દેશમાં 122 વર્ષ બાદ 19 વર્ષની મહેનતથી જાતે બનાવેલું વિમાન ઊડશે.

122 વર્ષ બાદ હવે મુંબઈના જ કેપ્ટન અમોલ યાદવ

જાતે બનાવેલું વિમાન ઉડાવી શકશે.

This slideshow requires JavaScript.


મુંબઈ: વર્ષ 1895માં મુંબઈના શિવકર તલપડેએ જાતે બનાવેલું વિમાન ચોપાટી પર ઉડાવ્યું હતું. તેનાં 122 વર્ષ બાદ હવે મુંબઈના જ કેપ્ટન અમોલ યાદવ જાતે બનાવેલું વિમાન ઉડાવી શકશે. તેમને ડિરેક્ટોરેટ જનરલ સિવિલ એવિએશન (ડીજીસીએ)નું સર્ટિફિકેટ પણ મળી ગયું છે.

ઘરની છત પર 19 વર્ષ સુધી મહેનત કરીને અમોલે છ બેઠક ક્ષમતા ધરાવતું એરક્રાફ્ટ ટીએસી-003 તૈયાર કર્યું છે. એરક્રાફ્ટ 2011માં બની ગયું હતું. ત્યારથી અમોલ વિમાન ઉડાવવા માટે ડીજીસીએ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવાનો પ્રયાસ કરતા હતા. છ વર્ષ બાદ સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને આ સર્ટિફિકેટ સોંપ્યું. ડીજીસીએના અધિકારી હવે મુંબઈ આવશે અને 10 દિવસ સુધી વિમાન સાથે સંકળાયેલા કેટલાક ટેસ્ટ કરશે. ત્યાર બાદ સત્તાવાર રીતે એરક્રાફ્ટને ઉડાવવાની મંજૂરી મળશે. અમોલે જણાવ્યું કે સ્વતંત્રતા બાદ દેશમાં પહેલી વખત કોઈ ખાનગી વિમાન બનાવનારાને ડીજીસીએ સર્ટિફિકેટ મળ્યું છે. રાજ્ય સરકારે પણ અમારી કંપનીને પાલઘરમાં વિમાન બનાવવા માટે જમીન આપવાનું વચન આપ્યું છે. આ પ્રક્રિયા પણ ઝડપથી પૂરી થઈ જશે.

અમોલને ડીજીસીએ સર્ટિફિકેટ મળવાનો કિસ્સો પણ ઘણો રસપ્રદ છે. તેમણે જણાવ્યું કે વિમાન બનાવ્યા બાદ મેં વર્ષ 2011માં ડીજીસીએ સર્ટિફિકેટની અરજી કરી હતી. ત્યારે વાત બની નહીં. આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈમાં મેક ઈન ઈન્ડિયા વીક થયું તો હું વિમાન લઈને પહોંચી ગયો. તેને પ્રદર્શનમાં રાખવાનું વિચાર્યું. મારી પાસે સત્તાવાર મંજૂરી નહોતી તો પોલીસવાળા મને હટાવવા લાગ્યા. આ સમાચાર મુખ્યમંત્રી ફડણવીસને મળી તો તેમણે મને બોલાવ્યો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ અંગે વાત કરી. સીએમ અને પીએમની ચાર બેઠક થઈ. અંતે પ્રયાસો સફળ થયા.

13 હજાર ફૂટની ઊંચાઈ પર 1500 ફૂટ પ્રતિ ક્લાકની ઝડપે ઊડી શકશે ટીએસી-003, અમોલને ત્રીજા પ્રયાસમાં સફળતા મળી

અમોલ જેટ એરવેઝમાં ડેપ્યુટી ચીફ પાઈલટ રહ્યા છે. તેમણે 1998 અને 2003માં ટુ-સીટર એરક્રાફ્ટ બનાવ્યાં. બંનેના ટેસ્ટ નિષ્ફળ રહ્યા. પછી તેમણે 2010માં થ્રસ્ટ એરક્રાફ્ટ નામથી કંપની બનાવી અને ત્રીજી વખત પ્રયાસ શરૂ કર્યો. આ વખતે સફળતા મળી. એરક્રાફ્ટ ટીએસી-003નું વજન 1450 કિલો છે. તે 1500 ફૂટ પ્રતિ ક્લાકની ઝડપે ટેક ઑફ કરી શકશે. 13 હજાર ફૂટની ઊંચાઈ પર ઉડ્ડયન કરી શકશે. અમોલે ઘરની છત પર જ ટીનશેડ લગાવીને એરક્રાફ્ટ પર કામ શરૂ કર્યું હતું. તેમણે આઠ સિલિન્ડરવાળા પેટ્રોલ ઑટોમોબાઈલ એન્જિનની મદદથી વિમાન બનાવ્યું.[Click here for Divyabhasker Gujarati]

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.