ગુજરાતના આ ગામની ત્રણ દીકરીઓએ તોડી પરંપરા, ભણવા માટે ઓળંગ્યા ગામના સીમાડાં

કન્યા કેળવણી ઉપર સરકાર દ્વારા ભાર મુકવામાં આવે છે, પરંતુ અનેક ગામો અને પ્રદેશો એવા છે જ્યાં આઝાદીના 6 દાયકા પછી પણ કન્યા કેળવણીને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. વિશ્વમાં આજે મહિલા પુરુષ સમોવડી બની રહી છે અને મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યારે આવા પ્રદેશો કે ગામો વિશે વાંચવા કે સાંભળવા મળે ત્યારે આપણને લાગે કે આપણે હજુ એ દિશામાં વિશ્વથી ઘણા પાછળ છીએ. આવું જ એક ગામ ખાંભા તાલુકામાં આવેલું છે, જ્યાં કન્યાએ ઉચ્ચ કેળવણી મેળવવી જોઇએ એ વાતને મહત્વ અપાતું નહોતું પરંતુ આઝાદીના 60 વર્ષ બાદ ત્રણ બાળકીઓએ આ વિચારધારાને તોડીને હવે ઉચ્ચ અભ્યાસ અર્થે ગામના સીમાડાં ઓળંગ્યા છે.

This slideshow requires JavaScript.

વાત ખાંભામાં આવેલા દાઢયાળી ગામની છે, આ ગામમાં 1500 જેટલી વસ્તી છે. આ ગામમાં મોટાભાગની વસ્તી આહિર સમાજની છે. આઝાદીના છ દાયકા બાદ પહેલીવાર આહિર સમાજની ત્રણ દીકરીઓ અભ્યાસ અર્થે ગામ નહીં પરંતુ તાલુકા અને જિલ્લા બહાર નીકળી છે. જ્યાંની ત્રણ દિકરીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે જૂનાગઢ અને સાવરકુંડલા ખાતે અભ્યાસ કરી રહી છે. આ ત્રણ દીકરીઓને ભણવા માટે ગામ બહાર મોકલીને સમાજે પણ અન્યો માટે એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે અને કન્યાને ઉચ્ચ કેળવણીનું મહત્વ સમજાવ્યું છે.
દાઢિયાળી ગામમાં રહેતી ચેતના કેશુભાઇ ભુકણ, વર્ષા નનકુભાઇ ભુકણ અને ગીતા મનુભાઇ મોભ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી, ત્યારે તેમનામાં અભ્યાસ પ્રત્યેની રૂચી શાળાના શિક્ષકોના ધ્યાનમાં આવી હતી. શિક્ષકોએ આ ત્રણેય દીકરીઓ સાથે વધુ અભ્યાસ અંગે ચર્ચા કરી અને તેમનામાં રહેલી પ્રતિભાને ઓળખીને નક્કી કર્યું કે આ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ મળવો જોઇએ. શિક્ષકોએ આ માટે તેમના વાલીઓ સાથે ચર્ચા કરી અને વાલીઓને સમજાવ્યા હતા કે કન્યાઓ માટે ઉચ્ચ શીક્ષણનું મહત્વ કેટલું છે. શીક્ષકોની મહેનત રંગ લાવી અને ત્રણેય દીકરીઓને બહાર અભ્યાસ અર્થે મોકલવા માટે વાલીઓ માની ગયા હતા.
શું કહ્યું ત્રણેય દીકરીઓના વાલીઓએ
ચેતનાના પિતા કેશુભાઇએ હર્ષ સાથે જણાવ્યું કે અમે તો નથી ભણ્યા પરંતુ મારી દીકરીને ભણાવવામાં હું કે મારો પરિવાર જરા પણ કચાસ નહીં રાખીએ અને ગમે તેવા કપરાં સમયમાં હું મારી દીકરીની જરૂરિયાતને પૂર્ણ કરીશ.
વર્ષાના માતા-પિતાએ કહ્યું કે, અમે ખેડૂત છીએ ત્યારે અમારી દીકરીને ભણાવવા માટે હજુ મજૂરી કરવી પડે તો પણ તેઓ કરવા તૈયાર છે. તેમની લાડકીને અભ્યાસમાં કોઇ વિઘ્ન કે પૈસાના વાંકે અભ્યાસ છોડવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થવા દઇએ.
ગીતાના પિતા મનુભાઇ ખેડૂતની સાથોસાથ ખાંભામાં કરિયાણાની દુકાન ચલાવે છે, ત્યારે તેમની દીકરી ગીતા અભ્યાસ માટે જો એક ટાઇમ ભૂખ્યું રહેવું પડે તો તે પણ તેમને મંજૂર છે, પરંતુ ગીતાના ભણતરમાં જરા પણ કચાસ નહીં રહે તેમ તેમણે જણાવ્યું છે.
ડોક્ટર બનવા માગે છે ચેતના
ચેતના સાથે ટેલિફોનિક વાતચીત થતા તેમણે પોતાનું સપનું divyabhaskar.com સાથે શેર કર્યું હતું. તેણે કહ્યું કે, હું ઉચ્ચ અભ્યાસ કરીને ડોક્ટર બનવા માગુ છું અને મારા ગામમાં વસતા દરેક સમાજના લોકોની સેવા કરવા માગું છું. હું જ્યારે જ્યારે મારા ગામમાં કોઇ પરિવારના સભ્યને બીમાર જોઉં છું અને તેમની સારવાર માટે તેમને દૂર-દૂર જવું પડે છે, એ તકલીફને દૂર કરવા માગું છું.
ત્રણ દીકરીઓએ ગામનું નામ રોશન કરવાનું બીડું ઝડપ્યું છેઃ સરપંચ આલિંગ ભુકણ
દાઢિયાળી ગામના સરપંચ આલિંગ ભુકણે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે મારા નાના એવા ગામ અને મારા સમાજની ત્રણેય દીકરીઓએ આજે આઝાદીના છ દાયકા બાદ પોતાનું ભવિષ્ય અને ગામનું નામ રોશન કરવાનું બીડું ઝડપ્યું છે, જે સરાહનીય છે અને આ પહેલથી અન્ય દીકરીઓને અભ્યાસ અર્થે રૂચી જાગશે.
વધુ દીકરીઓને ઉચ્ય અભ્યાસ અર્થે પ્રોત્સાહિતઃ પ્રાથમિક શાળાના આચાર્ય
દાઢિયાળી પ્રાથમિક શાળાના આચાર્ય ધર્મેશ ગોંડલિયાએ આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આખરે અમારી મહેનત રંગ લાવી છે અને સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન પાછળ દર વર્ષે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે આજે આ કન્યા કેળવણી દાઢિયાળીમાં ખીલી ઉઠી છે. આગામી સમયમાં વધુ દીકરીઓને ઉચ્ય અભ્યાસ અર્થે પ્રોત્સાહિત કરવાનું કાણ અમારા તરફથી કરવામાં આવશે.
Courtsy : https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-after-independence-villages-girls-from-this-village-go-to-other-city-for-more-ed-5735786.html?ref=preco&seq=1

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.