મેનેજમેન્ટ ગુરુઓનાય ગુરુ એવા પીટર એફ. ડ્રકર!

વિઝન-ware – દિવ્યેશ વ્યાસ    ગુજરાતી વર્તમાનપત્ર સંદેશમાંથી સાભાર!

આધુનિક મેનેજમેન્ટના જનક

મેનેજમેન્ટ ગુરુઓનાય ગુરુ એવા પીટર એફ. ડ્રકર આધુનિક મેનેજમેન્ટના જનક ગણાય છે. પીટરદાદાએ માલિકોના નફાને નહીં, પરંતુ માણસને કેન્દ્રમાં રાખીને મેનેજમેન્ટના પાઠ ભણાવ્યા હતા. શુભ કાર્યમાં જેમ શ્રીગણેશને સૌ પહેલાં યાદ કરવા પડે એમ મેનેજમેન્ટની વાત કરવી હોય તો પીટરદાદાનું નામ સૌથી પહેલાં લેવું પડે!

peter drucker

મેનેજમેન્ટ વિષય સાથે ભણતી કે મેનેજમેન્ટ સાથે સંકળાયેલી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે, જેણે પીટર એફ. ડ્રકરનું નામ નહીં સાંભળ્યું હોય. વિશ્વમાં મેનેજમેન્ટનો સૌથી પહેલો અભ્યાસક્રમ ઘડનાર પીટર એફ. ડ્રકર આધુનિક મેનેજમેન્ટના જનક તરીકે જગવિખ્યાત છે. પ્રવચન હોય કે પુસ્તક પ્રકાશન, આજે મેનેજમેન્ટ ગુરુઓની બોલબાલા છે ત્યારે મેનેજમેન્ટ ગુરુઓનાય ગુરુ એવા પીટર એફ. ડ્રકરના નામે મેનેજર્સ-એડમિનિસ્ટ્રેટર્સની અનેક પેઢીઓના ઘડતરનું મહાન કાર્ય બોલે છે.

પીટર એફ. ડ્રકર વીસમી સદીના ટોચના ચિંતકોમાંના એક ગણાય છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રે અનેક પરિવર્તનો આવ્યાં. ઉત્પાદન વધતાં વેચાણ વધારવા માટે પ્રોડક્ટના પ્રમોશન-માર્કેટિંગની પિંજણ વધી. વાહન-વ્યવહારની સગવડતા વધતાં વિતરણ સુગમ બન્યું પણ તેનું વ્યવસ્થાપન અગત્યની બાબત બની. કંપનીઓ માટે પોતાના દેશમાં પુરાઈ રહેવું શક્ય નહોતું ત્યારે આંતરરાષ્ટ્રીય તંત્ર વિકસાવવાનો પડકાર ઊભો થયો. કારખાના અને કંપનીઓ ગંજાવર બન્યા એટલે સમગ્ર એકમનું સંચાલન જટિલ બન્યું. આ સંજોગોમાં મેનેજમેન્ટ નામની નવી વિદ્યાશાખાનો પ્રારંભ એ સમયનો તકાજો હતો અને વિઝનરી ચિંતક પીટરદાદાએ આધુનિક મેનેજમેન્ટ વિકસાવ્યું. કહેવાય છે કે પીટરદાદાની મેનેજમેન્ટ થિયરીઝ અને ફિલોસોફીના પ્રતાપે જ વૈશ્વિક કંપનીઓની કલ્પના સાકાર થઈ શકી. તેમના મેનેજમેન્ટ પરના પ્રથમ પુસ્તક ‘ધ પ્રેક્ટિસ ઓફ મેનેજમેન્ટ’થી લઈને છેલ્લે અધૂરું રહેલું, ‘મેનેજિંગ ઇગ્નોરન્સ’ સહિતનાં પુસ્તકો મેનેજમેન્ટના વિદ્યાર્થીઓથી લઈને વૈશ્વિક કંપનીના સીઈઓને આજ દિન સુધી માર્ગદર્શન આપતા રહ્યા છે. પોતાના બહોળા અનુભવો અને અધ્યયનના આધારે તેમણે આપેલી મેનેજમેન્ટ થિયરીઝ આજે પણ પ્રસ્તુત છે અને એટલે જ તેઓ મેનેજમેન્ટ ગુરુઓના પણ ગુરુ ગણાય છે. પ્રોફેસર તરીકેની સેવા બજાવવાની સાથે સાથે તેમણે દાયકાઓ સુધી ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ સહિતનાં અખબારોમાં કટાર લખી હતી. તેમના નામે કુલ ૩૮ પુસ્તકો બોલે છે, જેમાં મુખ્યત્વે ૧૫ પુસ્તકો તો પ્યોર મેનેજમેન્ટનાં છે. તેમનાં પુસ્તકો લગભગ ૩૦થી વધુ ભાષાઓમાં અનુવાદ પામ્યાં છે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં તેમના પાયારૂપ પ્રદાનને ધ્યાનમાં રાખીને અમેરિકન, બલ્ગેરિયન, ઇંગ્લિશ, સ્પેનિશ, સ્વિસ વગેરે કુલ મળીને પચીસેક યુનિવર્સિટીએ પીટરદાદાને ડોક્ટરેટની માનદ્ ડિગ્રીથી નવાજીને પોતાની શાનમાં વધારો કરેલો છે. મેનેજમેન્ટ ક્ષેત્રે પીટરદાદાનું પ્રદાન એટલું મોટું અને મહાન છે કે કોઈ શુભ કાર્યમાં જેમ સૌથી પહેલાં શ્રીગણેશનું સ્મરણ કરવું પડે એમ મેનેજમેન્ટના કોઈ મુદ્દે ચર્ચા કરવી હોય તો પીટરદાદાનું નામ સૌથી પહેલાં લેવું પડે!

