Korowai Cannibals of Indonesia_વિશ્વથી અલિપ્ત રહીને ગાઢ જંગલોમાં જીવન વીતાવતા આદિવાસીઓની દુનિયા.

DB-logoઅહીંયા છે માનવ માંસ ખાવાનો રિવાજ, ગાઢ જંગલોમાં વસતા કોરોવાઇ આદિવાસી.

This slideshow requires JavaScript.

વિશ્વથી અલિપ્ત રહીને ગાઢ જંગલોમાં જીવન વીતાવતા આદિવાસીઓની દુનિયા હંમેશાથી રસનો વિષય છે. ઇન્ડોનેશિયન ન્યૂગિની ટાપુ પર આવેલા ગાઢ જંગલોમાં કોરોવાઇ આદિવાસી વસે છે. 140 ફૂટ ઊંચે ટ્રી હાઉસ બનાવવા માટે જાણીતા આ આદિવાસીઓમાં માનવ માંસ ખાવાનો રિવાજ પ્રચલિત છે. વર્ષ 2006માં ઓસ્ટ્રેલિયન પત્રકાર પોલ રફાલેએ આ આદિવાસીઓની મુલાકાત લીધી હતી. થોડા દિવસો અગાઉ પોલ રફાલે વાઇઝ મેગેઝિનની પત્રકારને મળ્યા હતા ને પોલે કોરોવાઇ આદિવાસીઓ અને તેમની દુનિયા અંગેની ખાસ વાતો શેર કરી હતી. 

આદિવાસીઓએ માણસનું માંસ ખાવા આપ્યું.

વર્ષ 1970માં કોરોવાઇ આદિવાસીઓના અસ્તિત્વ અંગે પહેલીવાર વિશ્વને જાણ થઇ હતી. કોરોવાઇ આદિવાસીઓ ઇન્ડોનેશિયાના તાબાં હેઠળના ન્યૂગિની ટાપુમાં વસે છે. જો કે, સામાન્ય રીતે આ આદિવાસીઓ સાથે સંપર્ક કેળવવાની કોશિશ બહુ ઓછા લોકો કરતાં હોય છે કારણ કે, આ આદિવાસીઓ અત્યંત વિષમ અને ગાઢ જંગલ વિસ્તારમાં વસે છે, અહીં પહોંચવાનો માર્ગ પણ કઠીન છે. 

વાઇઝ સાથેની વાતચીતમાં પોલે જણાવ્યું હતું કે, જ્યારે અમે કોરોવાઇ આદિવાસીઓને મળવાનું નક્કી કર્યું તે માટે અમે પહેલા એવા વ્યક્તિને શોધ્યો જે ત્યાં અગાઉ જઇ આવ્યો હોય. સુમાત્રા સ્થિત અમારો ગાઇડ કોર્નેલિયસ અગાઉ ત્યાં ગયો હતો. તેની પાસેથી મને જાણવા મળ્યું કે, જ્યારે કોર્નેલિયસ ત્યાં ગયો ત્યારે આદિવાસીઓએ તેની વિચિત્ર પરિક્ષા લીધી, તેને માંસનો ટુકડો આપ્યો ને કહ્યું આ માણસનું માંસ છે જો તું ખઇશ તો જ તું અમારી સાથે રોકાઇ શકીશ નહીંતર તારે પાછા જઉં પડશે, આથી કોર્નિલયસે આદિવાસીઓનો વિશ્વાસ જીતવા માટે માંસનો ટુકડો પણ ખાઇ લીધો. બાદમાં અમારા ગાઇડને તેમની સાથે ઘરોબો થઇ ગયો હતો.  

પોતાની કોરોવાઇ આદિવાસી સાથેની મુલાકાત અંગે પોલ જણાવે છે કે, અમે ક્રૂ મેમ્બર્સ સાથે ગાઇડની મદદથી આદિવાસીઓની નજીક પહોંચ્યા ત્યારે આદિવાસીઓને લાગ્યું કે અમે તેમના પર હુમલો કરીશું આથી તેઓ અમારા પર હુમલો કરવાની પેરવીમાં હતા, ચેતવણી સ્વરૂપે કેટલાંક બાણ પણ તેમણે છોડ્યા. આદિવાસીઓના રહેઠાણ અને અમે જ્યાં રોકાયા હતા ત્યાં વચ્ચે નદી હતી. જેમ જેમ રાત થતી ગઇ તેમ અમારો ભય વધતો ગયો કેમ કે, અહીંયાના લોકો માણસનું માંસ ખાય છે તે વાત જ ભય વધારી દેતી હતી. અમે પહેલા નદીમાં કૂદીને બીજી તરફ જવાનું વિચાર્યું પણ તે વિસ્તારની નદીઓમાં મગરનો પણ ભય હોય આથી નદીમાં કૂદવાની પણ હિમ્મત ન થઇ. બાદમાં આદિવાસીઓ પૈકી એક કદાવર વ્યક્તિ અમારી તરફ આવી ગયો, અમારા ગાઇડે તેની સાથે વાત કરી ને તેણે અંદાજે 1800 રૂ. માગ્યા. અમે રૂપિયા આપ્યા પછી આદિવાસીઓ જ્યાં રોકાયા હતા ત્યાં અમે પણ પહોંચી ગયા.

