જોગવાઈ વિનામૂલ્ય કાનૂની સલાહની!

પ્રાસંગિક – વૈશાલી વકીલ

ms

‘પંચ ત્યાં પરમેશ્ર્વર’ એ ઘણી જાણીતી ઉક્તિ છે. જોકે આજે ખાપ પંચાયત શબ્દ વિવાદનું કારણ બન્યો છે. ન્યાય મેળવવાનો સામાન્ય નાગરિકનો અધિકાર ત્યારે જ સાકાર થાય જ્યારે ત્ોન્ો સમયસર કાન્ાૂની સલાહ મળી શકે. આપણા દેશના બંધારણમાં સામાન્ય નાગરિક્ધો કાન્ાૂની સ્ોવા મળી શકે ત્ોવી જોગવાઈ કરવામાં આવી છે. લિગલ સર્વિસીસ ઓથોરિટીની રચના તા. ૯મી નવેમ્બર, ૧૯૯૫ના રોજ કરવામાં આવી હતી. એ દિવસન્ો લિગલ સર્વિસીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. સામાન્ય નાગરિક્ધો ન્યાયતંત્ર અન્ો કાયદા કાન્ાૂન વિશે જાણકારી મળી રહે એ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

દેશભરમાં આ દિવસ્ો લોક અદાલત ભરાય છે. કાન્ાૂની સલાહ વિશેના સ્ોમિનાર અન્ો વર્કશોપ પણ યોજાય છે. લિગલ સર્વિસીસન્ો મહત્ત્વ આપનારો કાયદો ઘડાવાની શરૂઆત ૧૯૮૦થી થઈ ચૂકી હતી. આ કાયદા અંતર્ગત લોકોન્ો વિનામૂલ્યે કાન્ાૂની સલાહ મળે એ માટે અલગ ગોઠવણ પણ કરવામાં આવી છે. ન્ોશનલ લિગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ ૧૯૮૭થી અમલમાં આવ્યો છે. જેમાં ૧૯૯૪ અન્ો ૨૦૦૨માં વિવિધ પ્રકારના સુધારા પણ કરવામાં આવ્યા છે.

લિગલ સર્વિસીસ ઓથોરિટીનું માળખું ૧૯૯૪માં રચાયું. જેમાં પ્ોટર્ન ઈન ચીફ તરીકે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હોય છે. રાષ્ટ્રપતિ જે વર્તમાન અથવા નિવૃત્ત ન્યાયાધીશનું નામ નોમિન્ોટ કરે એન્ો એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવામાં આવ્યા છે. ઓથોરિટીના અન્ય સભ્યોની પસંદગી કેન્દ્ર સરકાર ચીફ જસ્ટિસ સાથે ચર્ચા કરીન્ો લાયકાત અન્ો અનુભવન્ો આધારે કરે છે. આ ઓથોરિટી ઉપરાંત સુપ્રીમ કોર્ટ સહિત રાજ્યોની હાઈ કોર્ટ તથા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પણ ઓથોરિટીની રચના કરવામાં આવે છે. જ્યારે તાલુકા સ્તરે લિગલ સર્વિસીસ કમિટી હોય છે. આજે દેશની દરેક અદાલતમાં લોકોન્ો વિનામૂલ્યે કાન્ાૂની સલાહ મળી શકે એવી ગોઠવણ કરવામાં આવી છે.

જોકે આ વિનામૂલ્યે કાન્ાૂની સલાહ વિશે સામાન્ય જનતામાં જાગ્ાૃતિ લાવવાની તાકીદની જરૂર છે કારણ કે બહુ મોટો શિક્ષિત વર્ગ પણ એવો છે જેન્ો આ મફત કાન્ાૂની સલાહ વિશે વધુ જાણકારી જ નથી.

lok adalat

કોર્ટનું નામ પડતાંંની સાથે જ મોટા ભાગના લોકો ગભરાઈ જતા હોવાથી ત્ોઓન્ો આ બાબત્ો કોઈ જાણકારી જ હોતી નથી. એવામાં અચાનક કોર્ટમાં જવાનો સમય આવે તો એવા લોકો ખોબ્ો ખોબ્ો નાણાં ખર્ચીન્ો નામાંકિત વકીલો પાસ્ો દોડી જાય છે.

ઘણાં કિસ્સાઓમાં સમાધાનની અન્ોકગણી શક્યતા હોવા છતાં વકીલો સમાધાનની સલાહ આપવાન્ો બદલે કેસ ચલાવવાનો આગ્રહ રાખતાં જોવા મળે છે. જો લોકોન્ો વિનામૂલ્યે યોગ્ય કાન્ાૂની સલાહ મળી શકતી હોય તો સમાધાનની શક્યતા વધી જાય છે અન્ો અદાલતો પર કેસનો નિકાલ કરવાનો બોજ મહદ અંશે ઘટી જાય છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ. એસ. આનંદની અધ્યક્ષતા હેઠળ તા. ૫ ડિસ્ોમ્બર, ૧૯૯૫ના દિવસ્ો ન્ોશનલ લિગલ સર્વિસીસ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી. આ ઓથોરિટી દેશભરમાં સ્થાનિક સ્તરે કાર્યરત લિગલ સર્વિસીસ ઓથોરિટી કે કમિટી સાથે સંકલન જાળવી ગરીબ અન્ો સામાન્ય નાગરિકોની કાન્ાૂની સલાહ અન્ો વિનામૂલ્યે કાન્ાૂની સ્ોવા મળી રહે એનું ધ્યાન રાખે છે.

