‘ડેડ મેન’ પોતાને જીવતો સાબિત કરવા પહોંચ્યો કોર્ટ, જજના નિર્ણયથી ફરી થયો DEAD

રોમાનિયાના એક 63 વર્ષીય વૃદ્ધ વ્યક્તિને લઈને એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેને જાણીને તમે હેરાન થઈ જશો. હકીકતમાં અહીંયા રહેતા કોન્સ્ટેંટીન રિલુ નામના વ્યક્તિને વર્ષો પહેલા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોતાને જીવંત બતાવવા માટે કોન્સ્ટેંટીન જ્યારે જાતે કોર્ટ પહોંચ્યો તો કોર્ટે તેમને જીવતો માનવા અંગે ઈનકાર કરી દીધો અને તેમને કહ્યું કે, હવે સત્તાવાર રીતે તમે મૃત જ રહેશો.

This slideshow requires JavaScript.

2003માં પત્નીએ બનાવ્યું ડેથ સર્ટિફિકેટ

– વાસ્તવમાં કોન્સ્ટેંટીન 1992માં નોકરીની શોધમાં તુર્કી ગયા હતા, ત્યારબાદ તેઓ છેલ્લી વખત 1999માં પરત પોતાના દેશમાં ફર્યા હતા. પરંતુ 1999 બાદ તેમનો તેમના ઘરેથી સંપર્ક તૂટી ગયો. વર્ષો સુધી પતિની વાપસી ન થવાના કારણ કોન્સ્ટેંટીનની પત્નીએ તેમને મૃત માની લીધા. તેમની વાઈફને લાગ્યું કે, કદાચ તુર્કીમાં આવેલા એક ભૂકંપમાં તેમના પતિનું અવસાન થઈ ગયું હશે. 2003માં કોન્સ્ટેંટીનની પત્નીએ તેમનું ડેથ સર્ટિફિકેટ પણ બનાવી લીધું.

પછી થઈ કોન્સ્ટેંટીનની વાપસી

– અચાનક એક દિવસ કોન્સ્ટેંટીનને તુર્કી પોલીસે એરેસ્ટ કરી લીધો કારણ કે તેના ડોક્યુમેન્ટ એક્સપાયર થઈ ચૂક્યા હતા. ત્યાંથી તેને પાછા રોમાનિક મોકલી દેવામાં આવ્યા. તેમણે વિચાર્યું કે, તે પાછા પોતાના દેશમાં જઈને પાસપોર્ટ રિન્યૂ કરાવીને પાછા તુર્કી આવી જશે પરંતુ ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે તેમને ફરીવાર પકડી લીધા અને તેમણે જણાવ્યું કે, 2003માં તેમનું મોત થઈ ચૂક્યું છે. આ બદુ જાણીને તઓ દંગ રહી ગયા. કોન્સ્ટેંટીનનું માનવું છે કે, તેમની પત્નીએ ઉતાવળમાં તેમને મૃત જાહેર કરીને ડેથ સર્ટિફિકેટ લઈ લીધું, જેનાથી તે બીજા લગ્ન કરી શકે.

કોર્ટે કહ્યું હવે બહુ મોડું થઈ ગયું છે

– કોન્સ્ટેંટીન તુર્કી પાછા આવીને એક કંપની શરૂ કરવા માંગે છે પરંતુ હવે તે એવા કાયદાકીય દાવ-પેચમાં ફસાયા છે જેનાથી તેમની કોઈ ઓળખાણ વધી નથી. કોર્ટનું કહેવું છે કે, 10 વર્ષ બહુ લાંબો સમય છે, એવામાં તે પોતાને જીવંત સાબિત કરવા માટે ઘણી વાર લગાવી ચૂક્યા છે. હવે તેમને મૃત જ માનવામાં આવશે.[more…]