૨૧મી સદીની આયર્ન લેડી એન્જેલાને ઇન્ડિયાનો એવોર્ડ

ગુજરાતી વર્તમાનપત્ર સંદેશમાંથી સાભાર!

ઇન્દિરા ગાંધી પ્રાઈઝ માટે કદાચ એન્જેલા કરતાં સારી પસંદગી બીજી કોઈ જ ન હોત.

 

એક્સ્ટ્રા કોમેન્ટ    – કૃષ્ણકાંત ઉનડકટ

Ÿ         જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલને વર્ષ ૨૦૧૩નું ઇન્દિરા ગાંધી પ્રાઈઝ ફોર પીસ આપવાનો નિર્ણય મંગળવારે લેવાયો. એન્જેલાએ સત્તા સંભાળી પછી ભારત અને જર્મની વધુ નજીક આવ્યા છે. એન્જેલાનું વિઝન વ્યાપક છે. આખું યુરોપ અર્થતંત્ર સામે ઘૂંટણિયા ટેકવી ગયું હતું ત્યારે જર્મની ટટ્ટાર ઊભું રહ્યું હતું. ડચકાં ખાતાં યુરોપ માટે જર્મની આધારસ્તંભ બની રહ્યું છે. એન્જેલા મર્કેલ ખોટી વાત હોય તો કોઈને ગાંઠતાં નથી. જાસૂસી મામલે અમેરિકાને પણ રોકડું પરખાવી દીધું હતું કે તમે આવા છૂપા અને શરમજનક કામો બંધ કરો. સાચા હોય એની પડખે ઊભા રહેવામાં તેમણે ક્યારેય કોઈ હિચકિચાટ અનુભવ્યો નથી

germen iron lady

વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલનું નામ નંબર વન પર છે

વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા

વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલનું નામ નંબર વન પર છે. આ એન્જેલા મર્કેલને આપણો દેશ ૨૦૧૩ના ઇન્દિરા ગાંધી પ્રાઈઝ ફોર પીસથી નવાજવાનો છે. ગુજરાતીમાં શક્તિશાળી મહિલા વિશે એવું બોલવામાં આવે છે કે, સો ભાયડાને ભાંગીને ભગવાને એને ઘડી છે. એન્જેલા મર્કેલ વિશે પણ એવું જ કહેવાય છે કે, કુદરતે એને સો નેતાઓ સમકક્ષ શક્તિ આપી છે. વાત વિકાસની હોય કે શાંતિની, એન્જેલા મર્કેલે જે સ્ટેન્ડ લીધું હોય એ વાજબી જ ઠર્યું છે. ખોટી વાત હોય ત્યારે રોકડું પરખાવી દેનાર એન્જેલા મર્કેલ સામે અમેરિકા પણ સીધું ચાલે છે. આખા યુરોપ ઉપર અમેરિકાની ઇન્ફ્લુઅન્સ છે, પણ એન્જેલા કે એનું જર્મની ક્યારેય અમેરિકાની શેહશરમમાં આવ્યાં નથી.

The Authorized Biography

One political figure looms largest of all, Angela Merkel, the leader of its most powerful economy.

૫૯ વર્ષનાં એન્જેલા મર્કેલ ૨૦૦૫થી જર્મનીની ધૂરા સંભાળે છે. જ્યારથી તેમણે સત્તા સંભાળી છે ત્યારથી ભારત અને જર્મનીના સંબંધો વધુ ગાઢ બન્યા છે. બે વખત તેમણે ભારતની મુલાકાત લીધી છે. છેલ્લે ૨૦૧૧માં ભારતના પ્રવાસ વખતે દરેક ક્ષેત્રે ભારતની પડખે રહેવાની ખાતરી આપી હતી. સત્તા પર બિરાજ્યા પછી એક વર્ષમાં જ એટલે કે ૨૦૦૬માં જ તેમણે ઇન્ડો-જર્મન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ શરૃ કરી હતી.

