Dream of the mother to be a writer_એક માનું ભણવાનું અને લેખક બનવાનું સપનુ. શું પુર્ણ થશે?

Fabulous ! This is a story of Rafiya Khatun from Chhatisgarh, who is studying in 12th standard whereas his son is studying in 11th standard.

આ કહાની રફિયા ખાતૂનની છે. રફિયા છત્તીસગઢની રાજધાની રાયપુરમાં માં બંજારી ગુરુકુળ વિદ્યાલયમાં 12મા ધોરણમાં ભણે છે. તે શાળામાં જ તેમનો પુત્ર આસિફ 11મુ ભણે છે અને દીકરી શાહીન 9મુ ભણે છે. રફિયા હાલમાં ખૂબ જ ધ્યાન આપીને ભણે છે. 28 ફેબ્રુઆરીથી 12ના બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. પરંતુ ત્યાં સુધી પહોંચવા રફિયાએ ઘણી મહેનત કરવી પડી.

Mother Rafia Khatun with their kids

– રફિયા બાળકોનું હોમવર્ક ન કરી શકતી હોવાથી વાંચતા શીખી, હવે દીકરા-દીકરી સાથે શાળાએ જાય છે,

– લેખક બનવાનું સપનું છે.

– છત્તીસગઢ બોર્ડે રફિયાને ખાસ મંજૂરી આપી, સ્કૂલની ફી પણ માફ કરી.

 

લગ્ન પહેલા ક્યારેય સ્કૂલે ન ગયાં.
ઘરે અભ્યાસનો માહોલ ન હતો. ઓછી વયે જ લગ્ન પણ થઇ ગયાં હતાં. બાળકો પણ વહેલા થઇ ગયા. જ્યારે બાળકો સ્કૂલે જવા લાગ્યા ત્યારે અહેસાસ થયો કે નહીં ભણીને બહુ મોટી ભૂલ કરી છે. બાળકો હોમવર્કમાં કંઇક પૂછતા તો હું બતાવી શકતી ન હતી. બાળકો જ્યારે થોડાક મોટા થયા તો તેમને ભણવાની વાત કરી.  થોડીક મજાક તો ઉડાવી પરંતુ બતાવા લાગ્યા. ધીમે-ધીમે ગાડી ચાલી ગઇ. દરમિયાનમાં મારા બંને બાળકો આસિફ અને શાહીનનું એડમિશન માં બંજારી ગુરુકુલ વિદ્યાલયમાં થઇ ગયું હતું.
બે વર્ષ પહેલા ગુરુકુલ સંચાલક હરીશ જોશી ઇદના પ્રસંગે ઘરે આવ્યા.
મેં તેમને ભણવાની વાત કરી તો તેમણે મારો ઉત્સાહ વધાર્યો. કહ્યું કે ઓપન સ્કૂલથી 10મા ધોરણનું ફોર્મ ભરી દો. ભાઇ-બહેનો અને બાળકોએ ફોર્મ ભરાવી દીધું. પરિણામ આવ્યું તો સારા માર્ક્સ ન હતા પરંતુ પાસ થઇ ગઇ હતી. ત્યાર પછી હરીશજીએ સ્કૂલે બોલાવીને 11મા ધોરણમાં રેગ્યુલર એડમિશન આપી દીધું. મારી અને મારા બંને બાળકોની ફી પણ માફ કરી દીધી.
બાળકોની સાથે સ્કૂલે જવા લાગી.
ગયા વર્ષે 11મુ ધોરણ પણ પાસ કરી લીધું છે. હવે મોટી મુશ્કેલી સામે આવી છે. 12મા ધોરણમાં એડમિશન શક્ય ન હતું. કારણ કે તેના માટે મહત્તમ વય 20 વર્ષ નિર્ધારિત છે. મારી વય 30 વર્ષ છે પરંતુ સ્કૂલે સાથ આપ્યો. પત્રો લખાયા, ફાઇલો દોડી, માધ્યમિક શિક્ષણ મંડળના ચક્કર લગાવા પડ્યા. છેવટે બોર્ડ ઝુક્યું, નિયમ બદલ્યો અને મને 12મા ધોરણ માં ભણવાની મંજૂરી મળી ગઇ. કોમર્સ લીધું છે. 23મીથી પરીક્ષા શરૂ થઇ રહી છે. પાસ થઇ ગઇ તો આગળ ભણીશ. લેખક બનવાનું મન છે. હાલમાં સીલાઇ અને અન્ય કામો કરીને ઘર ચલાવી રહી છું.
– રફિયા ખાતૂન
માતા પર મને ગર્વ છે…
શરૂઆતમાં માતા સાથે સ્કૂલે જવાનું અજબ લાગ્યું. વિચાર્યું મિત્રો શું કહેશે પરંતુ હવે તો માતા પર ગર્વ કરવા લાગ્યો છું.
-આસિફ, 11મા ધોરણમાં ભણતો રફિયાનો પુત્ર

 

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s