7 દિવસ સુધી કારના રેડિયેટરનું પાણી પીને જીવતી રહી યુવતી, 200 ફૂટની ઊંચાઇથી પડી હતી ખાઈમાં

અમેરિકાના ઓરેગોનમાં એક મહિલાનું મૃત્યુ સામે લડાઇનો અનોખો મામલો સામે આવ્યો છે. આ મહિલાએ જીવતા રહેવા માટે 7 દિવસ સુધી જીપના રેડિયેટરમાંથી (મોટરમાં એંજિનને ઠંડું રાખવાનું ઉપકરણ) પાણી પીધું. જોકે, 23 વર્ષની એન્જેલા હર્નાન્ડિજ કૈલિફોર્નિયાના એક હાઇવેથી પસાર થઇ રહી હતી. ત્યારે રસ્તા પર અચાનક એક જાનવર આવી ગયો, જેને બચાવવાના ચક્કરમાં એન્જેલા જીપ સહિત 200 ફૂટ ઊંડી ખાઈમાં જઇને પડી ગઇ હતી. તે ખૂબ જ ખરાબ રીતે પીડિત થઇ હતી પરંતુ તેની સારી કિસ્મતના કારણે તેનો જીવ બચી ગયો હતો. તેની જીપ સંપૂર્ણ રીતે ડેમેજ થઇ ગઈ અને તે એક વીરાન જગ્યા પર ફસાઇ ગઇ હતી.

How she survived

વીરાનમાં દૂર-દૂર સુધી કોઇ હતું નહીંઃ-

– એન્જેલાનો એક ખંભો તૂટી ચૂક્યો હતો. વીરાનમાં દૂર-દૂર સુધી મદદની સંભાવના હતી નહીં. એવામાં એન્જેલાએ પોતાને જીવિત રાખવા માટે કારના રેડિયેટરનો ઉપયોગ કર્યો હતો. પહેલાં તેણે તેને કૂલેન્ટથી દૂર કરીને તેનું પાણી પીધું. ત્યાર બાદ તેણે રેડિયેટરમાં આસપાસથી પાણી એકઠું કરવાનું શરૂ કર્યું. આ રીતે તે 7 દિવસ સુધી જીવિત રહી.

શોધમાં સંપૂર્ણ પરિવાર અને પોલીસઃ-

– આ ઘટના 6 જુલાઈના રોજ બની હતી. દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ એન્જેલા કોઇ સાથે સંપર્ક કરી શકી નહીં. તેનો મોબાઈલ પણ તૂટી ચૂક્યો હતો. એન્જેલા જ્યારે ઘરે ન પહોંચી ત્યારે પરિવારે પોલીસને સૂચના આપી હતી. બે દિવસ બાદ પણ જ્યારે પોલીસ એયર સર્ચ દ્વારા જંગલોમાં તેને શોધવામાં નિષ્ફલ રહી, ત્યારે ફરી એન્જેલાના પરિવારે એન્જેલાની શોધખોળ માટે ઈનામની ઘોષણા કરી હતી.

આ રીતે મળી એન્જેલાઃ-

– ઘટનાથી લગભગ 6 દિવસ બાદ મોંટેરે બીચથી પસાર થતાં બે લોકોને એન્જેલાનો અવાજ સંભળાયો. ત્યાર બાદ આ લોકોએ પોલીસને સૂચના આપી. રેસ્ક્યૂ ટીમ તરત ઘટનાસ્થળ પર પહોંચી એન્જેલાને હોસ્પિટલ પહોંચાડી. રેસ્ક્યૂ ટીમથી ટોમ વૂને કહ્યું, આ એક ચમત્કાર છે કે આટલી ઊંચાઈથી નીચે પડ્યા બાદ પણ તે જીવિત રહી અને 7 દિવસ સુધી તેણે રેડિયેટરમાંથી પાણી પીને પોતાને જીવિત રાખી.

પરિવારે એન્જેલાને લડાકુ જણાવીઃ-

– એન્જેલાના જીવિત મળ્યા બાદ તેની બહેને કહ્યું, જ્યારે તે આટલાં દિવસો સુધી મળી નહીં ત્યારે અમારા દિમાગમાં વિવિધ વિચારો આવી રહ્યા હતાં. પરંતુ જે રીતે તેણે પોતાને બચાવી તેનાથી એવું લાગે છે કે તે એક ફાઇટર છે. એન્જેલા અમેરિકાના એક રોક બેન્ડમાં ગિટારિસ્ટ રહેલી છે.

Gujarati News સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર