મહિલા સમજી રહી હતી જુડવા બાળકો પેદા થશે, પરંતુ ડિલવરીના દિવસે ડોક્ટર્સે બોલાવવી પડી 15 લોકોની ટીમ

ટેક્સાસમાં રહેનારી લોરા પર્કિન્સનો મામલો સાઇન્સની દ્રષ્ટિએ સૌથી અજીબોગરીબ છે. લોરા જ્યારે પ્રગ્નેન્ટ હતી ત્યારે તેને પોતાનું પેટ જોઇને લાગ્યું કે તે જુડવા બાળકોને જન્મ આપવાની છે. પરંતુ જ્યારે ડોક્ટર્સે સોનોગ્રાફી કરી ત્યારે હકીકત જાણીને તેમને વિશ્વાસ થયો નહીં. ડોક્ટર્સે જણાવ્યું કે તે 6 બાળકોને એકસાથે જન્મ આપવાની છે.

Bith of 6 neonatals

પતિ-પત્ની થયા આશ્ચર્યચકિતઃ-

– લોરા અને તેના પતિ માટે આ ન્યૂઝ ખુશ થવાની સાથે આશ્ચર્યકારક પણ હતી. હોસ્ટનમાં રહેનારી આ મહિલાએ સફળતાપૂર્વક છ બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં ત્રણ છોકરી અને 3 છોકરા જન્મ્યા હતાં. જોકે, આ પાંચમાંથી એક છોકરી જન્મ સમયે ખૂબ જ નબળી હતી, જેના કારણે ડોક્ટર્સે તેને લાઇફ સપોર્ટ પર રાખી હતી. અન્ય 5 બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ હતાં. આ બાળકો સમયની સાથે પહેલાં માત્ર 30 સપ્તાહમાં જ જન્મ્યા હતાં. જેમને સિઝેરિયન તકનીક દ્વારા બહાર કાઢવામાં આવ્યાં હતાં.

ડિલિવરી માટે બનાવવામાં આવી ટીમઃ-

– આ અજીબોગરીબ મામલા માટે ટેક્સાસ હોસ્પિટલના ડોક્ટર્સે એક ટીમ પણ બનાવી હતી. તેની માટે લગભગ 15 લોકોનો સપોર્ટ સ્ટાફ પણ બનાવવામાં આવ્યો હતો. લગભગ 35 મિનિટ ચાલેલી આ સર્જરીમાં એક પછી એક છ બાળકોને જન્મ આપવામાં આવ્યો. જેમ-જેમ એક બાળક નીકળતું તેને પાસે ઉભેલી એક ટીમને દેખરેખ માટે સોંપી દેવામાં આવતું હતું.

ડોક્ટર્સે આ કેસને ચમત્કાર જણાવ્યોઃ-

આટલી મોટી સંખ્યામાં એકીસાથે બાળકોનો જન્મ લેવો ખૂબ જ દુર્લભ મામલો હોય છે. ડોક્ટર્સે કહ્યું કે આ ઘટનાને ચમત્કાર કહી શકાય છે. ડોક્ટર્સ પ્રમાણે દર 40 લાખ 50 હજાર ગર્ભવતી મહિલાઓમાંથી માત્ર એકને જ છ બાળકો થવાની સંભાવના રહે છે.

આ પહેલાં બ્રિટનમાં પણ બન્યો હતો આવો જ કેસઃ-

આ પહેલાં 2010માં પણ બ્રિટનન એક મહિલાએ એકસાથે 6 બાળકોને જન્મ આપ્યો હતો. ડોક્ટરો અને નર્સની ભારે ટીમની દેખરેખમાં 31 વર્ષીય મહિલાએ નિર્ધારિત સમયના 14 સપ્તાહ પહેલાં જ બાળકોને જન્મ આપ્યો હતો. આધિકારિક દ્રષ્ટિએ સૌથી પહેલાં બ્રિટનમાં જ 1983માં છ બાળક એકસાથે જન્મ્યા હતાં. લિવરપૂલમાં ગ્રાહમ અને જેનેટ વોલ્ટનના ઘરે એકસાથે 6 બાળકી જન્મી હતી.

Gujarati Newsસૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરોદિવ્યભાસ્કર