મેગેઝિન સાથેની વાતચીતમાં પોલે જણાવ્યું કે, કોરોવાઇ આદિવાસી અને સામાન્ય માણસોમાં લગભગ 90 ટકા સામ્યતા છે, પરંતુ આ આદિવાસીઓ પૂર્વજોની પરંપરાને ખૂબ જડતાથી અનુસરતા હોય છે. તે સિવાય આ આદિવાસીઓને વિશ્વના અન્ય ભાગ, સંસ્કૃતિને મળવાનો મોકો નથી મળ્યો આથી અમુક વાતોમાં તેઓ પછાત છે. મોટાભાગના આદિવાસીઓ નગ્ન જ હોય છે. અમુક મહિલાઓ કમર નીચેનો ભાગ ઢાંકતી હોય છે. ગાઢ જંગલોમાં મચ્છરોના ઉપદ્રવથી બચવા આ આદિવાસીઓ ઊંચા સ્થાને ટ્રી હાઉસ બનાવતા હોય છે. જેમાં એકબાજુ મહિલાઓ અને એક તરફ પુરુષો સૂતા હોય છે. 

માંસ ખાવાની પરંપરા અંગે ઓસ્ટ્રેલિયન પત્રકાર જણાવે છે કે,  મૃત્યુ અંગે આદિવાસીઓને પૂરતી જાણકારી નથી. ટ્રી હાઉસ બનાવતી વખતે પડીને કોઇ વ્યક્તિ મરી જાય તો એ લોકો તે મૃત્યુને સહજ ગણે છે, પરંતુ વિષમ આબોહવાને કારણે ત્યાં ઘણી જીવાત રહેતી હોય છે, જેના કરડવાથી પણ કેટલાંય આદિવાસીઓ જીવલેણ રોગનો ભોગ બનતા હોય છે, પરંતુ આ વાત અંગે તેમની પાસે ખાસ માહિતી નથી. જ્યારે કોઇ આદિવાસી માંદો પડે ત્યારે કોરોવાઇ એવું સમજતાં હોય છે કે, કોઇ દુષ્ટ આત્મા તેના શરીરમાં છે જેને કારણે તે વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે. આવી માંદગીથી જે કોરોવાઇ પુરુષ મૃત્યુ પામે ત્યારે 13 વર્ષથી વધુ વયના કોરોવાઇ જાતિના યુવક અને પુરુષો મળીને તેને રાંધીને ખાઇ જતાં હોય છે. 

વાઇઝને જણાવ્યાનુસાર, કોરોવાઇ આદિવાસી કોઇ પણ મૃતકના વાળ, નખ, દાંત ને લિંગ સિવાય તમામ ભાગ ખાઇ જતાં હોય છે. મૃતકના વિવિધ અંગોને અલગ કરીને તેને આગ પર શેકીને આદિવાસીઓ ખાતા હોય છે. 

કોરોવાઇ આદિવાસીઓમાં નેતાગીરી અને લીડર બનવા માટે પણ ઘણી લડાઇઓ થતી હોય છે, જેમાં કેટલાંક પુરુષ આદિવાસી અન્ય આદિવાસીઓને મારીને તેમને ખાઇ જતાં હોય છે અને તેમની ખોપડી ભેગી કરતાં હોય છે. પોલના જણાવ્યાનુસાર, તેની મુલાકાત દરમિયાન તેઓ આવા આદિવાસીને મળ્યા હતા તેણે અંદાજે 23 જેટલાં લોકોની હત્યા કરીને તેમનું માંસ ખાધું હતું.

http://www.divyabhaskar.co.in/news-frec/INT-BHY-meeting-the-cannibal-korowai-tribes-of-indonesian-new-guinea-5252944-PHO.html?seq=1

 

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.