એવું નથી કે, એન્જેલા મર્કેલ માત્ર ઇન્ડિયા માટે જ સારા છે, મુદ્દો સાચો હોય તો એ વિરોધી વિચાસરણી ધરાવનારા સાથે રહેવામાં પણ કોઈ ખચકાટ અનુભવતા નથી. અર્થતંત્રને ટકાવવા માટે એની પાસે પોતાની પોલિસીઝ છે. મંદીના સમયમાં આખું યુરોપ જબરું ફસાયું હતું ત્યારે જર્મનીને કોઈ ખાસ પ્રોબ્લેમ નડયો નહીં તેવું એકમાત્ર કારણ એન્જેલા મર્કેલની આર્થિક નીતિઓ રહી છે. યુરો ક્રાઈસીસના પગલે ગ્રીસે દેવાળું કાઢયું હતું. યુરોપના બીજા દેશો પણ પોતાનું અસ્તિત્વ ટકાવવા મથતા હતા, ત્યારે યૂરો કરન્સીને સૌથી મોટો સહારો જર્મનીનો રહ્યો હતો. આજે પણ સ્થિતિ તો એવી જ છે.

ભારત તરફથી તેને આ કંઈ પહેલો એવોર્ડ નથી. ૨૦૦૯માં પણ ભારત સરકાર તરફથી તેમને જવાહરલાલ નહેરુ એવોર્ડ ફોર ઇન્ટરનેશનલ અંડરસ્ટેન્ડિંગ એનાયત કરવામાં આવ્યો હતો. ભારત માટે જો કંઈ યાદગાર હોય તો એ ઇન્ડો-જર્મન સંયુક્ત કેબિનેટનું આયોજન છે. ભારત સમગ્ર એશિયાનો એકમાત્ર એવો દેશ છે જેણે જર્મની સાથે સંયુક્ત કેબિનેટ યોજી હોય અને બંને દેશના વિકાસ માટે પ્રયાસો હાથ ધર્યા હોય.

પોતે જે ધાર્યું હોય એ કરવામાં એન્જેલા કેટલા મક્કમ છે એનું ઉદાહરણ દલાઈ લામા સાથે તેમની મુલાકાત છે. ૨૦૦૭ની આ વાત છે. એન્જેલા મર્કેલે દલાઈ લામાને મળવાનું નક્કી કર્યું. આ વાતથી ચીનના પેટમાં તેલ રેડાયું. ચીને સરા જાહેર એન્જેલા મર્કેલની આ મુલાકાતનો વિરોધ કર્યો. આ વખતે એન્જેલા મર્કેલે સ્પષ્ટ રીતે કહી દીધું કે, દલાઈ લામા સાથે મારી મુલાકાત અનૌપચારિક છે, તેઓ એક ધર્મના વડા છે અને જ્ઞાની વ્યક્તિ છે. દલાઈ લામાને તેઓ મળ્યા અને આડકતરો મેસેજ પણ આપી દીધો કે, તેઓ શાંતિમાં માને છે અને હંમેશાં સાચાની પડખેરહે છે.

આખી દુનિયામાં જર્મનોની છાપ બળુકા લોકોની છે. જર્મનીના ડિક્ટેટર હિટલરની વાતો બહુ જાણીતી છે. જર્મનીએ પોતાની ઇમેજ બનાવવા બહુ મહેનત કરી છે. જો કે એન્જેલા મર્કેલના શાસન દરમિયાન જર્મનીની છાપ અને શાખ બંને વધી છે. પોતાના દેશમાં પણ એ ખૂબ જ લોકપ્રિય છે. જર્મનીમાં સળંગ ત્રણ વખત જીત મેળવી હેટ્રિક સર્જનાર એન્જેલા મર્કેલની લોકો લંડનના માર્ગારેટ થેચર અને આપણા દેશના ઇન્દિરા ગાંધી સાથે સરખામણી કરતાં આવ્યાં છે.

