કુર્લામાં ઇમાનદાર રિક્ષા-ડ્રાઇવરે જ્વેલરી ભરેલી બૅગ માલિકને શોધીને પાછી કરી

Mid-day

દીકરીનાં લગ્નના દિવસે જ મુંબઈ આવેલો નાગપુરનો પરિવાર

કીમતી દાગીના અને કપડાં ભરેલી બૅગ રિક્ષામાં ભૂલી ગયો હતો

કુર્લામાં ઇમાનદાર રિક્ષા-ડ્રાઇવરે

કલ્યાણમાં ટ્રેનમાં બૅગ ભૂલી જનારાને કૉન્સ્ટેબલે તેની બૅગ પાછી કરી હોવાનો બનાવ હજી તાજો છે ત્યારે કુર્લામાં આવો બીજો એક બનાવ બન્યો હતો જેમાં એક ઈમાનદાર રિક્ષા-ડ્રાઇવરે ભારે જહેમત કરીને તેની રિક્ષામાં કીમતી જ્વેલરી ભૂલી ગયેલા પરિવારને શોધી કાઢીને એની બૅગ પાછી કરી હતી.

કુર્લા (ઈસ્ટ)માં નેહરુનગરમાં આવેલા હનુમાનનગરમાં રહેતા મોહન ઘોડવલેએ રવિવારે સાંજે ચાર વાગ્યે નેહરુનગરમાં આવેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટના બસસ્ટૉપ પાસેથી બે મહિલા સહિત ત્રણ પૅસેન્જરની સવારી લીધી હતી. આ ત્રણે જણ ચુનાભટ્ટી (ઈસ્ટ)માં પાટીલ લેનમાં આવેલા ધમ્મક્રાન્તિ વિહાર (લગ્નનો હૉલ)માં જવા માગતાં હતાં. તેમને ત્યાં છોડ્યા પછી તેણે મુલુંડ માટે બીજી મહિલા પૅસેન્જરને રિક્ષામાં બેસાડી હતી. તેણે રિક્ષામાં પડેલી બૅગ પ્રત્યે મોહનનું ધ્યાન દોર્યું હતું.

મોહને એ દિવસને યાદ કરતાં કહ્યું હતું કે ‘તે મૅડમ મારી રિક્ષામાં રેગ્યુલર બેસતાં હતાં એટલે તેમણે બૅગ પ્રત્યે મારું ધ્યાન જેવું દોર્યું એવું મેં તેમને તુરંત ઘાટકોપરમાં જ ઊતરીને બીજી રિક્ષા પકડવા માટે કહ્યું હતું અને તુરંત પહેલાં જે પૅસેન્જરોને મેં ધમ્મક્રાન્તિ વિહારમાં છોડ્યા હતા ત્યાં હું પહોંચી ગયો હતો, કારણ કે એ લગ્નનો હૉલ હોવાથી જરૂર કોઈ લગ્ન અટેન્ડ કરવા આવ્યું હશે અને બૅગ ભૂલી ગયું હશે એવો અંદાજ મને આવી ગયો હતો. એટલે ત્યાં જઈને તુરંત મેં મારી રિક્ષામાં બેઠેલી મહિલા પૅસેન્જરોને ઓળખી કાઢીને તેમના હાથમાં બૅગ સલામત રીતે આપી દીધી હતી ત્યારે જઈને મેં રાહતનો શ્વાસ લીધો હતો.’

જે પરિવાર મોહનની રિક્ષામાં પોતાની બૅગ ભૂલી ગયો હતો એ મૂળ નાગપુરના ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ કર્મચારી કુનવરલાલ ટેમ્બેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિક્ષામાંથી ઉતાવળમાં ઊતરી ગયા અને મોડેથી અમે બૅગ ભૂલી ગયા હોવાનું યાદ આવ્યું હતું. મારી વાઇફે તુરંત પોલીસમાં ફરિયાદ કરવા કહ્યું હતું. એ બૅગ અમારા માટે બહુ મહત્વની હતી, કારણ કે એમાં મારી દીકરીનાં લગ્નનાં કપડાં જ નહીં, લગભગ સાડાત્રણ લાખ રૂપિયાની કિંમતના દાગીના પણ હતા. જો એ બૅગ અમને પાછી નહીં મળી હોત તો ખબર નહીં અમારી શું હાલત થઈ હોત?

પણ મોહન બહુ ભલો અને નેકદિલ ઇન્સાન નીકળ્યો. તેણે અમને શોધી કાઢીને અમારી બૅગ પાછી કરી એ આજના જમાનામાં બહુ મોટી વાત કહેવાય એટલું જ નહીં, તેની આ કામગીરી બદલ અમે તેને ઇનામ આપવા ચાહ્યું તો તેણે એ લેવાની પણ ના પાડી દીધી હતી.’

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s