ડેન્ગ્યુ ફીવર તથા અન્ય વાઈરસજન્ય રોગો માટે નવી દવાઓ શોધી શકશે

સ્તનવર્ગના પ્રાણીઓમાં કુદરતી રીતે વાઈરસને મારવાની શક્તિની શોધ થઈMammals

ડેન્ગ્યુ ફીવર તથા અન્ય વાઈરસજન્ય રોગો માટે નવી દવાઓ શોધી શકશે

gujratsamachar

Bz પ્રોટીન’ અંગેની પ્રાથમિક જાણકારી અમારા સંશોધન સફળ થવા અંગેની મહત્વની ચાવી હતી.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વૈજ્ઞાાનિકોની મદદથી હવે ખતરનાક માનવીય વાઈરસનો સામનો કરી શકાશે. માઈક્રોબાયોલોજીના પ્રોફેસર શુ-વેઈ-ડીંગે તેમના વનસ્પતિ, ફળના અંશ, નેમાતોડ (સુક્ષ્મ જીવાણુ) ઉંદરો પરના ૨૦ વર્ષના રિસર્ચ પરની આ થિયરી સાચી છે તે બતાવી દીધું છે. સંશોધકો કહે છે કે જેવી રીતે વનસ્પતિનો છોડ કે સુક્ષ્મ જીવાણું ‘રીબોન્યુકલેઈક એસિડ’ (RNA) પ્રક્રિયાનો ઉપયોગ કરી તેમના કોષમાં રહેલા વાઈરસનો નાશ કરે છે. તેવી જ રીતે આ સ્તનવર્ગના પ્રાણીઓ આ વાઈરસને મારવાની શક્તિ ધરાવે છે.

અત્યાર સુધી વૈજ્ઞાાનિકોને સાબિત કરવામાં મુશ્કેલી પડતી હતી કે સ્તનવર્ગના પ્રાણીઓ ‘રીબોન્યુકલેઈક એસિડ’ (RNA) પ્રક્રિયાનો ઉપયોગ કરી વાઈરસને મારે છે પણ પ્રોફેસર ડીંગનું રિસર્ચ ચાવીરૃપ સાબિત થયું છે. વાઈરસ બુદ્ધિમતાપૂર્વક પ્રોટીનનો ઉપયોગ કરીને આપણી કુદરતી રીતે વાઈરસ મારવાની ક્ષમતાનો નાશ કરે છે. આ જ પ્રોટીનને વાઈરસમાં દાબી દેવાય અથવા નાશ કરીને પ્રોફેસર ડીંગએ આ શોધ કરી જેમાં શરીર ઝડપથી RNA પ્રક્રિયાનો ઉપયોગ કરી વાઈરસ દૂર કરે છે.

રીસર્ચમાં મુખ્યત્વે જોવા મળ્યું કે ‘નોદામુરા વાઈરસ’ના કારણે ઊંદરો મૃત્યુ પામતા હતા પણ ડીંગના અભ્યાસ મુજબ ‘ Bz પ્રોટીન’ને દૂર કરતાં જ ઉંદર ફરીથી વાઈરસ મારવા માટેનું ‘રીબોન્યુકલેઈક એસિડ’ મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરવા માંડે છે. ઘણા સંશોધકોએ પ્રયત્ન કર્યો હતો પણ સફળ થઈ શક્યા ન હતા.

પરંતુ પ્રોફેસર ડીંગ કહે છે કે ‘નોદામુરા વાઈરસ’માં રહેલ ‘ Bz પ્રોટીન’ અંગેની પ્રાથમિક જાણકારી અમારા સંશોધન સફળ થવા અંગેની મહત્વની ચાવી હતી.

MG

Keywords:

Mammals,naturally,hit,the,strength,of,the,virus,to,be,discovered,

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s