કચ્છના સાહસિક દરિયાઈ ખેડુઓ…

ખલાસી પોતાની આવડત અને વર્ષોના અનુભવને આધારે તોફાનની આગાહી કરતા.

દરિયામાં તોફાન આવતાં પહેલાં જ દરિયાનાં પાણી, આકાશ અને વીજળીના રંગ પરથી

ખલાસી ભવિષ્યમાં આવનારી તોફાનની ભવિષ્યવાણી કરી દેતા

kutch

કચ્છની અસ્મિતાના ચમકતું પાસુ એટલે વહાણવટુ. દરિયાઈ વેપાર વ્યવહારને કારણે દેશ-વિદેશમાં કચ્છને ખૂબ ગૌરવ અપાવ્યું છે. જ્યારે વાંઢાઓએ જહાજવાડામાં પોતાની કરતબ દેખાડી અને વેપારીઓએ પોતાની સાહસિક્તા. વેપારીઓ પોતાની સાહસિકતાને પ્રતાપે આજે પણ જે જગ્યાના નામો આપણા માટે અજાણ્યા છે એવા દરિયાઓ ખેડ્યાં હતા અને તેને કારણે જ અમુક સ્થળોએ કચ્છી વસાહતો પણ ઊભી થઈ હતી. જોકે કચ્છનું વહાણવટુ આટલું સફળ અને પ્રસિદ્ધ થયું તે કચ્છના સાહસિક દરિયાઈ ખેડુને કારણે. આ સાહસિક દરિયાઈ ખેડુને જન્મ આપનાર પરિબળોમાં ભૌગોલિક પ્રતિકૂળતા, અલ્પ રોજગારની તક, જળમાર્ગોના વિકલ્પનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે.

ખારવા, ભડાલા અને વાઘેર કોમ તેમની સાહસિક્તા અને દરિયા ખેડવાની કુશળતા માટે ખૂબ જ પ્રખ્યાત થઈ. આજે તો આધુનિક titanicયંત્રોની મદદથી વહાણો દેશ-વિદેશની મુસાફરી સરળતાથી ખેડી લે છે, પણ તે સમય કચ્છના ખલાસીઓ આ પ્રકારની કોઈ પણ સુવિધા કે સાધનો વિના આફ્રિકાના દૂરના બંદરોની મુસાફરી ખેડતા તે માત્ર પોતાની હૈયાઉકલત અને કોઠાસૂઝની મદદથી. આજે આપણે વહાણવટું ખેડનારા આ ખલાસીઓની દુનિયામાં ડોકિયું કરવા નીકળી પડ્યા છીએ તો ચાલો…

ઈ.સ. ૧૬૦૦ સુધી કચ્છનો સાગરખેડુને હંમેશા પવન અને દરિયા સામે જ થવું પડતું હતું અને આજે ખલાસીઓને જે પ્રકારની લક્ઝરી મળે છે તેવી કોઈ પણ લક્ઝરી કે સુવિધા વિના માત્ર પોતાની કોઠાસૂઝ, કુશળતા અને હૈયાઉકલતને કારણે વાહણને સાચી દિશામાં લઈ જવા સક્ષમ હતા. તે વખતે દરિયાની મુસાફરી આજના જેટલી સરળ અને સુવિધાજનક નહોતી. દરિયો ખેડતી વખતે આવનારી બધી મુસીબતોનો બહાદુરી અને ઈમાનદારીથી સામનો કરીને દરિયા ખેડવાની પોતાની કુશળતાને પરંપરાગત બનાવી લીધી.

વહાણ પર ૧૦ ૧૫ માણસોનો એક કાફલો હોય અને આ બધાનો જે ઉપરી હોય તેને નાખુદા કે માલમ કહેવામાં આવતો. વહાણને સુરક્ષિત રીતે સાચી દિશામાં લઈ જવાની જવાબદારી આ માલમને માથે રહેતી અને એ જ રીતે વિવિધ લોકોને વહાણ પર વિવિધ ફરજો સોંપવામાં આવતી. આ કાફલાની સંખ્યા વહાણના કદ પર આધાર રાખતી. જો વહાણ વધુ મોટું હોય કે તેમાં બે માલમ jawsરાખવામાં આવતા. દરિયામાં ચાંચિયાઓનો ભય હોવાને કારણે રાતના સમયે સામાનની રક્ષા કરવા માટે આ લોકો આંખનું મટકું ય માર્યા વિના પોતાની પોરી (ફરજ) બદાવતા.

આપણા માટે તો દિશાઓ એટલે પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, નૈર્ઋત્ય, વાયવ્ય અને અગ્નિ ખરું ને? પણ વહાણવટીમાં ભાષામાં ચારે દિશાને અલગ અલગ નામ આપવામાં આવ્યા હતા. જેમ કે ઈશાનને મકરાણીલાલ, અગ્નિને કચ્છી લાલ, નૈઋત્યને મલબારીલાલ અને વાયવ્યને બખાઈલાલ તરીકે ઓળખવામાં આવતો અને એ જ રીતે ચારે દિશામાંથી વહેતા પવનને પણ જુદા જુદા નામે ઓળખવામાં આવતા.

