૫૭ વર્ષની ઉંમરે સતત ત્રીજીવાર નેશનલ ગોલ્ડ મેળવ્યા

GUJARAT SAMACHAR
 અમદાવાદ નવરંગપુરામાં રહેતા નવનીતભાઈ ૫૭ વર્ષે પણ કેનેડામાં ૨૦૧૪માં 
યોજવામાં આવેલી ઈન્ટરનેશનલ ફિના વર્લ્ડ માસ્ટર ચેમ્પિઅનશીપમાં ગોલ્ડ 
જીતવાની પ્રિપરેશન કરી રહ્યાં છે.

પચાસની ઉંમર વટાવી ચૂકેલા વડીલો કામથી નિવૃત થવાની જલદી ઉતાવળ કરતા હોય છે. જ્યારે અમદાવાદ નવરંગપુરામાં રહેતા નવનીતભાઈ ૫૭ વર્ષે પણ કેનેડામાં ૨૦૧૪માં યોજવામાં આવેલી ઈન્ટરનેશનલ ફિના વર્લ્ડ માસ્ટર ચેમ્પિઅનશીપમાં ગોલ્ડ જીતવાની પ્રિપરેશન કરી રહ્યાં છે. તેઓ સતત ચાર વર્ષથી ૫૫થી ૫૯ વર્ષની એજ ગુ્રપમાં નેશનલ લેવલે ચેમ્પિઅન બનતા આવ્યાં છે. આ વર્ષે પણ તેમણે એક્વેટિકની ડાઈવીંગ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેળવ્યાં છે.

water sports

નવનીતભાઈ કહે છે કે, ભારતને જ્યારે અક્વેટિક (સ્વિમિંગની રમત) ડાઈવીંગમાં એક પણ મેડલ મળ્યો ન હતો ત્યારે ૨૮ વર્ષની ઉંમરે પહેલો બ્રોન્ઝ  અપાવ્યો હતો. હું ૩૮ વર્ષથી સ્વિમીંગ કરી રહ્યો છું. ૫૫થી ૫૯ એજ ગ્રુપની ૧૦મી ઈન્ટરનેશનલ માસ્ટર્સ એક્વટિક ચેમ્પિઅનશીપ ૨૦૧૩માં પ્લેટ ફોર્મ ડાઈવીંગ, ૩ મીટર સ્પ્રીગ બોર્ડ, ૧મીટર સ્પ્રીંગ બોર્ડ આ ત્રણેય ઈવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષે ઈટાલીમાં યોજાયલી ડાઈવીંગ સ્વિમીંગ સ્પર્ધામાં ઈન્જર્ડ થવાથી જીતી શક્યો ન હતો. પરંતુ અત્યારે આગામી યોજાવા જઈ રહેલી ૨૦૧૪ની ફિના વર્લ્ડ માસ્ટરમાં ચેમ્પિઅન સ્પર્ધા માટે પ્રેક્ટિસ કરી રહ્યો છું. હું ૬૦થી ૬૪ની ઉંમરના ગ્રુપ માં પણ સ્વિમીંગ ગેમ્સમાં ભાગ લઈશ. પરંતુ સ્વિમિંગ ક્યારેય નહિ છોડું. અત્યાર સુધી ૧૪ ગોલ્ડ, ત્રણ બ્રોન્ઝ અને બે સિલ્વર ડાઈવીંગ સ્પર્ધામાં મેળવ્યાં છે.

યુવાઓ પણ આ માટે આગળ આવે અને સ્પોર્ટ ક્ષેત્રે નેત્ર દીપક કામ કરી બતાવે તે જરૂરી છે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s