બ્રિટિશ યુવક પિઝા ખાવા માટે વિશ્વ પ્રવાસે નિકળ્યો!

logoGS-પાંચ વર્ષની વયે પિઝા ખાધા પછી પિઝાના પ્રેમમાં પડયો હતો.

 -અત્યાર સુધીમાં પાંચ ખંડના ૩૦ દેશના પિઝાનો ટેસ્ટ કરી ચૂક્યો છે!

-ભારત જેવા દેશનો પ્રવાસ હજુ તેણે બાકી રાખ્યો છે.

– આર્જેન્ટિનાના પિઝા સૌથી ખરાબ.

World tour of British boy to taste the various pizza

પિઝા ખાવા માટે જગતનો પ્રવાસ!

લોકો મજા કરવા ખાતર પ્રવાસે નિકળતાં હોય છે.પણ બ્રિટનના લિવરપૂલમાં રહેતા ફિલ ડંકને પિઝા ખાવા માટે જગતનો પ્રવાસ આદર્યો છે.પાંચ વર્ષની વયે પેરિસમાં પહેલી વખત પિઝાનો સ્વાદ ચાખ્યા પછી ફિલને પિઝાનો ચસ્કો લાગ્યો હતો. ત્યારે તેણે નક્કી કર્યુ હતું કે મોટા થઈને દેશ-પરદેશના પિઝા ખાવા.

InvitenShare logoપાંચ ખંડના ૩૦ દેશોના પિઝા ચાખ્યા.

જગત પ્રવાસે નિકળેલા ફિલે અત્યાર સુધીમાં વિવિધ પાંચ ખંડના ૩૦ દેશોના પિઝા ચાખ્યા છે. એ પોતાની પિઝા યાત્રા બ્લોગ અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતો રહે છે. સાથે સાથે પોતાના અનુભવો પણ લખે છે. વિવિધ દેશોમાં પિઝા ખાતાં તેને દક્ષિણ અમેરિકી દેશ આર્જેન્ટિનાના પિઝા સૌથી બેકાર લાગ્યા હતા.

પિઝા ખાવા માટે મોટા દેશથી માંડીને એ નાના ટાપુ રાષ્ટ્રો સુધીની સફર.

હાલ એ દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલની સફરે છે. જોકે પિઝાનો જન્મદાતા ગણાતા દેશ ઈટાલિ સુધી ફિલ પહોંચી શક્યો નથી, પણ જવાની ઈચ્છા જરૃર છે. પિઝા અંગે અનુભવી થયા પછી હવે તેની ઈચ્છા પિઝા રેસ્ટોરેન્ટ ખોલવાની છે.

૨૦૦૮માં રખડપટ્ટીએ નીકળેલા ફિલે નક્કી કર્યુ હતુું કે ૩૦ વર્ષનો થશે એ પહેલા ૩૦ દેશોનો પ્રવાસ કરશે.

એ સિદ્ધિ હાલ તો તેણે ૩૦ વર્ષ પહેલાં જ મેળવી લીધી છે. એશિયામાં એ અત્યાર સુધીમાં કમ્બોડિયા, મલેશિયા અને થાઈલેન્ડ ફર્યો છે. ભારત જેવા દેશનો પ્રવાસ હજુ તેણે બાકી રાખ્યો છે. તેણે પોતાના બ્લોક પર બેસ્ટ પિઝા ક્યાં મળ્યાં તેની નોંધ પણ કરી છે. એ પ્રમાણે તેને લિવરપૂલ, સિએટલ (અમેરિકા), મલેશિયા, થાઈલેન્ડ અને ન્યુયોર્કમાં સર્વશ્રેષ્ઠ પિઝાનો સ્વાદ માણવા ઔમળ્યો છે.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-british-youth-to-eat-pizza

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.