Women Empowerment_First Female Cab Driver at Ahmadabad,અમદાવાદને મળી પહેલી મહિલા કેબ ડ્રાઈવર.

અમદાવાદની સડકો પર ટેક્સીની સીટ પર ટોમબોય લૂક ધરાવતી યુવતી.

first female cab driver at Ahmedabadમોનિકા યાદવ નામની એક યુવતીએ ઉબેરની ટેક્સી ડ્રાઈવર તરીકે કામ શરૂ કર્યું છે. આ સાથે જ તેણે અમદાવાદમાં પહેલી મહિલા ટેક્સી ડ્રાઈવર તરીકેનો રેકોર્ડ પણ બનાવી દીધો.

મહિલા અને ટેક્સી ડ્રાઈવર. ઈમ્પોસિબલ…

કોઈ આવી વાત કહે તો સામાન્ય રીતે આપણુ રિએક્શન કંઈક આવુ હોય. પણ ઈમ્પોસિબલને પોસિબલ બનાવ્યુ છે મૂળ રાજસ્થાનની યુવતી મોનિકા યાદવ. તે ઉબેરની ડ્રાઈવર-પાર્ટનર તરીકે ગત અઠવાડિયે જ રજિસ્ટર કરાવ્યું છે. આ એક અઠવાડિયામાં તેણે સલામત રીતે 25થી વધુ ટ્રીપ એટેન્ડ કરી છે. આ સાથે જ મહિલાઓ માટે ગુજરાત કેટલુ સેફ છે તેનો મજબૂત પુરાવો આપ્યો છે.

પેશન એન્ડ એજ્યુકેશન.
મોનિકા જરૂરિયાતથી નહિ પણ, પેશનથી આ ફિલ્ડ સાથે જોડાઈ છે. તે હાલ સેપ્ટમાંથી આર્કિટેક્ચર કરી રહી છે. ઉપરાંત તે AFCAT (એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ)ની એક્ઝામની તૈયારીઓ પણ કરી રહી છે. પણ, ટ્રાવેલિંગ અને ડ્રાઈવિંગ તેની પેશન છે. તે કહે છે કે, મને ઓફિસ ટાઈપ જોબ ક્યારેય ગમી નથી. તેમજ ડ્રાઈવિંગ તો મારી પેશન છે. તમને જણાવી દઈએ કે, મોનિકા સાતમા ધોરણમા હતી ત્યારથી જ કાર ચલાવતા શીખી હતી. તે બાઈક પર લેહ-લદ્દાખ સુધીની સફર કરી ચૂકી છે. એડવેન્ચર સ્પોર્ટ્સ તેનો શોખ છે. રાજસ્થાનની રહેવાસી મોનિકા છેલ્લા છ મહિનાથી જ અમદાવાદમાં રહે છે. તેણે કહ્યું કે, મારા પરિવારની હુ એકમાત્ર યુવતી છે, બાકી આઠ ભાઈઓ છે. ત્યારે તેમના વચ્ચે હુ પણ છોકરાઓની જેમ જ રહીને ઉછરી છું. ખાસ કરીને મારા ભાઈની જેમ મને ટ્રાવેલિંગનો શોખ જાગ્યો..

મહિલા ડ્રાઈવરનો અનુભવ.
મોનિકાને આ કામ કરીને હજી એક અઠવાડિયુ જ વીત્યું છે, પણ સેફ એવા ગુજરાત રાજ્યમાં તેને કોઈ જ ખરાબ અનુભવ થયા નથી. પણ તે કહે છે કે, જો મારા કસ્ટમર મહિલાઓ હોય તો તે પોતાને વધુ સેફ અને જો પુરુષો હોય તો તેઓ પોતાને બ્લેસ્ડ ફીલ કરે છે. એક કોલમાં આઈઆઈએમ પાસેથી મેં રાત્રે 10 વાગ્યાના આસપાસ ચારપાંચ યુવકો બેસ્યા હતા. તેમણે પણ મારા કામના વખાણ કર્યા હતા. છોકરી ડ્રાઈવર જોઈને તો શોક્ડ થઈ જા3ય છે… આવુ મોનિકાનું કહેવુ છે. પોતાના અનુભવ વિશે તે કહે છે કે, ઉબેરમાં રજિસ્ટર્ડ કરાવ્યા બાદ કસ્ટમરને ડ્રાઈવરના નામ સાથેની ડિટેઈલ આવે છે. ત્યારે લોકોને એમ જ લાગે છે કે ભૂલથી ખોટુ નામ આવી ગયું છે કે ઓફિસમાં કામ કરતી કોઈ યુવતીનુ નામ લખાઈને આવે છે. મને તો કસ્ટમરને સામેથી કોલ કરવાની જરૂર જ પડતી નથી. મારુ નામ જોઈને તેમનો જ ફોન સામેથી આવી જાય છે. જ્યારે કેટલાક તો ડ્રાઈવરની સીટ પર મને જોઈને શોક્ડ થઈ જાય છે. પછી તો તેઓ મારા કામ, મારી પેશન વિશે મને સવાલો પૂછે છે.

Read ‘SANDESH’ for more details….

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.