ખેડૂતના પગમાં ડસવા જતા ફસાયો સાપનો દાંત, નીકળી ન શક્યો તો લપટાઇને પડ્યો રહ્યો

એક ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હતો, તે દરમિયાન સાપે તેને પગમાં ડંખ મારી દીધો અને પછી તેના પગને જોરથી જકડી લીધો.
snake_bite_1_1528703
મધેપુરા (બિહાર): મધેપુરા જિલ્લાનો એક અતિશય અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીંયા એક ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હતો. તે દરમિયાન સાપે તેને પગમાં ડંખ મારી દીધો અને પછી તેના પગને જોરથી જકડી લીધો. તે પછી સાપ તેના પગને છોડતો જ ન હતો અને તેના પગને લપટાઇને પડ્યો રહ્યો. આસપાસ કામ કરી રહેલા લોકોએ આ જોયું તો તેઓ ખેડૂતને લઇને હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં ગામલોકોની મદદથી સાપને પગમાંથી હટાવવામાં આવ્યો.

ખેડૂત એકદમ સલામત

  • ડોક્ટરોએ જણાવ્યું કે ખેડૂતના પગની ચામડી જાડી હતી. જેના કારણે સાપનો દાંત તેના પગમાં જ ફસાઇ ગયો. આ કારણે તે ડરનો માર્યો પગમાં જ લપેટાઇને પડ્યો રહ્યો.

  • આ સાપ પાણીમાં રહેતો સાપ હતો, એટલે તે ઝેરીલો ન હતો. ખેડૂતને ફર્સ્ટ એઇડ આપ્યા પછી ઘરે મોકલી દેવામાં આવ્યો. તેની હાલત ખતરાની બહાર છે.