મુંબઈમાં ઝળક્યો વધુ એક માસ્ટર બ્લાસ્ટર, એક જ મેચમાં 546 રન

-સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પૃથ્વી શો નામના 14 વર્ષના વિદ્યાર્થીનો રેકોર્ડ

 પૃથ્વી શો..મુંબઈની જુનિયર ક્રિકેટ ટીમનો સભ્ય છે.

prithvi

Gujarat Samachar

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરની નિવૃત્તીને હજી અઠવાડિયુ પણ નથી વિત્યુ ત્યાં તો મુંબઈમાં સચિન જેવી જ ધૂંઆધાર બેટિંગ કરનારા વિદ્યાર્થીએ પોતાની ક્રિકેટ પ્રતિભાથી દેશના તમામ સમાચાર માધ્યમોનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળતા હાંસલ કરી છે. મુંબઈની રિઝવી સ્પિંગ ફિલ્ડ સ્કૂલના પૃથ્વી શો નામના વિદ્યાર્થીએ હેરિસ શિલ્ડ સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 546 રન ફટકારીને મુંબઈ સ્કૂલ ક્રિકેટ રેકોર્ડમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પોતાના નામે અંકિત કરી લીધો છે. પૃથ્વી મુંબઈ ક્રિકેટની જુનિયર ટીમનો સભ્ય છે અને તે લગાતાર સારૃ પ્રદર્શન કરી રહ્યો છે.

પૃથ્વીની બેટિંગથી ભલભલા બોલરો ડરે છે..

માત્ર 8 વર્ષની નાની ઉંમરે ક્રિકેટ જગતમાં પગરણ માંડનાર પૃથ્વીને મુંબઈની જુનિયર ક્રિકેટ ક્લબે તાલિમ માટે લંડન પણ મોકલ્યો હતો. હાલમાં પૃથ્વીની ઉંમર માત્ર 14 વર્ષની છે. તેમ છતાંય તે આક્રામક બેટિંગથી સિનીયર બોલરેને પણ હંફાવી દે છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે સચિન 15 વર્ષનો હતો અને વિનોદ કાંબલી 16 વર્ષની ઉંમરનો હતો તે વખતે બંનેની જોડીએ 664 રનની પાર્ટનરશીપનો રેકોર્ડ બનાવ્યો હતો. જે દરમિયાન સચિને 326 રન અને કાંબલીએ 349 રન બનાવ્યા હતા.

MG

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s