આ ચાયવાલા ભાઈ લેખક પણ છે

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-03112013-23

મહારાષ્ટ્રના અમરાવતીના ૬૧ વર્ષના લક્ષ્મણ રાવ છેલ્લાં ૪૦ વર્ષથી દિલ્હીની ફૂટપાથ પર .

ચાની લારી ચલાવે છે ને સાથે પોતે લખેલાં પુસ્તકો જાતે જ પ્રકાશિત પણ કરે છે

laxman-rao

લોક-દરબાર – સેજલ પટેલ

ક્યારેક દિલ્હી જવાનું થાય અને વિષ્ણુ દિગંબર માર્ગના હિન્દી ભવન ઑડિટોરિયમ પાસેથી નીકળો તો ફૂટપાથ પર આવેલી એક ચાની લારીની મુલાકાત અચૂક લેજો. ૬૧ વર્ષના લક્ષ્મણ રાવ કડક, મીઠી ચા પિવડાવીને દિલ ખુશ કરાવી દેશે. ચાના ઠેલા પર બાજુમાં કેટલાંક હિન્દી પુસ્તકો પણ પડ્યાં છે. અને હા, આજુબાજુના ફેરિયાઓ અને કેટલાક ગ્રાહકો આ ચાયવાલાને ‘રાવ સાહેબ’ કહીને બોલાવે તો ચોંકશો નહીં. આ ભાઈ માત્ર ચાયવાલા નથી, એક લેખક પણ છે. ૨૪ પુસ્તકો પોતાના બળબૂતા પર જાતે પ્રકાશિત કરીને તેમણે વેચ્યાં છે. અત્યારે તેઓ ‘અહંકાર’ નામના પુસ્તકના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના અમરાવતી ગામમાં લક્ષ્મણ રાવને સ્કૂલકાળથી લેખક બનવાની ઇચ્છા હતી. ગામમાં હતા ત્યારે જ તેમણે પોતાનું પહેલું પુસ્તક ‘રામદાસ’ લખેલું. ગામમાં બનેલી સત્ય ઘટના પર આધારિત આ પુસ્તક પબ્લિશ થાય એવું તેઓ ઇચ્છતા હતા, પણ કોઈ પબ્લિશર તૈયાર ન થયું. લેખક બનવાનું સપનું પૂરું કરવા ૨૩ વર્ષની ઉંમરે ખિસ્સામાં ૪૦ રૂપિયા લઈને લક્ષ્મણભાઈ અમરાવતી છોડીને ભોપાલ પહોંચી ગયા. થોડા જ મહિનામાં ત્યાંથી દિલ્હીની વાટ પકડી. સર્વાઇવલ માટે હોટેલોમાં વાસણો ધોયાં અને કન્સ્ટ્રક્શન-સાઇટ પર મજૂરી પણ કરી.

Sony Xperia E (Dual SIM, Black)

Sony Xperia E (Dual SIM, Black)
Sale: 8,392.00
You Save: 598.00 (7%)
Inclusive of all taxes,
Note: Free delivery when purchased from INDIAFOTOSHOP

પુસ્તકના વેચાણમાંથી ઘરખર્ચ ચાલે એટલી આવક ન થતી હોવાથી તેમણે ચાની લારી ચાલુ રાખી છે. બપોરે ૧૨થી રાતના ૧૧ વાગ્યા સુધી ચાની લારીનું કામ કરીને ઘરે પહોંચે એ પછી સવારે ચાર વાગ્યા સુધી પુસ્તક લખવાનું કામ કરે છે.

લક્ષ્મણ રાવ પૂર્વ દિલ્હીના સાકરપુરમાં પત્ની અને બે દીકરાઓ હિતેશ અને પરેશ સાથે ભાડાના મકાનમાં રહે છે. હિતેશ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનું ભણી રહ્યો છે અને પરેશ દિલ્હી યુનિવર્સિટીમાંથી કૉમર્સ ગ્રૅજ્યુએટ થયો છે.

મૅટ્રિક પાસ લક્ષ્મણ રાવે આ કામની સાથે-સાથે ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન પણ કર્યું. પોતાની ચાની લારી પર આવતી એક ગરીબ છોકરીના જીવન પર પણ લક્ષ્મણ રાવે પુસ્તક લખ્યું છે. ૨૦૦૯માં આ પુસ્તક લઈને જ્યારે તેમને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રતિભા પાટીલને મળવાનું આમંત્રણ મળ્યું ત્યારે તો તેમની ખુશી જાણે સમાતી નહોતી.

રાષ્ટ્રપતિ દ્વારા મળેલા સન્માન પછી હવે ઘણા લોકો તેમને પૂછે છે કે ‘ચાનો ખૂમચો

બંધ કરીને ફુલટાઇમ લેખક ક્યારે બનશો?’

ત્યારે આ દાદાનો જવાબ હોય છે, ‘એ દિવસ પણ જરૂર આવશે.’

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s