કુદરતી આહાર-પદ્ધતિ :ચમત્કાર કે વિજ્ઞાન?

ડૉક્ટરે કહી દીધેલું કે છ મહિના નહીં કાઢો, એ વાતને આજે છ વર્ષ થયાં

mid-day

અનેક પ્રકારની બીમારીઓને કારણે બોરીવલીમાં રહેતા જયંતી સોનીનું વજન વધીને ૧૫૪ કિલો થઈ ગયું હતું. જોકે અનાયાસ ધ્યાનમાં આવેલી કાચા ખોરાકને આધારિત કુદરતી ઉપચાર-પદ્ધતિને તેમણે ફૉલો કરી ને દોઢ મહિનામાં રિઝલ્ટ દેખાયું. છેલ્લાં પોણાપાંચ વર્ષમાં આ પદ્ધતિ અનુસાર જીવન જીવવાને કારણે તેમનું ૮૦ કિલો વજન ઘટ્યું છે. ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં છે તેમ જ બીજી તકલીફોમાં પણ ઘણો સુધારો છે

jyanti-soniજયંતી સોની ૧૫૪ કિલોના હતા ત્યારે અને આજે. તસવીરો: વિશાલ યાદવ

(પીપલ-લાઇવ – I Can – રુચિતા શાહ)

બોરીવલી (વેસ્ટ)માં રહેતા જયંતી સોનીને છ વર્ષ પહેલાં ડૉક્ટરોએ કહી દીધેલું કે હવે તમે છ મહિનાથી વધુ નહીં કાઢો. તેમનું વજન હતું લગભગraw foodraw food1 ૧૫૪ કિલો. તેમના શરીરની તમામ નસોમાં બ્લૉકેજ હતું એટલે બાયપાસ માટે એક પણ નસ નહોતી મળી. એને કારણે તેમનું બાયપાસનું ઑપરેશન પણ ફેઇલ નીવડ્યું હતું. ઘૂંટણની નીચેના ભાગમાં બ્લડ-સક્ર્યુલેશન પ્રૉપર્લી થતું નહોતું. બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝને કારણે પગની પાનીનો ભાગ સંવેદનારહિત થઈ ગયો હતો. ઘરમાં ને ઘરમાં એક રૂમમાંથી બીજા રૂમમાં જવામાં તેઓ હાંફી જતા હતા. કોઈ પણ ઘડીએ ઈશ્વર બોલાવી લેશે એવું દૃઢ થઈ ગયું હતું. ત્યાં તેમના મિત્ર એક પુસ્તક
લઈને આવ્યા અને એ તેમના માટે રામબાણ સાબિત થયું.

હાલત હતી ખરાબ

સોનીનું કામ કરતા ૬૯ વર્ષના જયંતીભાઈ શું થયું હતું એની વાત કરતાં કહે છે, ‘બહુ નાનપણથી મેં બીમારીઓ જોઈ છે. ૧૯૬૬માં હું બાવીસેક વર્ષનો હતો ત્યારે મને ફેફસાંનું કૅન્સર છે એવો ડાઉટ જતાં ડૉક્ટરે ઑપરેશન કરેલું, જે ટ્યુબરક્યુલોસિસ હોવાની પછી ખબર પડેલી. જોકે એની દવાઓને કારણે મારું વજન વધતું જ ચાલ્યું. હું ૪૫ વર્ષનો થયો ત્યારે મારું વજન વધતાં-વધતાં ૧૫૪ કિલો થઈ ગયેલું. આ હાઇએસ્ટ વજન હતું. પહેલાં તો હું વૉક પર જતો, જેને લીધે ધીમે-ધીમે વજન ઘટ્યું તો નહીં પણ કન્ટ્રોલમાં આવી ગયું. ૧૯૮૯માં એક નવી સમસ્યા ઊભી થઈ. ત્યારે ઘૂંટણથી નીચેના ભાગમાં લોહીનું સર્ક્યુલેશન ઓછું થતું હતું. એને કારણે ચાલતો તો ખૂબ દુખતું. એનાં ઑપરેશન કરાવ્યાં. બે ઑપરેશન તો ફેઇલ નીવડ્યાં. ત્રીજી વાર ઑપરેશન કર્યું ત્યારે કંઈક ફરક પડ્યો, પણ તકલીફ જડમૂળમાંથી તો ન જ નીકળી. એ સિવાય ૧૯૮૪થી મને ડાયાબિટીઝ પણ છે.’