પહેલાંના સમયમાં અત્યારની જેમ તોફાનોની આગાહી કરનારા યંત્રોની પરિકલ્પના જ અશક્ય હતી. તેથી ખલાસી પોતાની આવડત, વર્ષોના અનુભવને આધારે તોફાનની આગાહી કરતાં. દરિયામાં તોફાન આવવા પહેલાં જ દરિયાના પાણી, આકાશ અને વીજળીના રંગ પરથી ખલાસી ભવિષ્યમાં આવનારી તોફાનની ભવિષ્યવાણી કરી દેતા.

જ્યારે પણ તોફાન આવવાનું હોય તેના એકાદ દિવસ પહેલાં વહી રહેલાં મંદ મંદ પવન અને પાણીમાંથી નીકળતાં પરપોટા પરથી એકાદ દિવસમાં દરિયા પર તોફાન ત્રાટકશે, એવી આગોતરી જાણ આ ખલાસીઓને કઈ રીતે થઈ જતી એ આજે પણ આપણને મૂંઝવી દે એવો પ્રશ્ર્ન છે.

મિત્રો અહીં થોડી રસપ્રદ વિગતો તમારી સાથે શેઅર કરવાનું મને ચોક્કસ ગમશે અને એ જ રીતે તમને પણ એ વિગતો જાણી ચોક્કસપણે આશ્ર્ચર્ય થશે એ વાતની ખાતરી છે. માલમોની એવી માન્યતા હતી કે આકાશમાં જે દિશામાં વીજળી ચમકે એ દિશામાંથી તોફાન આવે. વીજળીના રંગ પરથી જ માલમ આવનારું તોફાન કયા પ્રકારનું હશે તેનું ભવિષ્ય ભાંખી દેતા.

જો આકાશમાં લાલ રંગની વીજળી થાય તો ‘હાથિયા’ નામનું તોફાન આવે એવી માલમોની ગણતરી હતી અને એ જ રીતે તો જો આકાશમાં નાની નાની વાદલડી અહીંયા ત્યાં દોડાદોડી કરતી જોવામાં આવે તો જોરદાર પવન ફૂંકાય.

તમને જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે આ તોફાનોના આવવાનો પણ એક ચોક્કસ સમયગાળો હોય છે એ જ સમયાગાળા દરમિયાન એ પ્રકારના તોફાન આવતા. દિવાળીના સમયે આવતા તોફાનને ‘હાથિયા’ તરીકે ઓળખવામાં આવતો અને દિવાળીના બે મહિના બાદ જ ‘પાંસઠિયા’ નામનું તોફાન આવતું. જ્યારે એક ઈન્ટ્રસ્ટિંગ તોફાન ઓવું પણ હતું કે જે અરબસ્તાનથી હિંદ તરફ આવતા વાહણોને ‘જમસ્તાન’ તરીકે ઓળખાતું.

હાથિયા, પાંસઠિયા અને જમસ્તાન જેવા તોફાનો ઉપરાંત આખા વર્ષ દરમિયાન કોશ, સુમાલ, નાથી, શિયાળામાં આવતો નવા નામનું તોફાન ક્યારેક ક્યારેક તો દરિયાને યુદ્ધભૂમિમાં પરિવર્તિત કરી નાખતું, આ ઉપરાંત મતલાઈ અને ધારી જેવા વિવિધ તોફાનો સમયાનુસાર કચ્છના દરિયામાં પોતાની હાજરી પુુરાવતાં જ હોય છે.

અત્યારે ટેક્નોલોજીના સમયમાં તો ખલાસીઓને એક જ ક્લિક પર આખી ગણતરી એક જ ક્ષણમાં થઈ જાય છે, પરંતુ પહેલાંના સમયમાં માલમ વિવિધ ગણતરી કરીને પોતાની કુશળતાના આધારે જ વાહણને સાચી દિશામાં લઈ જતાં. સરપ્રાઈઝિંગલી એમની એ ગણતરીઓ ભાગ્યે જ ખોટી પડતી.

ઈ.સ. ૧૯૮૯ સુધી આ જ રીતે માલમ દ્વારા ગણતરીઓ કરવામાં આવતી હતી. હવે નેવિગેટરથી હિસાબો થાય છે. ઉપરાંત સ્ટીમરમાં હવે કોમ્પ્યુટર, ઈન્ટરનેટ અને આધુનિક સંદેશવ્યવહારના સાધનો આવી ગયા છે અને આ યંત્રોની મદદથી એક જ ક્ષણમાં પહેલાં માલમો દ્વારા કરવામાં આવતી કલાકોની ગણતરી એક જ ક્લિક પર થઈ જાય છે.

જોકે દરેક સિક્કાની બે બાજુ હોય છે એ જ ન્યાયે આ આધુનિક ટેક્નોલોજીને કારણે એક વખત વારસાગત ગણાતી આ કળા હવે ધીરેધીરે લુપ્તતાને આરે પહોંચી ગઈ છે.

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s