પચાસથી વધુ દેશોના સાડાછ હજાર કૉઇનનું કલેક્શન કર્યું છે પાર્લામાં રહેતા ડૉક્ટર ને તેમની પુત્રવધૂએ

MID-DAY

ડૉ. ઉપેન્દ્ર સંઘવી ૧૯૮૬માં પહેલી વાર યુરોપ ગયા હતા ત્યારે તેમનાં બાળકોને દેખાડવાના ઉદ્દેશથી ત્યાંના થોડા સિક્કા પોતાની સાથે લઈ આવ્યા. ત્યાર બાદ શરૂ થયેલો ક્રમ હજી સુધી ચાલુ છે. આટલા વાઇડ કલેક્શન માટે તેમનું નામ લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં પણ નોંધાયું છે


(પીપલ-લાઇવ – ધુણકી – રુચિતા શાહ)

અમેરિકા, ચીન, જપાન, ઇંગ્લૅન્ડ, ઇન્ડોનેશિયા, સિંગાપોર, ફિલિપીન્સ, કોરિયા, મૉરિશ્યસ, થાઇલૅન્ડ, શ્રીલંકા, નૉર્વે, સ્વીડન જેવા ૫૦થી વધુ દેશોના વિવિધ સિક્કાઓનું અનોખું કલેક્શન ૭૨ વર્ષના ડૉ. ઉપેન્દ્ર સંઘવીએ કર્યું છે. વિવિધ દેશોની કરન્સી ને સાડાછ હજાર કૉઇન એકત્રિત કરવા માટે પંજાબની બુક ઑફ યુનિક વર્લ્ડ રેકૉર્ડસે એની નોંધ લીધી છે. તેમ જ લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં પણ તેમનું નામ નોંધવામાં આવ્યું છે.

Limca Book Records 2013 Edition

Price Rs. 220/- only(Cash on Delivery)

શુભ શરૂઆત

માહિમમાં પોતાનું ક્લિનિક ધરાવતા સેક્સોલૉજિસ્ટ ડૉ. ઉપેન્દ્ર સંઘવી કહે છે, ‘નાનપણમાં મારા પિતા સ્ટૅમ્પનું કલેક્શન કરતા હતા. એ વખતે તેમને જોઈને મને મજા પડતી, પરંતુ મેં ક્યારેય આવું કોઈ કલેક્શન કરવાનું વિચાર્યું નહોતું. જોકે ૧૯૮૬માં હું પહેલી વાર યુરોપ ગયો ત્યારે થોડા સિક્કા વધી ગયા. કરન્સી કન્વર્ટ કરાવીએ ત્યારે એ વખતે આ સિક્કાઓ કન્વર્ટ નહોતા થતા. એટલે મેં વિચાર્યું કે ઘરે જઈને બાળકોને બતાવીશ. યુરોપિયન કલ્ચરની છાપ એના સિક્કાઓમાં હતી. એટલે મને થયું કે બાળકો માટે આ એક લર્નિંગ અનુભવ થઈ પડશે. એ પછી તો જ્યાં પણ જતો ત્યાંથી થોડા સિક્કાઓ અને નોટો લઈને આવતો. શરૂઆતમાં તો એનું કલેક્શન કરવાનો કોઈ ઉદ્દેશ નહોતો, પણ પછી જેમ-જેમ સિક્કાઓની સંખ્યા વધતી ગઈ એમ થયું કે હવે એને ભેગા કરવા જોઈએ. પછી મારા માટે જે દેશમાં જાઉં એ દેશના વિવિધ સિક્કાઓ ભેગા કરવાની ધૂન જ લાગી ગઈ. અત્યારે મારી પાસે જે કલેક્શન છે એમાં ભાગ્યે જ કોઈ ડુપ્લિકેટ કૉઇન હશે.’

 

સાથી હાથ બઢાના

ઉપેન્દ્રભાઈને દેશ-વિદેશના સિક્કાઓ એકત્રિત કરવાની એક લગની લાગી ગઈ હતી જેમાં તેમની પુત્રવધૂ કવિતાનો સપોર્ટ મળી ગયો. તેના સસરાના આ કાર્યમાં તે પણ જોડાઈ ગઈ. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘હું લગ્ન કરીને આવી ત્યારે પપ્પા આ રીતે કૉઇન ભેગા કરતા હતા. મને પણ લાગ્યું કે એક કૉઇનમાં આપણી સેંકડો યાદો અને એ દેશના કલ્ચરની ઝાંકી સમાયેલી હોય છે. એટલે હું પણ જ્યારે કોઈ બીજા દેશની મુલાકાતે જાઉં તો સૌથી પહેલાં ત્યાં પહોંચીને ત્યાંની કરન્સીમાં જેટલા પણ કૉઇન હોય એ એક સાઇડ પર મૂકી દેતી.’

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s