મધર્સ ડેઃ માતાએ તરછોડતા દાદા-દાદીએ આર્થિક તંગી વચ્ચે ઉછેર્યો પૌત્ર.

ઘણીવાર બાળકોને જન્મ આપનારી જનેતા કરતા ઉછેરનારી માતા પ્રત્યે વધુ લગાવ હોય છે. તેમજ જન્મદાત્રી કરતા પાલક માતા વધુ સવાઈ સાબિત થાય છે. તેમજ સગી માતાની ઊણપ પણ વર્તાવા દેતી નથી. અમદાવાદમાં પણ આ પ્રકારના પાલક માતા-પિતા જોવા મળે છે. મધર્સ ડે નિમિત્તે divyabhaskar.com આવી જ એક લાગણીસભર કહાની જણાવી રહ્યું છે.

This slideshow requires JavaScript.

ઘોડિયામાં રમતો છોડીને ચાલી ગઈ મા, દાદા-દાદીએ કર્યો ઉછેર

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલા તેનો પતિ બીમાર થતા પતિ અને ઘોડીયામાં રમતા બાળકને મુકીને જતી રહી હતી. પરંતુ તેના દાદા-દાદીએ તેને આજ સુધી તેની માંની ખોટ વર્તાવા દીધી નથી. પરંતુ વયો વૃદ્ધ દાદાની ઉંમર વધતા નોકરી જતી રહી, છતાં આર્થિક સંઘર્ષ વચ્ચે તેમણે પૌત્રનો ઉછેર કર્યો હતો. બાળક આજે પણ તેના દાદા-દાદીને જ માં બાપ સમજે છે.

 

પૌત્ર સાથે રહે છે 10 બાય 10ની ઓરડીમાં
અમદાવાદના હાટકેશ્વર પાસે આવેલી મનહર કોલોનીમાં 76 વર્ષના દાદા અને 70 વર્ષના દાદી રહે છે. ઘર 10 બાય 10ની નાની ઓરડી છે. પરંતુ તેમાં ભરપૂર પ્રેમ અને બાળકને ઉછેરવાની આશા પણ સમાયેલી છે. તેઓ હાલ દીકરો મોટો થઇ જાય પછી છેલ્લો શ્વાસ લેવાની આશા સેવી રહ્યા છે. મૂલ સૌરાષ્ટ્રના રહેવાસી એવા મનુભાઇ જોટંગીયાને બે દીકરા હતા. જોગાનુ જોગ બન્નેનો જન્મ દિવસ પણ એક જ હતો. નાનો દીકરો દારુ પીવાની કુટેવને કારણે મૃત્યુ પામ્યો, તો બીજી તરફ મોટા દીકરાના લગ્ન બાદ તેને મિહીર નામનો દીકરો થયો હતો.

 

મિહીરને ઘોડિયામાં છોડી ચાલી ગઈ મા, પિતાનું થયું નિધન

મિહીર બે વર્ષનો થયો ત્યારે તેના પિતા પણ બીમાર પડતા જ મિહીરની માતા તેને ઘોડીયામાં મુકીને કોઇ બીજાની સાથે જતી રહી હતી. હવે ઘરમાં મનુભાઇ તેમની પત્ની, બીમાર દીકરો અને ઘોડીયામાં રમતો પૌત્ર મિહીર રહ્યા હતા. આ દરમિયાન મિહીરના બીમાર પિતાએ અંતિમ શ્વાસ લીધો અને તે મૃત્યુ પામ્યા. ત્યાર બાદ મનુભાઇની હાલત દિનપ્રતિદીન કફોડી થતી ગઇ. આથી ઘરમાં કોઈ કમાનારું ન હોવાથી મનુભાઇ રોજ સવારે કામની શોધમાં જતા હતા.

 

ઉંમરને કારણે કોઈ નહોતું આપતું કામ

પરંતુ વધુ ઉંમરને કારણે તેમને કોઇ નોકરીએ રાખવા તૈયાર નહોતું. જયારે તેમના પત્ની પુત્રના મોત બાદ બીમારીના કારણે ભાંગી પડ્યા હતા.

 

મરવા સિવાય નહોતો કોઈ રસ્તો

એક દિવસ મનુભાઇએ નક્કી કર્યું કે, મારા સગા સબંધી અને કુદરતે પણ મારો સાથે છોડી દીધો છે. હવે મારા માટે મોત સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. પરંતુ તે સમયે જ ઘોડીયામાં રમતા મિહીરના રડવાનો અવાજ આવ્યો અને તેમણે એક સમયે કરેલો વિચાર રોકી દીધો.તેઓ એક-એક રુપિયા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

 

ઈશ્વરે સાંભળી મનુભાઈની વાત

જોકે ઈશ્વરે પણ ખૂબ પરીક્ષા કર્યા બાદ તેમની વાત સાંભળી અને યોગ ક્ષેમ એનજીઓના રાજેન્દ્ર શુક્લ પાસે તેઓ ગયા. તેમની વાત સાંભળ્યા બાદ રાજેન્દ્ર શુક્લએ તેમને બાળકના ઉછેર માટે મદદ કરી અને આજે મનુભાઇનો પરિવાર ભલે નાનકડી ઓરડીમાં રહેતો હોય પણ ખુશીથી પૌત્રનો ઉછેર કરી રહ્યા છે.

 

સૌ કોઈ આપે છે મનુભાઈને ધન્યવાદ

આ વિસ્તારના લોકો રોજ મનુભાઇ અને તેમના પત્નીને મિહીરના ઉછેર માટે ધન્યવાદ આપવા આવે છે. તેમનુ કહેવુ છે કે મિહીર આજે અમને માં બાપ જ સમજે છે.અને તેના સગા માતા-પિતા નથી પરંતુ તેના માટે જ અમારા શ્વાસ ચાલી રહ્યા છે.

https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-mothers-day-granparents-bring-up-a-grand-son-after-mother-leave-him-and-fathers-death-gujarati-news-5871739-PHO.html?ref=hf&seq=1

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.