પીટર ફર્ડીનાન્ડ ડ્રકર મૂળ ઓસ્ટ્રીયાના વતની હતા. તેમનો જન્મ ઓસ્ટ્રીયાની રાજધાની વિયેના નજીકના કાસગ્રેબન નામના ગામમાં ૧૯ નવેમ્બર, ૧૯૦૯ના રોજ થયો હતો. પિતા એડોલ્ફ ડ્રકર જાણીતા વકીલ હતા અને માતા કેરોલિયન બોન્ડી મેડિસિનનું ભણેલાં હતાં. તેમના ઘરમાં હંમેશાં બૌદ્ધિક, સરકારી અમલદારો, વિજ્ઞાનીઓનો જમાવડો રહેતો હતો. તેમને આઠ વર્ષની ઉંમરે સિગ્મંડ ફ્રોઇડને મળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલું. અભ્યાસમાં હોશિયાર પીટરે પોતાના પિતાના માર્ગે ચાલીને ઇન્ટરનેશનલ લો અને પબ્લિક લોમાં જ પીએચડીની પદવી પ્રાપ્ત કરેલી. પહેલેથી ક્રાંતિકારી અને સુધારાવાદી પીટર ફાસીવાદ-નાઝીવાદના વિરોધી હતા. ૧૯૨૭માં હિટલરે જ્યારે પહેલી નાઝી બેઠક બોલાવેલી ત્યારે જર્મનીમાં ફ્રેન્કફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પીટરે ઉગ્ર વિરોધ નોંધાવેલો. જર્મનીમાં હિટલરનું શાસન આવ્યું પછી તરત તેઓ લંડન ચાલ્યા ગયા હતા અને ત્યાંથી પછી અમેરિકામાં સ્થાયી થયેલા. જર્મનીના અનુભવ પછી તેમને સત્તાના કેન્દ્રીકરણનાં જોખમો સમજાઈ ગયેલાં. તેમણે ૧૯૪૦માં સત્તાના વિકેન્દ્રીકરણનો ખયાલ આપેલો.

કંપની કે કારખાનાંઓએ કર્મચારીઓ, મજૂરોને પોતાની સંપત્તિ ગણવી જોઈએ, જવાબદારી નહીં, એવો ખયાલ આપનાર પીટરદાદા પહેલા વિચારક હતા. તેમણે કર્મચારી માટે ‘નોલેજ વર્કર’ શબ્દ પ્રયોજેલો. કોર્પોરેટ કંપની એટલે નફો રળવાનું તંત્ર નહીં, પરંતુ તે એક માનવીય સમુદાય છે, જે કર્મચારીઓના વિશ્વાસ અને સન્માનથી ચાલે છે, એવું તેઓ દૃઢપણે માનતા હતા. તેમણે બિઝનેસમાં ગ્રાહકનું મહત્ત્વ પણ પ્રતિપાદિત કર્યું હતું. તેઓ ભારપૂર્વક કહેતાં કે ગ્રાહક વિના કોઈ બિઝનેસ સંભવે નહીં, એટલે તેનો પૂરેપૂરો વિચાર થવો જોઈએ અને તેનું સન્માન કરવું જોઈએ. તેમણે નેતૃત્વનાં લક્ષણો અને શૈલી વિશે દાયકાઓ પહેલાં જે વાત કહેલી તે આજે પણ પ્રસ્તુત છે. જિંદગીના ઉત્તરાર્ધમાં તેઓ કોર્પોરેટ કંપનીઓની ઢબછબથી દુઃખી હતા. સામાન્ય કર્મચારીઓ કરતાં મેનેજરોને ૨૦-૨૦ ગણો વધારે પગાર મળે અને કોસ્ટ કટિંગની વાત આવે ત્યારે સામાન્ય કર્મચારીઓને જ છૂટા કરવામાં આવે, એવી નીતિના તેઓ ટીકાકાર હતા. તેઓ મુક્તબજારના હિમાયતી હોવા છતાં જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં મૂડીવાદના ટીકાકાર બનેલા. તેમણે કોર્પોરેટ કંપનીઓને સેવા આપવાનું બંધ કરીને બિનનફાકારક સંસ્થાઓના વિકાસમાં રસ લીધેલો.

૯૬મા જન્મદિવસને માત્ર આઠ દિવસની વાર હતી ત્યારે ૧૧ નવેમ્બર, ૨૦૦૫ના રોજ મેનેજમેન્ટના મહાન ચિંતકનું નિધન થયેલું. તેમનું જ્ઞાન પુસ્તકોમાં સચવાઈ રહ્યું છે, જે મેનેજમેન્ટ ક્ષેત્રે કાયમ માર્ગદર્શક બની રહેશે. તેમણે કહેલું એક અમર વાક્ય છે,”ધ બેસ્ટ વે ટુ પ્રિડિક્ટ ધ ફ્યુચર ઇઝ ટુ ક્રિએટ ઇટ.”

Other inks:

Peter Drucker Quotes

The Drucker Institute

Books written by Mr. Petre Drucker

The Practice of Management The Definitive Guide to Getting the Right Things Done

The Best of Peter Drucker on Management Selections from Sixty-Five Years of Writing, Community, Society and Polity Managing in Turbulent Times Management

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Book written by John E. Flaherty

How the World's Foremost Management Thinker Crafted the Essentials of Business Success

“Flaherty has accomplished the impossible: making a systematic thinker out of me. I am particularly impressed by his skill in balancing chronology and themes, and that over a sixty–year–span. I have learned a great deal about my work from this book.”
— Peter F. Drucker

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s