સચિનની વિદાય ક્રિકેટ ચાહકો નિરાશ & Summery of Sachin’s Life 1989 to 2013.

૧૦૦ સદી અને ૫૦,૦૦૦ રનનો રેકોર્ડ ગોડ રિટાયર!

sachin

ભારતીય ક્રિકેટમાં સચિન તેંડુલકર સૌથી મોટો દિગ્ગજ ખેલાડી છે, તેમાં કોઇ શંકાને સ્થાન નથી. ગુરુવારે જ્યારે સચિન વેસ્ટ ઇન્ડીઝ સામે તેની કારકિર્દીની ૨૦૦મી ટેસ્ટ સાથે ક્રિકેટને અલવિદા કહેવા જઇ રહ્યો છે ત્યારે તેના ચાહકો ભારે મને તેની વિદાયની તૈયારીઓ કરી રહ્યા છે.

  • તમામ લોકોની નજર માત્ર સચિન ઉપર જ મંડાયેલી રહેશે

ગુરુવારે બે ટીમો એકબીજા સાથે ટકારાઇ રહી હોવા છતાં તમામ લોકોની નજર માત્ર એક વ્યક્તિ ઉપર જ મંડાયેલી રહેશે, જેણે કોઇ પણ પ્રકારના વિવાદ વગર સતત ૨૪ વર્ષ સુધી પોતાનું જીવન માત્ર ક્રિકેટને જ અર્પણ કર્યું છે. ભારતમાં હવે સચિન રમતનું બીજું નામ બની ગયો છે અને ક્રિકેટની રમતમાં માત્ર ભારતમાં જ નહિ પરંતુ છેલ્લા બે દાયકાથી તે સમગ્ર દુનિયામાં ખ્યાતનામ બની ગયો છે.

કર્લી વાળ સાથે સચિન અસામાન્ય પ્રતિભા ધરાવતો હતો અને છેક ૧૯૮૯થી જ્યારે તે ક્રિકેટનાં મેદાન ઉપર પગ મૂકે ત્યારે કરોડો લોકોનાં દિલ તેના માટે ધબકતાં હતાં. ક્રિકેટ ઉપર અસામાન્ય પ્રભુત્વ ધરાવતી વ્યક્તિ જ્યારે ક્રિકેટને બાય-બાય કહેશે ત્યારે ટીમમાં તેનું સ્થાન લેતા અન્ય ખેલાડીને અનેક વર્ષો લાગશે.

અગાઉ ભારતીય ટીમ પહેલી ટેસ્ટ એક ઇનિંગ અને ૫૧ રનથી જીતી ચૂક્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં મેચ જીતવા કરતાં પણ વધારે ધ્યાન લોકોનું ભારતીય ક્રિકેટ ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડી સચિન પર વધારે મંડાયેલું રહેશે.

સચિન તેંડુલકર નહિ, સચિન રેકોર્ડકર

મહાન ક્રિક્રેટર સચિન તેડુલકરની આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટની ૨૪ વર્ષની કારકિર્દીમાં અનેક રેકોર્ડ સ્થાપિત કર્યા છે, જેના કારણે જ તે આજે સચિન તેડુલકર કરતાં રેકોર્ડકર તરીકે વધુ ઓળખાય છે, તેણે સ્થાપેલા રેકોર્ડમાં અમદાવાદ તેમ જ વડોદરા પણ સાક્ષી બન્યું છે. પરિણામે સચિનની યશકલગીની ગાથા લખાશે તેમાં અમદાવાદ અને ગુજરાત પણ સહભાગી બનશે. સચિને અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ૬૪૨ રન નોંધાવ્યા છે. તેમાંથી ત્રણ સદી ફટકારી હતી. તેમાં સૌથી વધુ ૨૧૭ રન ફટકારીને બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. રેકોર્ડ નોંધાવનારા સચિન માટે રેકોર્ડ નોંધાવવામાં ગુજરાત પણ તેના માટે ફળદાયી રહ્યું છે. સચિન તેડુલકરે ૧૯૮૯માં આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટમાં પદાર્પણ કર્યું હતું. આ ૨૪ વર્ષની આંતરરાષ્ટ્રીય કિક્રેટની કારકિર્દીમાં ૫૦ હજાર રન પૂરા કર્યા છે, તેમાં સચિને આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટમાં ૧૮ હજારમો રન તથા ૩૦ હજારમો રન અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં કર્યો હતો, તેનો યશ અમદાવાદની ભૂમિને જાય છે. સચિને અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં સાત વખત રમ્યો છે, તેમાં ત્રણ સદી ફટકારી છે. આ ત્રણ સદી પૈકીની પ્રથમ સદી ૩૦ ઓક્ટોબર-૧૯૯૯માં ૨૧૭ રન બનાવ્યા હતા, તો બીજી સદી ૧૩ ડિસેમ્બર-૨૦૦૧ના રોજ ૧૦૩ રન બનાવ્યા હતા અને ત્રીજી સદી ૨૦ નવેમ્બર-૦૯ના રોજ ૧૦૦ રન કરીને અણનમ રહ્યો હતો. આમ અમદાવાદમાં રેકોર્ડ સ્થાપનારા સચિને આંતરરાષ્ટ્રીય કારકિર્દીનું ૨૦મું વર્ષ પણ અમદાવાદમાં ઊજવ્યું હતું.

