ગુજરાતી ફિલ્મ ‘ધ ગુડ રોડ’નું ઓસ્કાર માટે નામાંકન !

you tubeગુજરાતી ચિત્રપટ ‘ધ ગૂડ રોડ’ ના ૯૦ સેકંડ નો પ્રોમો જોવા માટે અહી કલીક કરો.

અઢી કરોડની ગુજરાતી ફિલ્મે મારી બાજી : ‘ધ ગુડ રોડ’ છે ભારતની ઓસ્કરમાં સત્તાવાર એન્ટ્રી

ગુજરાતી વર્તમાનપત્ર સંદેશમાંથી સાભાર!

મુંબઈ, 21 સપ્ટેમ્બર
આ વર્ષે વિશ્વ વિખ્યાત ઓસ્કર એવોર્ડની ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં ભારત તરફથી ‘લંચ બોક્સ’ને મોકલવાની ચર્ચાઓ ચાલી હતી. હવે આ ચર્ચાઓનો અંત આવી ગયો છે. આનંદની વાત તો એ કે આ ફિલ્મ સામે બીજી કોઈ ભાષાની નહીં પણ આપણી પોતીકી ભાષા એવી ગુજરાતીમાં બનેલી ‘ધ ગુડરોડ’ બાજી મારી ગઈ છે. માત્ર અઢી કરોડ રૂપિયાના બજેટમાં નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએફડીસી)ના સહયોગથી બનેલી આ ફિલ્મમાં સોનાલી કુલકર્ણી અને અજય ગેહી જેવા કલાકારોએ કામ કર્યું છે. ઓસ્કર અવોર્ડ સુધી પહોંચી જનારી આ ફિલ્મને ડિરેક્ટ કરી છે મૂળ ગોવાના અને એડવર્ટાઇઝિંગ ફિલ્મ સાથે સંકળાયેલા જ્ઞાન કોરિયાએ. મુળ કચ્છના બેકગ્રાઉન્ડમાં તૈયાર કરાયેલી આ ફિલ્મના સાઉન્ડ ડિઝાઇનિંગની જવાબદારી ‘સ્લમડોગ મિલિયોનર’ના સાઉન્ડ ડિઝાઇનિંગ માટે ઓસ્કાર અવોર્ડ મેળવનાર મૂળ કેરળના રુસુલ પુકુટ્ટીએ નિભાવી છે જ્યારે એનું સંગીત ખ્યાતનામ ગુજરાતી સંગીતકાર રજત ધોળકિયાએ તૈયાર કર્યું છે.

આ ફિલ્મ સાથે સંકળાયેલી રસપ્રદ વાત એ છે કે ફિલ્મના મુખ્ય કલાકારો સિવાય ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય કલાકારો સ્થાનિક હતા. ફિલ્મમાં ગુજરાતી ટચ જળવાઈ રહે એ માટે ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે સ્થાનિક વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી.

*****

YouTube home
YouTube homeYouTube homeYouTube homeYouTube home

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s