમજ 8 હજાર જેટલાં ક્વોલિટી પ્રોડક્ટ વિશ્વભરમાં સપ્લાય પણ લઘુ અને મધ્યમકદના ઉદ્યોગો કરે છે.

મંદીનો તબક્કો ચાલી રહ્યો હતો ત્યારે દેશના મોટાં ઉદ્યોગો ઘૂંટણિયે બેસી ગયા હતા,પરંતુ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોએ પોતાની ક્ષમતા જાળવી રાખી હતી.

rural industries

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s