સચિને દેશમાં વન-ડેની પ્રથમ સદી વડોદરામાં ફટકારી હતી

સચિન તેડુંલકરે લાઇફ અને ટેસ્ટ મેચમાં ૧૯૯૦માં પ્રથમ સદી માન્ચેસ્ટરમાં ૧૧૯ રન કરીને નોટઆઉટ રહ્યો હતો, જયારે વન-ડેની પ્રથમ સદી વિદેશમાં કોલંબોમાં ૯-૯-૧૯૯૪માં ૧૧૫ રન કર્યા હતા, પરંતુ દેશની વાત કરીએ તો વન-ડેની પ્રથમ સદી દેશમાં વડોદરા ખાતે ઓક્ટોબર-૧૯૯૪માં ૧૧૫ રન કરીને નોંધાવી હતી.

ગુજરાતમાં સૌથી પહેલી સદી વડોદરા ગ્રાઉન્ડ પર નોંધાવી હતી

ગુજરાતમાં રમાયેલી ટેસ્ટ મેચની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી પહેલી સદી વડોદરામાં નોંધાવી હતી. વડોદરામાં ૨૮ ઓક્ટોબર-૧૯૯૪માં ૧૧૫ રન કર્યા હતા, જયારે વડોદરાના ગ્રાઉન્ડમાં બીજી સદી ૧૭ માર્ચ ૨૦૦૦ના રોજ ૧૨૨ રન કરીને કરી હતી અને ૩૧ જાન્યુઆરી-૦૭માં ૧૦૦ રન કરીને અણનમ રહ્યો હતો.

Cricket Ka Mahanayak Sachin

Cricket Ka Mahanayak Sachin [Paperback]
Rajshekhar Mishra (Author)
Be the first to review this item | Shop with Confidence
Price: 90.00
Inclusive of all taxes
Note: 50 delivery charge when purchased from uRead-shop
Usually dispatched in 2 to 3 days.
Sold and dispatched by uRead-shop.

Cricketer of the Century

There cannot be another Sachin Tendulkar – Virender Sehwag, part of India’s World Cup winning squad and the team that took India to its No. 1 Test ranking, Sachin Tendulkar has blazed his way through the cricketing world for more than two decades, tearing through matches and records alike. The highest run-getter in both Tests and ODIs in the history of the game, he has also reached what is a truly fabulous milestone one hundred international centuries. Sachin: Cricketer of the Century takes the reader on a journey from stellar innings to stellar innings, surveying the batting genius’s brilliant career through the eyes of a pantheon of people who are legends in their own right from Adam Gilchrist, Matthew Hayden, Nasser Hussain and Courtney Walsh to Waqar Younis, Sanath Jayasuriya, Kapil Dev, Sourav Ganguly and Rahul Dravid. This is the ultimate tribute to the greatest batsman the modern era has seen.

501 Things You Didn't Know

This book delves into the life of the milestone man, both on and off the field, through quizzes and a slew of factoids and trivia about him. The questions, encompassing various phases of Sachin s life and cricketing career, try to unravel the enigma that is the man and gives a chance to his fans to test their knowledge about their idol. Ranging from his childhood, to his days as a prodigy, to his baptism by fire in international cricket, to the making of the greatest modern-day cricketer and an iconic brand, the book covers a wide spectrum of interesting information and lesser-known facts about India s biggest sporting icon

Biography

The first in-depth and comprehensive biography of Sachin Tendulkar that puts the cricketer and the human being in perspective.

