ભારત પોતાનું પ્રથમ મંગળ મિશન માર્સ ઓર્બિટર યાન લોન્ચ કરશે

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/india-mangalayana-mars-orbiter-missions-launched-in-andhra-pradesh-sriharikota

દેશ આખો નવા વર્ષના વધામણા કરતો હશે એ વખતે ભાઈબીજના દિવસે

મંગળ પર પહોંચનારી ચોથી મહાસત્તા બનશે ભારત

અમદાવાદ, તા.૨

orbirator

મિશન સફળ થશે તો અમેરિકા, રશિયા અને યુરોપિયન સ્પેસ એજન્સી બાદ મંગળ પર પહોંચનારી ચોથી મહાસત્તા બનશે ભારત
ભારતના મંગળ મિશનની સંપૂર્ણ જાણકારી આપતો કાર્યક્રમ જુઓ જીએસટીવી (GSTV) પર સવારે ૮ વાગ્યે અને રાત્રે ૮ઃ૩૦ વાગ્યે ભારત ૫મી નવેમ્બરે, ભાઈબીજના દિવસે મંગળયાન-માર્સ ઓર્બિટર મિશન લોન્ચ કરશે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા લોન્ચિંગ પેડ પરથી પીએસએલવી રોકેટ દ્વારા મંગળયાન લોન્ચ થશે. ભારતે અત્યાર સુધીમાં ૧૦૦થી વધારે વધારે ઉપગ્રહો-અવકાશયાનો લોન્ચ કર્યા છે. એ બધામા મંગળયાન સૌથી અનોખુ છે. કેમ કે અત્યાર સુધી લોન્ચ કરાયેલા ઉપગ્રહો-સ્પેસક્રાફ્ટએ માત્ર પૃથ્વીની ભ્રમણકક્ષામાં જ પહોંચવાનું હોય છે. જ્યારે મંગળયાને પૃથ્વીની ભ્રમણકક્ષાની બહાર નીકળી બ્રહ્માંડમાં ૨૨.૫ કરોડ કિલોમીટરની સફર પુરી કરી મંગળની ભ્રમણકક્ષા સુધી પહોંચવાનું છે.
ભારતનું મંગળમિશન ઓર્બિટર છે. એટલે કે મંગળયાન મંગળની ભ્રમણકક્ષા (ઓર્બિટ)માં ગોઠવાઈ મંગળ ફરતે છથી દસ મહિના સુધી ભ્રમણ કરશે. તેને મંગળની સપાટી પર ઉતરવાનું નથી.
ભારતે ૨૦૦૮માં ચંદ્રયાન લોન્ચ કરી અવકાશમાં એક મહત્ત્વપૂર્ણ સફળતા તો પહેલેથી જ અંકે કરી લીધી છે. ૫મી નવેમ્બરે બાપોરે અઢી વાગ્યે લોન્ચ થનારુ મંગળયાન મંગળની ભ્રમણકક્ષામાં સંભવતઃ ૨૦૧૪ની ૨૧મી સપ્ટેમ્બરે પહોંચશે. મંગળની સપાટીથી ૩૭૨ કિલોમીટર ઉપર રહી તેના પાંચ વૈજ્ઞાાનિક ઉપકરણો દ્વારા મંગળનો અભ્યાસ કરશે અને તેની વિગતો ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ને મોકલશે.
મંગળ પર પહોંચી ગયા પછી મંગળયાનમાંથી આવતા સંદેશાને પૃથ્વી પર પહોંચવામાં મહત્તમ ૨૦ મિનિટનો સમય લાગશે અને એટલો જ સમય પૃથ્વીના સંદેશાને ત્યાં પહોંચતા થશે. ચંદ્રયાન વખતે બેંગલોર પાસેના બિયાલાલુ ખાતે સ્થાપેલા ડીપ સ્પેસ નેટવર્ક ખાતે મંગળયાનનો તમામ ડેટા આવશે.
૧,૩૫૦ કિલોગ્રામનું મંગળયાન ઈસરોના વિજ્ઞાાનીઓએ માત્ર ૧૫-૧૭ મહિનાના ટૂંકા ગાળામાંઅને એ પણ માત્ર ૪૫૦ કરોડ રૃપિયાના મામુલી બજેટમાં તૈયાર કરી બતાવ્યુ છે.

મંગળની સપાટી પર આર્યન ઓક્સાઈડ (લોખંડ  પર લાગે એવો કાટ)નું પ્રમાણ વધારે હોવાથીએ લાલ દેખાય છે અને એટલે તેને રાતાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંગળ પર એક હતુ એ પાણીનું હવે ક્યાંય નામો-નિશાન મળતું નથી. કરોડો વર્ષ પહેલાના ભુતકાળનું મંગળનું પાણી (અને પાણી હોય તો સજીવો પણ હોય) ક્યાં ગુમ થઈ ગયું? મંગળ આજના જેવો વિષમ વાતાવરણ ધરાવતો કેમ બન્યો? મંગળની સપાટી પર તો ઠીક ભુગર્ભમાં ક્યાંય કોઈ બેક્ટેરિયા જેવા સજીવો પણ જીવે છે ખરાં.. વગેરે તપાસ માટે મંગળ પર યાનો મોકલાઈ રહ્યાં છે. ભારત પણ એટલે જ મંગળનુ ખેડાણ કરી રહ્યુ છે. જો મંગળયાન સફળ જશે તો અમેરિકા, રશિયા અને યુરોપિયન સ્પેસ એજન્સી પછી ભારત પણ મંગળ સુધી પહોંચનારી પૃથ્વીની ચોથી મહાસત્તા બનશે.
મંગળથી પૃથ્વીનું સરેરાશ અંતર તો ૪૦ કરોડ કિલોમીટરનું છે. પરંતુ મંગળની સુર્ય ફરતે લંબગોળ ભ્રમણકક્ષાને કારણે દર ૨૬ મહિને મંગળ અને પૃથ્વી પાસ-પાસે આવતા હોય છે. કોઈ પણ મિશન મોકલવાનો એ સર્વોત્તમ સમય છે. ભારત-અમેરિકા એ સમયે જ મોકલી રહ્યાં છે.મંગળ અને પૃથ્વી ફરી ૨૦૧૬માં અને એ પછી ૨૦૧૮માં એકબીજાની નજીક આવવાના છે. ત્યારે બીજા કેટલાક યાનો રવાના થશે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s