કડકડાટ અંગ્રેજી બોલતી આ મહિલા લગાવે છે લારી, વેચે છે છોલે-કુલ્ચા.

ગુડગાંવ, દિલ્હી-એનસીઆરમાં આમ તો ઘણી લારીઓ પર છોલે-કુલ્ચા વેચાય છે, પરંતુ ગુડગાંવના સેક્ટર 14ની એક દુકાન તેમાં કઈંક ખાસ છે. અહીં લારી લગાવનારી મહિલાની સ્ટોરી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેની પાછળનું કારણ છે આ મહિલાનું કડકડાટ અંગ્રેજી બોલવું. આ મહિલા ગ્રેજ્યુએટ છે અને તેનું નામ છે ઉર્વશી યાદવ.

This slideshow requires JavaScript.

ઉવર્શીને મજબૂરીમાં કરવું પડે છે આ કામ
– ઉર્વશી આર્થિક રીતે સંપન્ન પરિવારની પુત્રી અને પુત્રવધૂ છે. તેના પતિ એક પ્રાઈવેટ કંપનીમાં મેનેજર હતા.
– ઉર્વશીનો પરિવાર ઘણા આનંદ સાથે જીવન પસાર કરતું હતું, તે સમયે તેના પતિનું અકસ્માતમાં હિપ તૂટી ગયું.
– ડોક્ટરો હિપની સર્જરી કરવાની વાત કરે છે. બીજી તરફ અકસ્માત બાદ તેના પતિની નોકરી જતી રહી.
– ઉર્વશીનો પરિવાર અચાનક જ આર્થિક તંગીનો સામનો કરવા લાગ્યો. પતિની નોકરી જતા ઉર્વશી પર ઘરની જવાબદારી આવી પડી.
– ગુડગાંવના સેક્ટર 17માં પતિ, સસરા અને બાળકો સાથે રહેતી ઉર્વશીએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા છોલે-કુલ્ચાની લારી લગાવવાનો નિર્ણય કર્યો હતો.
 
કામ અને ફેમિલીને આમ કરે છે મેનેજ
– ઉર્વશીના બે બાળકો છે અને તેઓ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ઉર્વશી સવારે તેમને તૈયાર કરી સ્કૂલ મોકલે છે.
– પતિની દેખરેખના કામ પતાવી જુની દિલ્હી રોડ પર સેક્ટર 14 પાસે લારી લગાવે છે.
– ઉવર્શી જણાવે છે કે, તેનો બિઝનેસ શરુ થઈ ગયો અને તેને ખાવાનું બનાવવાનું ગમતું હોવાને કારણે કોઈ સમસ્યા નથી થઈ.
– હવે ઉર્વશીનું સપનું છે કે તે પોતાની એક મોટી રેસ્ટોરાં ખોલે.
– લોકો પણ ઉર્વશીના બનાવેલા છોલે-કુલ્ચાની પ્રશંસા કરે છે. તેઓ કહે છે કે, ઉર્વશીના છોલે-કુલ્ચા એટલા ટેસ્ટી હોય છે કે તેમને ઘર જેવો સ્વાદ લાગે છે.
 

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.