Reverse Trend. Daughter Fetched Her Mother From The Old House : ૨૧ વર્ષ બાદ વૃધ્ધ માતાને દિકરી વૃધ્ધાશ્રમમાંથી ઘરે લઇ ગઇ.

logoGSપતિએ તરછોડીને બીજા લગ્ન કર્યા હતા

ભગવાનની સેવા કરતા પહેલાં માતાની સેવા કરવાનું

દીકરી સંગીતાએ નકકી કર્યું.

daughter fetched mother from oldman house after 21 years

સામાન્ય સંજોગોમાં દીકરાઓ તરછોડે ત્યારે મા-બાપ વૃધ્ધાશ્રમમાં જતા હોય છે,પરંતુ પાલડીમાં રહેતા ધનલક્ષ્મીબેન સોનીને તેમના પતિ છોટાલાલ સોનીએ બીજા લગ્ન કર્યા બાદ તરછોડી દીધા હતા. જેથી ૨૧ વર્ષ પહેલા ધનલક્ષ્મીબેન નારણપુરામાં આવેલા જીવનસંધ્યા વૃધ્ધાશ્રમમાં જવું પડયંુ હતું. વૃધ્ધાશ્રમમાં ૨૧ વર્ષ  રહ્યા બાદ આજે તેમની દિકરી સંગીતાબેન પોતાની માતાને ઘરે લઇ જતા હોવાથી વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોની આંખોમાં હરખના આંસુ આવ્યા હતા. 

InvitenShare logoધનલક્ષ્મીબેનને પતિનું મૃત્યુ થઇ ગયા બાદ તેમનો  દીકરો માતાને પોતાના ઘરે લઇ ગયો હતો. પરંતુ  દીકરો ઘરે લઇ ગયો તેના ૬ મહિના બાદ કમનસીબે દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું.જેથી વહુએ ધનલક્ષ્મીબેનને કહયું કે  હવે તમારો દીકરો નથી તો મારે તમારી સાથે કોઇ સગાઇ નથી તેમ કહેતા તેમણે ફરીથી વૃધ્ધાશ્રમમાં આશરો લેવો પડયો હતો.ધનલક્ષ્મીબેનને વહુએ તેમને ઘરેથી કાઢી મુક્યા ત્યારે દિકરી સંગીતા ઓસ્ટ્રેલિયા રહેતા હતા  જ્યારે તે અમદાવાદ પરત આવ્યા ત્યારે તેના પતિનું અકસ્માતમાં મુત્યું થયું હતું.પતિનું અવસાન થયા બાદ ૧૨ વર્ષની દીકરીને સંભાળવાની અને ઘર ચલાવવાની જવાબદારી સંગીતાબેનના માથે હોવાથી તે સમયે  માતાને ઘરે લઇ જવા માટે સક્ષમ ન હતા. 

અમદાવાદના પાલડી વિસ્તારમાં સાગર સમ્રાટ ફ્લેટમાં રહેતી દીકરી સંગીતા કહે છે કે તે ભગવાનની ખૂબ જ ભક્તિ કરે છે.તેમની દિકરીના લગ્ન થઇ જતા તેમની જવાબદારી પૂર્ણ થઇ ગઇ હોવાથી તે ભગવાનની સેવા કરવા માટે મંદિરમાં બેસવાનું વિચાર કરતા હતા.પરંતુ ગઇ રાત્રીએ સંગીતાબેનને  સપનામાં કૃષ્ણ ભગવાન માતા જશોદાના ખોળામાં રમતા હતા. આથી તેમણે વિચાર આવ્યો કે હું ગમે તેટલી ભગવાનની સેવા કરુ પણ મારી માતા તો વૃધ્ધાશ્રમમાં છે. મારે ભગવાનની પહેલા મારી માતાની સેવા કરવી જોઇએ જેથી તેઓ તાત્કાલીક વૃધ્ધાશ્રમમાં ગયા અને માતાને પોતાના ઘરે લઇ આવ્યા છે. સંગીતાબેન માતાને લેવા માટે કેક તેમજ વૃધ્ધાશ્રમમના વૃધ્ધો માટે નાસ્તો લઇ ગયા અને માતાને સરપ્રાઇઝ આપી હતી. ધનલક્ષ્મીબેન કહે છે કે મારી દિકરીના ઘરે જવાથી હું ખુબ જ ખુશ છુ. વૃધ્ધાશ્રમના સંચાલક ફરસુભાઇ કક્કડ કહે છે કે ધનલક્ષ્મીબેન ૨૧ વર્ષ અમારી સંગાથે રહ્યા બાદ જાય છે તે વાતનું દુઃખ છે પરંતુ તેમના ઘરે જાય છે તેની ખુશી છે.[more…]

 

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-21-year-old-daughter-after-the-mother

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s