ઉલ્કાવર્ષા

ભુજ, તા. ૯

દુનિયાભરના લોકોએ ઓકટોબરમાં લીઓનીડસ ઉલ્કાવર્ષાની આતશબાજી નિહાળી હતી. હવે બીજા તબક્કામા વિશ્વના લોકોએ તા. ૧૪થી તા. ર૦ નવેમ્બર દરમિયાન લીઓનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળવા થનગની રહ્યા છે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખી તૈયારી આરંભી દીધી છે, ત્યારે રાજ્યના વિજ્ઞાનપ્રેમીઓને અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્દભુત નજારો નિહાળવા રાજ્યભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે ખાસ આયોજન કર્યું છે.

દુનિયાભરમાં દર વર્ષે નવેમ્બર માસમાં તા. ૧૪મીથી ર૦ દરમિયાન લીઓનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ જોવા મળે છે. દેશ – વિદેશમાં કલાકથી ૧પથી પ૦ અને વધુમાં વધુ ૧૦૦ ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દ્રશ્યો જેવી અવકાશમાં જોવા મળે છે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે.

લીઓનીડસ ઉલ્કાવર્ષાનો વરસાદની મહત્તમ તારીખ ૧૬-૧૭ નવેમ્બરે અવકાશમાં રીતસર ઉલ્કાનો વરસાદ જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમિયાન ૧૦ થી ૧ર વખત અને વધુમાં વધુ ૧પ વખત ઉલ્કાવર્ષા અવકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમિયાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે અને તેમાંથી વિર્સિજત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિર્સિજત પદાર્થાનો શેરડો છોડતો જાય છે. જ્યારે પૃથ્વી પર આ વિર્સિજત પદાર્થાની વચ્ચેથી પસાર થાય છે. ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહતમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે.

ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય – ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી ચાર – પાંચ દિવસનો પડાવ નાખે છે. ચારેય દિશામાં ખગોળ રસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો અવકાશમાં જોવા મળે છે. ઘણા લોકો ગુણવત્તાના દુરબીનની વ્યવસ્થા કરી નજારો જુએ છે. ઉલ્કા વરસાદને નજરકેદ કરવા ૧૦ટ૫૦નું મેગ્નીફિકેશન ધરાવતું દૂરબીન ગોઠવી શકાય છે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s