આમ તો આજે પણ દેશનાં અન્ય રાજ્યોની જેમ જ ગુજરાતનાં નાનાં ગામડાંઓમાં નાના મોટા આપસી વિવાદોના ઉકેલ માટે પંચ બોલાવવામાં આવે છે. જેમાં ગામના અન્ો જ્ઞાતિના અગ્રણીઓ વિવાદનો ઉકેલ લાવી બન્ને પક્ષો વચ્ચે સમાધાન કરાવે છે. પંચના ચુકાદાન્ો બન્ને પક્ષોએ સ્વીકારવો જ પડે છે.

સામાજિક વિવાદો ઉપરાંત વેપારધંધાન્ો લગતા વિવાદ ના ઉકેલ માટે પણ કાયમી સમાધાન પંચ જેવી સુવિધા શહેરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં એક જજ અન્ો સમાજસ્ોવકો લવાદનું કામ કરીન્ો મોટી મોટી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવી દેતા હોય છે. સુરતમાં ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા છેલ્લાં ૨૫ વર્ષથી કાયમી સમાધાન પંચનું સફળતાપ્ાૂર્વક સંચાલન કરવામાં આવી રહૃાું છે. દર મહિન્ો પહેલા, ત્રીજા અન્ો પાંચમા શનિવારે કાયમી સમાધાન પંચની બ્ોઠક મળે છે. જેમાં સામાજિક ત્ોમ જ વેપારી વર્ગના વિવાદોનો ઉકેલ લાવવામાં આવે છે. લોકો વિનામૂલ્યે મળતી આ સુવિધાનો લાભ ઉઠાવે છે.

ન્ોશનલ લિગલ સર્વિસીસ ઓથોરિટીની કામગીરીમાં દેશભરમાં સમયાંતરે લોકઅદાલતો યોજવાનું કામ પણ સામેલ છે. આ લોકઅદાલતોના સંચાલન માટે વર્તમાન કે નિવૃત્ત ન્યાયાધીશ અન્ો સ્થાનિક ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસીસ કમિટીએ જેની ભલામણ કરી હોય ત્ોવા સ્થાનિક આગ્ોવાનોની પસંદગી કરવામાં આવે છે. લોક અદાલતના ચુકાદાન્ો સિવિલ કોર્ટ કે સમકક્ષ અદાલતના ચુકાદા જેટલી જ માન્યતા આપવામાં આવે છે. જો લોક અદાલતમાં આવેલો કેસ અન્ય કોઈ અદાલતમાં ચાલતો હોય તો પણ લોક અદાલતના ચુકાદાન્ો જ માન્ય રાખવામાં આવે છે.

વળી જે અદાલતમાં કેસ ચાલતો હોય ત્યાંથી એ કેસ પાછો ખેંચી લેવામાં આવે છે અન્ો કોર્ટ ફી તરીકે ભરવામાં આવેલી રકમ ફરિયાદીન્ો પરત કરવામાં આવે છે. લોક અદાલતના ચુકાદાન્ો કોઈ પણ કોર્ટમાં પડકારી શકાતો નથી.જે એની વિશેષતા છે.

કોઈ કિસ્સામાં અદાલતમાં કેસ દાખલ ન થયો હોય તો પણ એ કેસન્ો લોક અદાલતમાં ન્યાય મળી શકે છે. લોક અદાલત લોકોન્ો વિનામૂલ્યે ન્યાય પ્ાૂરો પાડે છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર જેવાં મહાનગરો ઉપરાંત તાલુકા સ્તરે પણ લોક અદાલતો યોજાય છે. ખાસ કરીન્ો વાંસદા, ડાંગ, ગોધરા, પંચમહાલ જેવા આદિબહુલ વસતી ધરાવતાં કેન્દ્રોમાં પણ લોક અદાલતન્ો સારી એવી સફળતા મળવા લાગી છે.

સામાન્ય રીત્ો માનવ સ્વભાવમાં ગુસ્સો કે આવેશ લાંબો સમય ટકી શકતા નથી. જો કોઈક નિર્ણય આવેશમાં લેવાઈ ગયો હોય તો થોડા સમય પછી આવેશ ઓસરી ગયા બાદ એ નિર્ણય ફેરવી તોળવાની કોઈ પણ વ્યક્તિની ત્ૌયારી હોય છે. આવા સમયે જો યોગ્ય મફત કાન્ાૂની સલાહ મળી જાય તો માણસ ગ્ોરમાર્ગ્ો દોરાતો બચી જાય છે અન્ો ખોટા ખર્ચથી પણ બચી જાય છે.

મહાનગરોની કોર્ટમાં વિનામૂલ્યે કાન્ાૂની સલાહ આપનારાઓની જાણકારી આપતાં સાઈનબોર્ડ પણ મૂકવામાં આવેલા હોય છે. જેમાં સલાહ આપનારાઓના સંપર્ક નંબર અન્ો સરનામા પણ આપ્ોલા હોય છે પણ નાણાં ખર્ચીન્ો વકીલની સલાહ લેવા આવનારાઓ ઘણી વાર આવી જાહેરાતોેન્ો અવગણે છે.

ઘણા કિસ્સાઓમાં તો વકીલન્ો તગડી ફી ચૂકવનારાઓ આ મફત સલાહનું મૂલ્ય આંકી શકતા નથી અન્ો વિલંબિત ન્યાયપ્રક્રિયાના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. એ પછી લાંબો સમય કેસ ચાલવા છતાં કોઈ નિર્ણય ન આવતાં નછૂટકે એમણે લોકઅદાલતોનું શરણું લેવાની ફરજ પડે છે. ટૂંકમાં એટલું જ કહી શકાય કે આજના સમયમાં લોકોન્ો મફત કાન્ાૂની સલાહ મળે એ જરૂરી છે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s