મુસ્લિમ યુવતીએ નિકાહની સાંજે પોતાના ૭૫ ગુરુઓનું સન્માન કરીને દાખલો બેસાડ્યો.

પોતાના ગામના યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા આપવાના એક પ્રયાસ તરીકે નિશાદ બાનુએ લગ્નમાં થતાં નકામા ખર્ચાઓ કરવાને બદલે પોતાના ગુરુઓનું સન્માન કરવામાં પૈસા વાપરવાનો નિર્ણય કર્યો હતો.

Muslim bride

૨૨ વર્ષીય મુસ્લિમ યુવતી નિશાદ બાનુએ પોતાના નિકાહની આગલી સાંજે પોતાના પ્રાથમિક શિક્ષકોથી માંડીને કોલેજ કાળ સુધીના પ્રોફેસરોનું માન સન્માન કરીને એક ઉમદા ઉદાહરણ પૂરુ પાડ્યું છે. ૧૦ જાન્યુઆરીના રોજ લગ્ન કરનાર નિશાદ બાનુ સુરતથી ૨૫ કિમી દૂર આવેલા હલધરુ ગામની રહેવાશી છે. પોતાના જીવન ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપનાર શિક્ષકોનું માન સન્માન કરનાર બાનુનું આ પગલું ખરેખર પ્રશંસનીય છે. પોતાના ગામના યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા આપવાના એક પ્રયાસ તરીકે નિશાદ બાનુએ લગ્નમાં થતાં નકામા ખર્ચાઓ કરવાને બદલે પોતાના ગુરુઓનું સન્માન કરવામાં પૈસા વાપરવાનો નિર્ણય કર્યો હતો. લગભગ ૭૫ જેટલા શિક્ષકોને શાલ અને મેમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. એટલું જ નહીં પરંતુ ગામમાં વધારે અભ્યાસ પૂર્ણ કરનાર યુવાનોને પણ માન ઈકરામથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. નિશાદ બાનુના પરિવારજનોએ નિશાદની શાળાને રૂ. ૧૦ લાખનું દાન આપ્યું હતું. નિશાદના પતિ રમીઝે નિશાદની આ વાત સહર્ષ સ્વીકારી લીધી હતી અને પોતાના પરિવાર સાથે આ કાર્યક્રમમાં સામેલ થયાં હતા. નિશાદે કહ્યું કે અમારા ગામમાં શિક્ષણનો દર ખૂબ જ ઓછો છે. ગામનો દરેક જણ શિક્ષિત બને તેવું મારા પિતા પણ ઈચ્છતા હતા. તેથી મારા ગુરુઓનું સન્માન કરવાના હેતુસર અમે તેમનું માન સન્માન કરવા પાછળ પૈસા વાપર્યાં હતા.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s