Pakistani Pilot Sisters_બોઈંગ ૭૭૭ ઉડાડીને પાકિસ્તાનની પાઇલટ બહેનોએ ઈતિહાસ સર્જ્યો!

મહિલાઓ પાઇલોટ, સહપાઇલોટ તો હતી જ પણ બે સગી બહેનોનો બોઈંગ ઉડાડવાનો પ્રથમ બનાવ.

pilot sistors of islamabad

પાકિસ્તાનની રાષ્ટ્રીય ઉડ્ડયન સંસ્થા પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સ (પી.આઇ.એ.)માં બોઈંગ ૭૭૭ ઉડાડીને વિક્રમ સર્જ્યો છે. આ વિમાન બે મહિલા પાઇલોટ અને સગી બહેનોએ ઉડાડયું હોવાની ઘટના એક નોંધપાત્ર વિક્રમ હોવાનું પી.આઇ.એલ.એ કહ્યું હતું.
 
સંસ્થાના પ્રવકતા ડેનિયલ ગીલાનીએ કહ્યું હતું કે મરિયમ મસૂદ અને ઈરૃમ મસૂદ બન્ને સગી બહેનો છે. ૨૦૦૬માં સાત મહિલાઓ યુધ્ધ વિમાન ઉડાડવામાં સ્નાતક થઇ હતી તેમાં પણ આ બન્ને બહેનો ગ્રેજ્યુએટ થઇ હતી. તેઓ અન્ય પાઇલોટ સાથે તો જુદા જુદા વિમાનો તેમજ બોઈંગ ૭૭૭ વિમાન લાહોરથી કરાંચી, માંચેસ્ટર, ન્યુયોર્ક અને લંડન સુધી ઉડાડતી હતી. પણ તાજેતરમાં ઈરૃમ મસૂદને કંપનીએ અપગ્રેડ કરતા તે બોઈંગ ૭૭૭ને ઉડાડવા પણ સક્ષમ બની હતી. અગાઉ તેને સહ પાઇલોટ તરીકે ફરજ બજાવવાની છુટ હતી. પણ તેને પાઇલોટ તરીકે પ્રમોશન મળતા બન્ને બહેનો હવે કોકપીટમાં સાથે ફરજ બજાવે છે અને આ ફરજ બજાવીને એક વિક્રમ સર્જ્યો છે.
 
પી.આઇ.એ. ખોટમાં ચાલી રહેલી અને અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝુમી રહેલી કંપની છે. તેમણે ૧૪ ઓગસ્ટે ગ્રાહકોને આકર્ષવા ખાસ સેવા પણ ચાલુ કરી છે.[more…]

 

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s