બાયપાસ નહીં થઈ શકે

જયંતીભાઈને ૨૦૦૭માં અટૅક આવ્યો અને ઍન્જિયોપ્લાસ્ટી કરી. એમાં તેમની ત્રણ નળીઓમાં સો ટકા બ્લૉકેજ હતું અને બાકીની બે નળીઓમાં ૮૦ અને ૯૦ ટકા બ્લૉકેજ હતું એટલે ડૉક્ટરે બાયપાસ કરવા કહ્યું. આ વાતને આગળ વધારતાં જયંતીભાઈ કહે છે, ‘જોકે પાછળથી બીજું ચેક-અપ કર્યા પછી ખબર પડી કે બાયપાસ માટે શરીરના બીજા કોઈ ભાગમાંથી પણ નસ લઈ શકાય એમ નહોતું, કારણ કે મોટા ભાગની નસોમાં કૅલ્શિયમનું બ્લૉકેજ હતું. એનું કારણ એ કે મારાં આટલાં ઑપરેશનોને કારણે હું રોજની ૨૫થી ૩૦ ગોળીઓ લેતો હતો અને ગોળીઓ ગરમ ન પડે એટલે ડૉક્ટરે જ મને ત્રણ ટાઇમ એક-એક કપ દૂધ પીવાની સલાહ આપી હતી જેને કારણે શરીરમાં કૅલ્શિયમનો ભરાવો થઈ ગયો અને નસોમાં કૅલ્શિયમના થરો જામી ગયા. એને કારણે બાયપાસ માટે શરીરના એક પણ ભાગમાંથી નસ કાઢવી શક્ય નહોતી. ડૉક્ટરે મને કહી દીધું કે બાયપાસ નહીં થાય. ત્યારે મેં ડૉક્ટરને વિનવણી કરી કે તમે ગમે એમ કરીને મને સાજો કરો, ભલે મારું ઑપરેશન ફેઇલ જાય એવી દહેશત હોય તો પણ તમે તમારી રીતે કરો, હું તમને તમે કહો એ કાગળો પર સહી કરી આપવા તૈયાર છું. આમ ડૉક્ટરોએ જોખમ લઈને ઑપરેશન કર્યું. ઑપરેશન નિષ્ફળ નીવડ્યું અને ડૉક્ટરે કહ્યું કે હવે બસ છ મહિના જીવશો. આ ઉપરાંત ઘૂંટણની ઢાંકણી ઘસાઈ ગઈ હતી એટલે ચાલું તો કડક-કડક અવાજ આવતો.’

