For Nikita Soni, Every Day is The Promise Day: ગરીબોના મોં પર હાસ્ય લાવવાનું અભિનેત્રી નિકિતા સોનીનું ‘પ્રોમિસ’

DB-logo

ફેબ્રુઆરીએ શરૂ થયેલા વેલેન્ટાઈન વીકમાં આજે પ્રોમિસ ડે છે. સામાન્ય રીતે લોકોએ આ દિવસને પ્રેમીઓ સાથે જ જોડી દીધો છે ત્યારે આ બધાથી અલગ ગુજરાતી અભિનેત્રી નિકિતા સોનીએ પોતાના જ જીવનને પ્રોમિસ કર્યું છે ગરીબોનો મોંઢા પર હાસ્ય લાવવાનું. જોકે, આ પ્રોમિસ આજના દિવસ પુરતુ નથી, નાનપણથી જ સેવાકાર્યો કરતી નિકિતાએ પ્રોમિસ ડે પર અંકલેશ્વરમાં ગરીબોને બિસ્કીટના પેકેટ, ચવાણું સહિતનું વસ્તુઓ વહેંચીને પ્રોમિસ ડેની ઉજવણી કરી હતી.

 

This slideshow requires JavaScript.

સમય મળતા જ લોકોની સેવા માટે પહોંચી જાય છે નિકિતા

આ પહેલીવાર નથી કે નિકિતાએ ગરીબોના મોંઢા પર હાસ્ય લાવવા માટે પ્રયાસ કર્યો હતો. ફિલ્મના વ્યસ્ત શિડ્યુલમાંથી જ્યારે પણ સમય મળે તે આ પ્રકારના સેવા કાર્યો કરે છે. શિયાળામાં પણ નિકિતાએ આણંદમાં અનેક ગરીબોને ગરમ કપડાનું વિતરણ કર્યું હતું. ઘણીવાર નિકિતા ગરીબ બાળકોને લઈને હોટેલમાં પહોંચી જાય છે અને ભરપેટ ભોજન જમાડે છે.

અનેક હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે નિકિતા

હાંસોટના કતપોર ગામે રહેતાં અને મૂળ રાજસ્થાનના વતની અમૃત સોની છેલ્લા કેટલાક વર્ષથી ભરૂચ જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવી છે. જવેલર્સના વ્યવસાય કરતાં અમૃત સોની ગુજરાતી ધાર્મિક આલ્બમ ક્ષેત્રે ઝંપલાવી સૌ પ્રથમવાર તેમણે કતપોર ગામ નજીક ત્રિવેણી સંગમ એવા પૌરાણિક કોટેશ્વર મહાદેવના મહિમા માટે આલ્બમનું નિર્માણ કર્યુ હતું. જેમાં તેમની પુત્રી નિકિતાને અભિનયના ઓજસ પાથરવાની તક આપી હતી.

નિકિતાના અભિનયથી પ્રભાવિત થઇ ૬ ગુજરાતી ધાર્મિક આલ્બમમાં અભિનય કરવાની તક સાંપડ્યાં બાદ તેને ગુજરાતી ફિલ્મ નિર્માતાએ ‘પ્રિતનાં હારે મહિસાગરના આરે’ માં સાઇન કરી હતી. અમૃત સોનીએ ‘ભાઇ બહેન ચાલ્યાં મોસાળ’ ફિલ્મ બનાવી હતી.

આ સિવાય નિકિતાએ હિન્દી મુવી ‘ગેમ, પૈસા, લડકી’ અને ‘તું હી તું’માં પણ કામ કર્યું છે. કિતાની છેલ્લે આવેલી ગુજરાતી ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ હતી. નિકિતાએ ગુજરાતી આલ્બમ અને ફિલ્મો ઉપરાંત પૃથ્વીરાજ ચૌહાણ, સાંઇબાબા, જય મા દુગૉ, દ્વારિકાધીશ સહિતની હિન્દી ધારાવાહિકોમાં અભિનય કર્યો છે.

http://www.divyabhaskar.co.in/news-frec/MGUJ-AHM-c-69-1252326-NOR.html?seq=1

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s