અમેરિકામાં હાલ એક જોડીની ખુબ ચર્ચા થઈ રહીં છે, આ જોડી છે જેસા અને ગ્રેડીની, જેસાને મોઢા પર દાઢી ઉગે છે જ્યારે ગ્રેડીના હાથ કરચલા જેવા છે. આ બંને અમેરિકાના ખુબ જાણીતા ટીવી શો ધ વેનિક બીચ ફ્રીકશોમાં કામ કરે છે. ટીવી શો દરમિયાન પરિચયમાં આવ્યા બાદ બંને છેલ્લા એક મહિનાથી રિલેશનશિપમાં છે.
દાઢીવાળી યુવતી અને કરચલા જેવા હાથવાળો યુવક
જેસાની ઉંમર 30 વર્ષની છે. જ્યારે ગ્રેડી 39 વર્ષનો છે. દાઢી હોવાને કારણે જેસા દાઢીવાળી યુવતીના નામથી જાણીતી છે. જ્યારે ગ્રેડી કરચલા જેવા હાથવાળા યુવકના નામથી જાણીતો છે. ગ્રેડી તેના પરિવારની છઠ્ઠી વ્યક્તિ છે જે આવી ખોટ સાથે જનમ્યો છે. જેસાનું કહેવું છે કે તેઓ ‘ધ વેનિશ બીચ ફ્રીકશો’ માં મળ્યા બાદ થોડા જ સમયમાં એક બીજાના પ્રેમમાં પડ્યા હતા. સાથે એસાનું કહેવું છે કે બંનેએ એકબીજાની વિષમતાને અપનાવી લીધી છે.