ચમત્કાર હતો કે વિજ્ઞાન?raw food2

બાયપાસ સર્જરી ૨૦૦૭માં થઈ એ પછી થોડાઘણા દુખાવા સાથે એક વર્ષ તો ગમેએમ કરીને જયંતીભાઈએ કાઢી લીધું. એ વખતે તેમને બીજી એક તકલીફ થઈ. ડાયાબિટીઝને કારણે તેમના પગમાંથી સંવેદના જતી રહી હતી જેને લીધે પગને ઠંડું, ગરમ કે કંઈ વાગી જાય તો પણ ખબર પડતી નહોતી. એવામાં પગમાં ખીલી વાગી ગઈ. બે-ત્રણ મહિના સુધી એમાં રૂઝ જ ન આવે. એમાં ઇન્ફેક્શન થઈ ગયુ. અંદર ગૅન્ગ્રીન વધતું જતું હતું એટલે ડૉક્ટરે તેમના પગની આંગળી પાસેનો કેટલોક ભાગ કાપી નાખ્યો. એ દરમ્યાન તેમના હાથમાં એક પુસ્તક આવ્યું એની વાત કરતાં તેઓ કહે છે, ‘એ વખતે મને ખૂબ તકલીફ થતી હતી. મનમાં તો એમ જ થયા કરતું કે હવે ઈશ્વર ઉઠાવી લે તો સારું. ત્યાં મારા એક મિત્રે મને એક પુસ્તક આપ્યું. નામ હતું ‘નવી ભોજનપ્રથા’. એમાં અમુક પદ્ધતિથી ભોજન કરવાની વાત હતી. આમેય મરવાનું છે જ તો પછી આ એક પદ્ધતિ પણ ટ્રાય કરી લઈએ એવો વિચાર કરીને મેં આ પદ્ધતિ શરૂ કરી. એમાં બપોર સુધી સાવ ભૂખ્યા રહેવાનું, પાણી પણ નહીં પીવાનું. એ પછી બપોરે એક-બે વાગ્યાની આસપાસ કાચા શાકભાજીનો જૂસ પીવાનો. હું દૂધી અને કાકડીનો જૂસ પીઉં છું. પછી રાત્રે આઠ-નવ વાગ્યે શાક-રોટલી-દાળ-ભાત જમવાનું. બસ, આખા દિવસમાં આહારની આ પદ્ધતિનું પાલન કરવાનું. તમે માનશો નહીં પણ એને કારણે શરૂઆતના એક મહિનામાં જ મારું વજન ૧૦થી ૧૨ કિલો ઘટી ગયું. એમાં કંઈક શરૂઆતના બે-અઢી મહિના એનિમા પર રહેવાનું હોય છે જેથી જૂનો મળ પણ સાફ થાય અને આંતરડાંની કાર્યક્ષમતા વધે. આ પ્રયોગને કારણે મારું વજન ઘટતું ગયું અને મને સારું લાગવા માંડ્યું. એ પછી વચ્ચે મેં આ પુસ્તકના લેખક અને આ પદ્ધતિના પ્રણેતા વાય. બી. ચવાણ સાથે પણ વાત કરી. તેમનાં પત્ની પાસેથી મારી વાઇફે વિવિધ ખાવાનું કેવી રીતે બનાવવું એની રીત શીખી લીધી. આમ કરીને આ પ્રયોગ મેં ચાલુ રાખ્યો. છ મહિનામાં ધીમે-ધીમે કરીને મેં બ્લડ-પ્રેશરની ગોળી લેવાનું બંધ કર્યું. એની સાથે ડાયાબિટીઝને કારણે મારે રોજ લેવો પડતો ઇન્સ્યુલિનનો ડોઝ પણ ઘટાડતો ગયો. અત્યારે મારું ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર એકદમ કન્ટ્રોલમાં આવી ગયાં છે. એની બધી જ દવા બંધ છે. બધા રિપોર્ટ નૉર્મલ છે. છેલ્લાં પોણાપાંચ વર્ષમાં ૮૦ કિલો વજન ઊતર્યું છે. ઘૂંટણનો પ્રૉબ્લેમ સૉલ્વ થઈ ગયો છે. ૧૦ ડગલાં ચાલવામાં હાંફી જનારો હું અત્યારે અડધો-એક કિલોમીટર આરામથી ચાલી લઉં છું. હાર્ટ ૪૦થી ૪૫ ટકા કામ કરે છે. એમાં પણ સુધારો છે. અત્યારે તો મારા ડૉક્ટરો પણ મારા રિપોર્ટ જોઈને ચોંકી ગયા છે.’

પત્નીનો સંગાથ

લગભગ ૧૦ વર્ષ સુધી જયંતીભાઈએ ભારે યાતના ભોગવી છે. જોકે એમાં તેમનાં પત્ની મંજુલાબહેને તેમને ભરપૂર સપોર્ટ આપ્યો છે. તેમને વેજિટેબલ જૂસ બનાવીને આપવો, નિયમિત દવા આપવી, તેઓ જ્યારે સંપૂર્ણ પથારીવશ હતા ત્યારે એકલે હાથે બધી જ જવાબદારીઓ નિભાવવી એ બધું જ મંજુલાબહેને કર્યું છે. જયંતીભાઈ કહે છે, ‘મને ઘણી વાર લાગે છે કે ભગવાને મને તેના માટે જ બચાવ્યો છે અને હું તેને લીધે જ બચ્યો છું. હવે મને નવું જીવન મળ્યું છે એમાં અમે સાથે મળીને જિંદગીને જેટલી બહેતર રીતે જિવાય એટલી બહેતર જીવવાનો પ્રયત્ન કરવાના છીએ.’

મંજુલાબહેન જયંતીભાઈ વિશે કહે છે, ‘મેં તો મારાથી થતી સેવા કરી છે, પણ વેદના તો તેમણે જ ભોગવી છેને. અમે બન્ને એકલા જ છીએ. તેમની એવી હાલત જોઈને હું ભાંગી પડતી ત્યારે તેઓ જ મને હિંમત આપતા. તેમનામાં આત્મબળ એટલું છે કે વાત ન પૂછો. ડૉક્ટર તેમની સામે બોલતા અચકાતા, પણ એમ છતાં પોતાની બીમારી વિશેની બધી જ વાત સાંભળીને તે સ્વસ્થ રહેતા. તેમની ઇચ્છાશક્તિ અને આ નિદોર્ષ કુદરતી આહાર-પદ્ધતિને કારણે જ તેઓ મોતના મુખમાંથી પાછા આવ્યા છે.’

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s