Women Empowerment‌‌_Quest of a Mother for Education_નિરક્ષર મમ્મીનો સંઘર્ષ, પુત્રીને એ.સી.પી. અને પુત્રવધૂને આઇ.એ.એસ. ઓફિસર બનાવી.

A mother not educated but have an achievement, on behalf of her daughter and daughter-in law. She inspired them for higher study up for ACP & IAS.

પૂર્વ IPS અધિકારી ડી.જી. વણઝારાની ભાભી શકુંતલા વણઝારાએ સમાજમાં ગજબનો દાખલો બેસાડ્યો છે. સાસ-વહુની કચકચથી દૂર રહી નિરક્ષર શકુંતલાએ પોતાની પુત્રવધુને સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરવા પ્રેરણા જ નહીં આપી, રસોડાથી દૂર પણ રાખી. દીકરી મંજીતાને ભણાવીને ACP તો બનાવી પુત્રવધુ સુધામ્‍બિકાને પણ આઈએએસ-આઈપીએસ થવા માટે પ્રોત્સાહિત કરી.

 

This slideshow requires JavaScript.

પુત્રને સમજાવીને તેની પત્‍નીને ભણવા મોકળાશ અપાવી
 
           સામાન્‍ય રીતે સાસુ-વહું વચ્‍ચે બારમો-ચંદ્રમા સાસુ વહુના ઝધડાને કારણે અનેક નવોઢાવો અગનપીછોડી ઓઢતી હોય અથવા સાસરીયા જ વહુને સળગાવી દે તેવા સંજોગોમાં ધેટા-બકરા અને પોઠિયા પાછળ કરનાર એ લગભગ નિરક્ષર કહી શકાય તેવી અતિપછાત વણઝારા કોમની સાસુ, ઈજનેર બનેલી પુત્રવધુને આઈએએસ-આઈપીએસ થવા માટે પ્રોત્‍સાહીત કરે, પોતાના પુત્રને સમજાવીને તેની પત્‍નીને ભણવા મોકળાશ અપાવે અને પુત્રવધુ આઈએએસ-આઈપીએસની પરીક્ષા પાસ કરે ત્‍યારે વઢકણી સાસુઓ માટે એક દાખલારૂપ ઘટના સમાન બાબત છે. સુધામ્‍બિકાએ યુપીએસસી દિલ્‍હી દ્વારા સન ૨૦૧૩માં લેવાયેલી સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી. 

21 Years CSAT General Studies IAS Prelims Topic-wise Solved Papers (1995-2015) Hindi 5th Edition

21 Years CSAT General Studies IAS Prelims Topic-wise Solved Papers (1995-2015)

પોતાની નિરક્ષરતાની ખોટ દીકરીઓ અને પુત્રવધુને ભણાવીને પુરી કરી

સાબરકાંઠાના પોતાના ખેતરોમાં ગારવાસીદું કરી, ખેતરોમાં જુવાર-બાજરી-મકાઈની ખેતીનું નિદામણ કરનારી શંકુતલા વણઝારા ભણી ન શકી પરંતુ તેણે પોતાની નિરક્ષરતાની ખોટ પોતાની દીકરીઓ અને પુત્રવધુઓને ભણાવીને પુરી કરી. પોતાની સગી દીકરી મનજીતા વણઝારાને તો ડીવાયએસપી બનાવી પરંતુ પુત્રવધુ સુધામ્‍બિકા વણઝારાને પણ આઈએએસ-આઈપીએસ બનવા પ્રોત્‍સાહિત કરી. પુત્રવધુ ભણી શકે તેટલા માટે હિંમત વણઝારાને દાંપત્‍યજીવનના અધિકારોથી દૂર રહેવા માટે સમજાવ્‍યો. કર્ણાટક-બેંગ્‍લોરથી પરણીને લાવેલા વણઝારા કોમની જ દીકરી ઈજનેર હોવા છતાં પણ તેને ભારતની ઉચ્‍ચત્તમ સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં બેસવાનો આત્‍મવિશ્વાસ નહોતો ત્‍યારે નિરક્ષર સાસુએ તેને હિંમત આપી. કપડા-વાસણ રસોઈ જેવા ઘરકામથી દીકરાની વહુને દૂર રાખી. 
 
સુધામ્‍બિકા વણઝારા પણ કહ્યાગરી અને ભારતીય સંસ્‍કળતિના રંગે રંગાયેલી છે.
               પોતે બેગ્‍લોર યુનિર્વસિટીમાંથી ઈજનેરી વિદ્યાશાખાની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવા છતાં વડીલોને પગે લાગવામાં ગૌરવ અનુભવે છે. ગાંધીનગરના સેક્‍ટર-૧ના અડોશી-પડોશીઓ પણ આ સાસુ-વહુની જોડીને ગંગા સતી અને પાનબાઈ સાથે સરખાવે છે. પડોશી પુરૂષ તેમની પત્‍નીઓને લઈને એકબીજાને વ્‍હાલ કરતી, ખોળામાં બેસાડતી અને મોમાં કોળિયો આપતી સાસુ-વહુને બતાવીને પત્‍નીઓને કહે છે કે – સાસુ શકુંતલાની જેમ વહુ સુધામ્‍બિકાને રાખવાની હોય તો જ પારકી જણી માટે આપણા દીકરાની જાન ચડાવું.
શહેરના એફ ડિવિઝનમાં ફરજ બજાવતા એસીપી અને ડી. જી. વણઝારાના ભત્રીજી મંજિતા વણઝારા તાજેતરમાં જ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. મંજીતા પહેલા ગાંધીનગર આર્ટ્સ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા હતા, પણ તેમને કાકાની જેમ પોલીસ અધિકારી બનવું હતું. મંજીતાને પોતાનું સપનું સાકાર કરવા માટે માતા શકુંતલાએ ખૂબ સપોર્ટ કર્યો. પોતે નિરક્ષર હોવા છતાં દીકરીઓને ભણાવી. મંજીતાને તેમના કાકા ડી.જી. વણઝારાનું સતત માર્ગદર્શન મળતું રહ્યું. [દિવ્યભાસ્કરમાંથી સાભાર…]

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.