શિક્ષણ અને ટેક્નોલોજીના ક્ષેત્રે ભારતને વિશ્ર્વકક્ષાએ પહોંચાડવાનો યજ્ઞ આદર્યો છે સેમ પિત્રોડાએ

Mumbai Samachar

શિક્ષણ અને ટેક્નોલોજીના ક્ષેત્રે ભારત

ભારતમાં આજે આપણે ટેલિ-કોમ્યુનિકેશનમાં જે ક્રાંતિ જોઈ રહ્યાં છીએ અને શિક્ષણક્ષેત્રે જે ઉત્તમ વિચારો અમલમાં આવ્યા છે તેના પ્રણેતા ભારતના પનોતાપુત્ર ડૉ. સેમ પિત્રોડા છે.

sam_pitroda

પિત્રોડાસાહેબ ભારતનું તો ગૌરવ છે પણ આપણા ગુજરાતીઓનું વધારે ગૌરવ છે. આપણો દેશ શિક્ષણ અને વિજ્ઞાનમાં કેવી રીતે ઊંચે આવે તેની વાત કરી તેમને દેશ વિજ્ઞાનમાં ઊંચે પાયે ખરા અર્થમાં શિક્ષિત બને, આપણી યુવાનપેઢી આગળ વધે તેની ખૂબ જ ચિંતા છે

 આજથી ર૭ વર્ષ પહેલા આપણને સેમ પિત્રોડાના નામની પણ ખબર ન હતી પણ આજે તેમનું નામ ખૂબ આદરથી લેવાય છે. તે તેમની ભારત પ્રત્યેની સેવા, લાગણી અને દેશભાવના છે. હાલમાં તેઓ નેશનલ નોલેજ કમિશનના અધ્યક્ષ છે અને વડા પ્રધાનનાTelecommunications Industry in Indiaવૈજ્ઞાનિક અને ટેક્નોલોજીના સલાહકાર છે. આ બધી દેશ-પ્રત્યેની તેમની નિ:સ્વાર્થ સેવાભાવના છે. તેમણે ઉચ્ચ શિક્ષણને ઉત્તમ બનાવવા ઘણા બધા સુધારા સૂચવ્યાં છે અને અમલમાં મુકવા ખૂબ જ મહેનત લીધી છે.

તેઓ જેટલું ફાંકડું અંગ્રેજી બોલે છે અને અંગ્રેજીમાં ખૂબ જ ઉપયોગી વિષયો પર તેમનાં મનનીય વ્યાખ્યાનો આપે છે તેટલું જ ફાંકડું તેઓ ગુજરાતી બોલે છે. ગુજરાતીઓ સાથે અંગ્રેજીનું અભિમાન રાખ્યા વગર શુદ્ધ ગુજરાતીમાં જ વાત કરે છે, દાયકાઓથી તેઓ અમેરિકામાં રહે છે, શિકાગોમાં રહે છે. શિકાગોના બધા જ એલાઈટ વિદ્વાનો, વિજ્ઞાનીઓ એન્જિનિયરો અને રાજકારણીઓ તેમને જાણે છે, તેઓનો પિત્રોડા સાહેબ સાથે ધરોબો છે. ભારતમાં આવ્યા ત્યારે પિત્રોડા અટક નવાઈ પમાડે તેવી લાગતી હતી આજે તે ઘર ઘરમાં જાણીતી છે.

Interesting links about Shree Sam Pitroda:-

1.Public Information Infrastructure and Innovations

2.Genius personalities of Gujarat.

પિત્રોડાસાહેબ જેટલા મહાન છે, તેટલા જ સરળ, સાદા અને ડાઉન ટુ અર્થ છે. સેવાભાવના રાખવાવાળા લોકોમાં આવા ઉત્તમ ગુણો હોય જ. તેઓ ભારતમાં આવે ત્યારે તેઓને સવારે ૮ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી બોલતા રહેવું જ પડે છે. સવારથી રાત સુધી લોકો તેમને મળવા, તેમને આમંત્રણ આપવા, વિચારો જાણવા અને તેમને તેમની તકલીફો કહેવા આવતા જ રહે છે. તેઓએ હૃદયનીInventive Indians બાયપાસ સર્જરી કરાવી છે. તેમ છતાં આ બધી તકલીફો, ટેન્શન, અને મહેનત સહન કરવી પડે છે. આ બધું શેને માટે? તો કહે દેશને માટે. નહીં તો તેઓ તો દોમદોમ સાહ્યબીમાં રહી શકે છે. તેટલું તેઓ તેમની શોધોની પેટન્ટ કઢાવીને કમાયા છે.

છેવટે તેમને લાગ્યું કે દેશની પણ સેવા કરવી જોઈએ માટે તેઓએ ભેખ લીધો છે. શિક્ષણ અને ટેક્નોલોજીના ક્ષેત્રે ભારત આગળ આવે માટે યજ્ઞ આદર્યો છે. તેમના શ્રીમતીજી અનુબહેન પિત્રોડાસાહેબની દેશની આ

ભક્તિ અને સેવાથી આનંદ અનુભવે છે. ગર્વ અનુભવે છે છતાં તેમને પિત્રોડા સાહેબની તબિયતની ચિંતા કર્યા કરે છે કે એકોતેર કે બોત્તેર વર્ષે દેશને આગળ લાવવા તેઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

તેઓ તેમના કુટુંબ માટે ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે પણ વર્ષમાં બેચાર દિવસ જ આપી શકે છે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s