કુદરતે રોશની નથી આપી તો શું થયું, કામ કરવાની ક્ષમતા તો આપી છે ને?: આકાશ

પ્રજ્ઞાચક્ષુ યુવક મસાજ કરી પેટિયુ રળી રહ્યો છે, સેવાભાવી લોકોની દુકાનમાં રાતવાસો કરે છે.

દુનિયા જન્મ લેનાર અનેક લોકો ભગવાનને દોષી માનતા હોય છે. ક્યાંક ખામી સાથે જન્મ લેનાર વ્યક્તિ જીવનમાં હવે કઇ કરી જ નહિં શકે તેવુ દુ:ખ વ્યક્ત કરતો હોય છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સેવાભાવિ લોકોની દુકાનમાં રહીને રાતવાસો કરતો પ્રજ્ઞાચક્ષુ આકાશ મસાજ કરીને પોતાનુ જીવન નિર્વાહ કરી રહ્યો છે. ક્યારેય કુદરતનો દોષ નહિ માનતા હસતા મોઢે કહી રહ્યો છેકે આંખોની રોશની નથી તો શુ થયુ, ભગવાને કામ કરવાની ક્ષમતા તો આપી જ છે ને.
પાટનગરમાં આવો જ એક પ્રજ્ઞાચક્ષુ ડૉ. આકાશના હુલામણા નામથી જાણીતો યુવક મસાજ કરીને જીવન શહેરમા પેટીયુ રળી રહ્યો છે. નરી આંખે જોઇ શકતો યુવક પણ કામ ન કરી શકે તેવુ મસાજ કરીને નામ બનાવી રહ્યો છે. સિવિલ કેમ્પસમાં આવેલી શોપિંગના વેપારીઓના સહકારથી ગાંધીનગરને પોતાનુ કરી રહ્યો છે. હાલતા ચાલતા લોકો ખોટા બહાના બતાવી કામ ના કરવુ પડે તે માટે ભીખ માગતા હોય છે. ત્યારે ભીખ ભાગનાર લોકો માટે ડૉ. આકાશ મિશાલ બની રહ્યો છે.

આકાશ કહી રહ્યો છેકે કુદરતે મને રોશની નથી અપી તો શુ થયુ, મને કામ કરવાની ક્ષમતા તો આપી જ છેને. હુ ભીખ માગતો નથી, મહેનત કરીને કમાઇ રહ્યો છુ. લોકો બિમારીમાં હજ્જારો રૂપિયા ફિઝિયોથેરાપી કરવામાં ખર્ચ કરી નાખે છે. ત્યારે બિમાર દર્દીઓને ઘરે આવીને માત્ર મામુલી ફીમાં ડૉ. આકાશ મસાજ કરી આપે છે. પ્રજ્ઞાચક્ષુ યુવક કહી રહ્યો છેકે મને તમારી દયાની જરૂર નથી. જો આપને જરૂર હોય તો મને કામ આપો. મારા કોન્ટેક નંબર 97140 34168 પર સંપર્ક કરી કામ આપવાની માનવતા બતાવો. દેખાતા લોકો સામે દયા કરવા કરતા કામ કરીને મહેનતના રૂપિયા માગતા યુવકને કામ આપવા લોકોને અરજ કરી છે.[more…]

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.