An Achievement of The Class Teacher_શિક્ષિકાની જીદથી મંદબુદ્ધિનો બાળક સામાન્ય બન્યોઃ ત્રણ વર્ષનો અથાગ પ્રયાસ સફળ.

DB-logo

કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ બનેલા પાલનપુરનાં આ કિસ્સામાં મુસ્લિમ શિક્ષિકા ખરાં ઉતર્યાં

ત્રણ વરસ સુધી અથાગ પ્રયાસથી નાદીયાબેને વિક્રમના જીવનમાં સંસ્કારોનું સિંચન કર્યું

ડીસાની રામપુરા પગાર કેન્દ્ર શાળાની શિક્ષિકાની મહેનત રંગ લાવી

પાલનપુર, ડીસાની રામપુરા પગાર કેન્દ્ર શાળામાં ધોરણ-6 માં અભ્યાસ કરતો છાત્ર ન કોઇની સામે બોલે કે ચાલે, સહધ્યાયીઓ કંઇક કહેવા જાય તો સ્લેટથી મારે, શિક્ષકો સમજાવવા જાય તો સામે થઇ જાય અને દિવાલો સાથે માથુ અફળાવે, ઘરે પણ તેના આવા વર્તનથી પરિવારજનો દુ:ખી થતા હતા. ત્યારે મંદબુદ્ધિ ધરાવતા આ છાત્રનું જીવન બદલવા માટે તેના વર્ગ શિક્ષિકાએ દ્દઢ નિર્ણય કર્યો અને ગુરૂજી નહીં પણ મિત્ર બનીને ત્રણ વરસમાં છાત્રનું જીવન બદલી નાખ્યું ત્યારે છાત્રની માતાના મુખેથી એક જ વાક્ય નીકળ્યું ‘મેં જન્મ આપ્યો છે તમે તો મારા બાળકને સમજ્યા છો.’

 ડીસાના રામપુરાના શિક્ષક કસ્તુરભાઇ અને કંકુબેન ચૌધરીના પરિવારમાં ત્રણ પુત્રીઓ વચ્ચે એકના એક પુત્ર વિક્રમના

જન્મની ખુશી ઝાઝા દિવસ રહી નહતી. બે વર્ષની ઉંમરે મગજનો તાવ આવતાં વિક્રમને હેમરેજ થઇ ગયું હતું. તે ત્રણ માસ સુધી કોમામાં રહ્યા બાદ સ્વસ્થ થયો ત્યારે આંશિક મંદબુદ્ધિ આવી ગઇ હતી. વર્તન અસામાન્ય બની ગયું હતું. વિક્રમ જાણે એકલો અટુલો પડી ગયો હતો.

 
 શાળામાં સહ અધ્યાયીઓને સ્લેટ મારવી, શિક્ષકોની સામે થઇ જવું, દિવાલ સાથે માથું અફળાવવું જેવા વર્તનથી સૌ કોઇ દુ:ખી થતા હતા. ત્યારે ધોરણ-6 ના તેના શિક્ષિકા પાલનપુરના નાદીયાબેન સૈયદે ગુરૂ નહીં પણ  વિક્રમના મિત્ર બની ત્રણ વર્ષના સમયગાળામાં શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરતાં આજે વિક્રમ સમાજમાં ગર્વભેર જીવન જીવી રહ્યો છે. એક મુસ્લિમ શિક્ષિકાએ યશોદા માતા બનીને જે રીતે વિક્રમના જીવનમાં બદલાવ લાવ્યો છે. કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. તેનાથી બાળકના માતા-પિતા ગદ્દગદ્દીત બની ગયા છે. કંકુબહેન તો એવું કહે છે કે, ‘મેં તો મારા વિક્રમને જન્મ આપ્યો છે પણ તમે તેને સમજ્યા છો.
 
 

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s