હેન્ડપમ્પના પાણીથી સ્નાન કર્યા બાદ આખો પરિવાર થઈ ગયો ટાલિયો !

તમામના વાળ ચોંટી ગયા હતા અને તેને અડકતાં જ વાળ હાથમાં આવી ગયા હતા.

handpump water side effect on hair

હેન્ડપમ્પ કોઈ પરિવાર માટે આફત બની શકે તે શક્ય છે. વાત માન્યામાં આવે તેવી નથી પરંતુ બિહારના મધુબની જિલ્લામાં લદનિયા નામના એક વિસ્તારમાં હેન્ડપમ્પના પાણીથી નહાયા બાદ પરિવારના તમામ સભ્યો ટાલિયા થઈ ગયા. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં દહેશત છે. વહીવટીતંત્રે આ હેન્ડપમ્પને સીલ કરી દીધો છે. આ પરિવારના જે ચાર લોકો ટાલિયા થઈ ગયા છે તેમાં અન્ય કોઈ પ્રકારની તકલીફને લઈને પણ સંશય છે.

લદનિયાના નાથપટ્ટી ગામમાં બપોરના સમયે ઘરની બહાર લાગેલા હેન્ડપમ્પના પાણીથી એક જ પરિવારના ચાર સભ્યોએ સ્નાન કર્યું હતું. સાંજ પડતાં સુધીમાં તો પરિવારના ચારેય સભ્યો ટાલિયા થઈ ગયા હતા. આ અંગે સૂચના મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા બીડીઓ બિમલકુમાર તેમજ પીએચસીના ચિકિત્સક ડો. વિજય સાહે તેમની પૂછપરછ કરી હતી. જોકે, તેમના વાળ કેમ ઊતરી ગયા તેના કારણો અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી.

InvitenShare logo

વહીવટીતંત્રે તપાસ માટે પાણીના નમૂના લઈ હેન્ડપમ્પને સીલ કરી દીધો છે.પીડિતોએ જણાવ્યું હતું કે, શનિવારે બપોરે તેમણે ચારેયે ઘર પાસે રહેલા હેન્ડપમ્પમાંથી કાઢેલા પાણીથી સ્નાન કર્યું હતું. સ્નાન બાદ થોડાક જ સમયમાં તમામના વાળ ચોંટી ગયા હતા અને તેને અડકતાં જ વાળ હાથમાં આવી ગયા હતા. સાંજ પડતા સુધીમાં તો તેઓ ટાલિયા થઈ ગયા હતા. આ ઘટના બાદ ઘરની મહિલાઓ બહાર નીકળી શકાય તેમ પણ નથી અને ઘરમાં કેટલો સમય બેસી રહે તે પણ એક પ્રશ્ન છે. તેઓ જણાવે છે કે, આ તો સારું થયું કે તેમની દીકરીના થોડા દિવસ પહેલાં લગ્ન થઈ ગયા, જો આ ઘટના પહેલા બની હોત તો અનર્થ થઈ જાત.[more…]