Angela Merkel

Born in West Germany but raised in East Germany, Angela Merkel has known both repression and freedom. With the fall of the Berlin Wall in 1989, Merkel started her meteoric rise to become Germany’s first female chancellor and one of the world’s most powerful women.

એન્જેલા મર્કેલ હમણાં અમેરિકાની સામે આવી ગયાં હતાં. અમેરિકા એન્જેલા મર્કેલની જાસૂસી કરતાં હોવાનું બહાર આવ્યું હતું. આખી દુનિયામાં પ્રાઈવસી અને માનવ અધિકારના ડંકા વગાડતું અમેરિકા પોતે જ બીજા દેશોના વડાઓની જાસૂસી કરે છે એ વાત એન્જેલા મર્કેલે ગાઈ-વગાડીને જાહેર કરી હતી. બ્રિટનના અખબાર ‘ર્ગાિડયન’માં એવા અહેવાલ પ્રસિદ્ધ થયા કે અમેરિકા વિશ્વના ૩૫ શક્તિશાળી નેતાઓની જાસૂસી કરે છે, એના ફોન ટેપ કરે છે, ઇન્ટરનેટ વ્યવહારો પર નજર રાખે છે અને સતત અમેરિકાની વોચમાં હોય છે. યુરોપિયન શિખર સંમેલન વખતે એન્જેલાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, મિત્રોની જાસૂસી ન કરવી જોઈએ. સંબંધોમાં વિશ્વાસ જ મહત્ત્વનો છે અને આવી ઘટનાઓ ઘણી વખત અવિશ્વાસનું સર્જન કરે છે.

જ્યારે એવી વાત બહાર આવી કે અમેરિકા જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ ડેલ્મા રોસેફની સત્તાવાર મંત્રણાઓ ઉપર નજર રાખે છે ત્યારે હોબાળો મચી ગયો હતો. મર્કેલ અને ડેલ્માએ સાથે મળી યુનાઈટેડ નેશન્સ સમક્ષ આ મુદ્દે ફરિયાદ કરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મર્કેલને ફોન કરીને જાસૂસી નહીં થાય તેવી ખાતરી આપી હતી.

આ ઘટનાઓની સાથોસાથ બીજી તરફ એન્જેલા મર્કેલના વખાણ એ રીતે થતાં હતા કે એ એટલી શક્તિશાળી નેતા છે કે, અમેરિકાએ પણ તેના પર નજર રાખવી પડે છે. કોઈ તેને ઇગ્નોર કરી શકે તેમ નથી. આમ તો બચપણથી જ તેના તેવર જબરજસ્ત રહ્યા છે.

૧૯૮૯ની ક્રાંતિ તેમને રાજકારણમાં લાવવા કારણભૂત બની હતી. પહેલાં કેમિસ્ટ અને પછી રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવનાર એન્જેલા રાજકારણમાં પ્રવેશ યોગાનુયોગ હતો, પણ રાજકારણમાં સક્રિય થયા પછી તેમણે સમગ્ર વિશ્વના દેશો, વિચારસરણીઓ અને પોલિસીઓનો અભ્યાસ કર્યો અને પોતાના દેશને કેવી પોલિસી અનુકૂળ આવે તેમ છે એ વિચારીને કામ શરૃ કર્યું અને સફળતા મેળવી. પર્યાવરણ ક્ષેત્રે પણ તેના પ્રદાનની નોંધ આખી દુનિયાએ લીધી છે.

ઇન્દિરા ગાંધી પ્રાઈઝ માટે કદાચ એન્જેલા કરતાં સારી પસંદગી બીજી કોઈ જ ન હોત. આ પગલાંથી બંને દેશો વધુ નજીક આવશે એવું કહેવું એટલા માટે બરાબર નથી. કારણ કે મર્કેલના નેતૃત્વ પછી બંને દેશો ઓલરેડી નજીક જ છે !

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s