If Cricket is a Religion, Sachin is God

In this book, the authors, who consider themselves fans and analysts in equal measure, follow the career of the cricketing demigod – his advent, his peak, his fall, and his resurrection. Armed with irrefutable statistical data, which they contextualize and analyse with rigour, the authors seek to end all debate on Tendulkar’s status as the greatest cricketer of the modern era.

The Story of the World's Greatest Batsman

At seventeen, Sachin Tendulkar became the second youngest man to make a hundred in international cricket; ever since, there has been no looking back. Today, Sachin is widely regarded as the world s finest batsman, with over 33,000 international runs the highest aggregate by far for any cricketer and an incredible 100 international centuries to his credit. In this biography of India s greatest sportsperson ever, Gulu Ezekiel pens a compelling account of Sachin the man and his passion for cricket. He tracks Sachin from his childhood when he first caught the bug of cricket, and follows him on his meteoric rise to international stardom. With unfailing attention to detail, he reconstructs the crucial matches and events that have marked Sachin s career and reveals the magic of the cricketer whom Wisden Cricket Monthly once dubbed bigger than Jesus .

 
સચિન માટે એવું કહી શકાય કે તે સંપૂર્ણ ક્રિકેટર અને ચાલાક બેટ્સમેન છે. ક્રિકેટમાં ક્યારે હરીફો પર આક્રમણ કરવું અને ક્યારે રક્ષાત્મક રમવું તેની અદ્ભુત સમજ તેનામાં હતી. ગમે તેવા ખૂંખાર બોલરોને તે ધૂળ ચાટતા કરતો હતો. -ગ્રેગ ચેપલ તેંડુલકરને જ્યારે રમતો જોયો ત્યારે જ મને આશ્ચર્ય થયું હતું. આ નાનકડો છોકરો જે પદ્ધતિથી બેટિંગ કરતો હતો તે પદ્ધતિ મને ઘણા સમય પછી જોવા મળી. મારી પત્નીને બોલાવીને મેં આ યુવકની બેટિંગ જોવા કહ્યું, તે અસલ મારી જેમ જ રમતો હતો. -સર ડોન બ્રેડમેન્ર સચિન ખૂબ શાંત અને ઠરેલ મગજનો ક્રિકેટર છે. મને તેની સાથે રમવા મળ્યું તે મારા અહોભાગ્ય છે. તેની સજ્જતા અને ટેક્નિકને કારણે તે મારા માટે ઓલટાઈમ ગ્રેટ હીરો બની રહ્યો છે. ક્રિકેટરમાં જે ગુણો હોવાં જોઈએ તે તમામ ગુણો તેનામાં કુદરતી રીતે જ હતાં.

-રાહુલ દ્રવિડ
તમે જ્યારે સચિનને મેદાન પર રમતો જુઓ ત્યારે સ્ટમ્પ આગળ જાણે ત્રણ મીટર પહોળું બેટ ઊભું રહી ગયું હોય અને મેદાન પર તે રનની રમઝટ બોલાવતો હોય તેવું જ લાગે. બોલર પાસે તેને આઉટ કરવાનો કોઈ સ્કોપ આવા સમયે રહે જ નહિ તે સ્વાભાવિક છે.

-માઇકલ હસ્સી
તેંડુલકર જે રીતે મેદાન પર રમે છે તેને જોતાં તેની રમતની ટેક્નિકમાં તમે કોઈ ખામી કાઢી શકો જ નહીં. બોલિંગ ફાસ્ટ હોય કે સ્પિન દરેક બોલને તે તેના બેટથી યોગ્ય રીતે ન્યાય આપે છે અને બોલરની એવરેજની પથારી ફેરવી દે છે.

-જેફ્રી બોયકોટ
મને ઊંઘમાં પણ સચિનનાં સપનાં આવે છે. તે મારી બોલિંગની ધોલાઈ કરતો હોય અને સિક્સર ફટકારતો હોય તેવો ઝંઝાવાત મેદાન પર ફેલાવે છે. તેને આવી રીતે રમતો અટકાવવો મુશ્કેલ છે. સર ડોન બ્રેડમેન સિવાય અન્ય કોઈ બેટ્સમેનને તેની હરોળમાં મૂકી શકાય જ નહીં.

-શેન વોર્ન
-કરાચીમાં સચિન તેની પ્રથમ ટેસ્ટ રમી રહ્યો હતો. તેણે અક્રમના એક બોલને કવરમાં ફટકારવાની કોશિશ કરી પણ તેમાં નિષ્ફળ ગયો. તેની ટેકનિક જોઈને મેં કેપ્ટન ઈમરાનને કહ્યું કે આ ખેલાડી ક્રિકેટમાં એક દિવસ નામ કાઢશે. ઈમરાન ખાને પણ મારા મંતવ્યમાં સંમતિ દર્શાવી હતી.

-અબ્દુલ કાદિર
સચિન જે હવામાં શ્વાસ લઈ રહ્યો છે તે હવા મારા માટે આશીર્વાદરૂપ છે. ક્રિકેટમાં મને તેના લીધે જ રસ વધ્યો, તેણે મને ઘણો સપોર્ટ કર્યો છે, આ માટે હું હ્ય્દયપૂર્વક તેનો આભારી છું. તે એક મહાન ખેલાડી અને દિલદાર માનવી છે.

– શાહરુખ ખાન
હું સિમલાથી ટ્રેનમાં દિલ્હી જતો હતો. એક સ્થળે ટ્રેન થોડો વધારે સમય થંભી ગઈ. સચિન ત્યારે ૯૮ રને રમતમાં હતો. પ્રવાસીઓ અને સ્ટાફ સચિનને સદી પૂરી કરતો જોવા બેતાબ હતા. સદી પૂરી થઈ પછી જ ટ્રેન આગળ વધી. સચિન એટલો મહાન છે કે તે સમયને પણ થંભાવી શકે છે.

-પીટર રોબોક
સચિન ભારતીય ક્રિકેટનું હ્ય્દય છે, તેણે જે રીતે મેદાનમાં રનના ઢગલા ખડક્યા છે તે અભિનંદનને પાત્ર છે. આ લિટલ ચેમ્પિયને મેદાનમાં કેટલા રન ફટકાર્યા તે પર ભારતીય ક્રિકેટનું ભાગ્ય ટકી રહે છે. સચિન ખરેખર ભારતીય ક્રિકેટનું હાર્દ છે.

-સુનિલ ગવાસ્કર
સચિન વજનદાર બેટથી રમતો એટલે અમને આશ્ચર્ય થતું. અમે ઓફ સ્ટમ્પની બહાર ફેંકેલો બોલ તે આવા ભારેખમ બેટથી સાહજિકતાથી મીડ વિકેટની પાછળ ધકેલતો, આમ મેદાન પર તે પક્ષીનાં પીછાંની જેમ બેટને ઘુમાવતો અને રનના ઢગલા ખડકતો હતો. તેની રમત અદ્ભુત રહેતી.

-બ્રેટ લી
મેદાન પર સચિનના મોટાભાગના શોટ્સ અદ્ભુત હોય છે. તેને રમતો નિહાળવો તે એક લહાવો છે. તે શા માટે વર્લ્ડક્લાસ બેટ્સમેન છે તે તેણે તેની રમત પરથી પુરવાર કર્યું છે. તેણે મેદાનમાં લગાવેલા કેટલાક ફટકા તો ક્યારેય જોવા મળશે જ નહીં.

-વસિમ અક્રમ
સચિનની રમત સામે આંગળી ઉઠાવતાં પહેલાં બે વખત વિચાર કરવો પડતો. ભારતમાં તમે એક સમયે વડા પ્રધાનને કઠેડામાં ઊભા કરી શકો પણ સચિન સામે આંગળી ઉઠાવવી મુશ્કેલ હતી. તેની રમત ટેકનિકથી ભરપૂર રહેતી.

-નવજ્યોત સિધ્ધુ
સચિન ખરેખર એક રોયલ ક્રિકેટર છે. ક્રિકેટમાં પહેલા બોલથી માંડીને છેલ્લા બોલ સુધી રમવા માટે તે સક્ષમ છે. તે ગમે તેવા બોલર સામે રમે ત્યારે તેની રમત ઉચ્ચ કક્ષાની હોય છે અને સફળતાની સીડી ચડવા જ રમતો હોય છે. તે ક્રિકેટમાં ૯૯.૫ ટકાની નિપુણતા ધરાવે છે.

-વિવિયન રિચાડ્ર્સ

૧૯૮૯

મેચ
રન
સદી
વિકેટ
એવરેજ
૨૧૫
૩૦.૭૧

૧૯૮૮માં માત્ર ૧૫ વર્ષની વયે ગુજરાત સામે પહેલી રણજી મેચમાં અણનમ ૧૦૦ રન ફટકારી ફર્સ્ટક્લાસમાં નાની વયે ડેબ્યુ મેચમાં સેન્ચ્યુરી મારનાર પહેલો ભારતીય ખેલાડી બન્યો હતો……[click here for detail summery from 1989 to 2013]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s